ડેબ્યુના દિવસોમાં કરિશ્મા કપૂર દેખાતી હતી સાવ આવી, મેકઓવર પછી બદલાયો લુક, જોઇ લો તસવીરોમાં તમે પણ
ડેબ્યુના દિવસોમાં આવી દેખાતી હતી કરિશ્મા કપૂર, મેકઓવર પછી બદલાયો આખો લુક, જોઈ લો આ ફોટા.
કરિશ્મા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એ પરિવાર સાથે સંબંધ ધરાવે છે જેનો લગભગ આખો પરિવાર ફિલ્મોમાં છવાયેલો છે. બૉલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામ મેળવ્યું છે. ફિલ્મોમાં લાંબા સફર પછી હાલમાં જ લોલો એટલે કરિશ્માએ ડીઝીટલ વર્લ્ડમાં ડેબ્યુ કર્યું. પૃથ્વીરાજ કપૂર, રણધીર કપૂર, શશી કપૂર, શમ્મી કપૂર, ઋષિ.કપૂર બધાએ ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી પણ કરિશ્મા માટે ફિલ્મોમાં પગ મુકવો સરળ નહોતો. કપૂર ખાનદાનનો રિવાજ હતો કે આ ઘરની છોકરીઓ ફિલ્મોમાં નહિ જાય.

કરિશ્માએ ફિલ્મ પ્રેમ કેદીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે એ પહેલાં એ પોતાનું બૉલીવુડ ડેબ્યુ બોબી દેઓલ સાથે કરવાની હતી પણ એ ફિલ્મની રીલીઝને સમય લાગે તેમ હતો. એ પછી કરિશ્માએ પ્રેમ કેદીથી જ ડેબ્યુ કરવું યોગ્ય સમજ્યું. આ ફિલ્મમાં એમના હીરો હરીશ કુમાર હતા. તો ચાલો આજે જાણી લઈએ કે કરિશ્મા કપૂર એના ડેબ્યુના દિવસોમાં કેવી દેખાતી હતી.

કહેવામાં આવે છે કે જ્યારે કરિશ્મા બોલીવુડમાં ડેબ્યુ કરી રહી હતી તો એમનો ખૂબ જ મજાક બન્યો હતો. એમના પહેરવેશ અને લુકસ એ સમયની હિરોઇનથી એકદમ અલગ હતો. એ સમયે એમના લુકસને ખૂબ જ ખરાબ પણ માનવામાં આવતો હતો જો કે એમને પોતાના પર ઘણું કામ કર્યું અને પરિવર્તન લાવી. સારો અભિનય કરવો કરિશ્માને લોહીમાં હતો અને પાત્રને પોતાનું બનાવી લેવાનું હુનર એમને વિરાસ્તમાં પોતાના પરિવાર પાસેથી મળ્યું હતું.

એ પછી કરિશ્માએ બોલીવુડમાં એકથી લઈને એક ચડિયાતી ફિલ્મો કરી અને દુનિયાને બતાવી દીધુ. કરિશ્માને ફિલ્મોમાં સૌથી જબરદસ્ત સફળતા મળી હતી ધર્મેશ દર્શનની ફિલ્મ રાજા હિન્દુસ્તાનીથી. આ ફિલ્મમાં આમિર ખાન એમના હીરો હતા. આ ફિલ્મમાં એમની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા.

રાજા હિન્દુસ્તાની સિવાય કરિશ્માએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. ગોવિંદા સાથે એમને હીરો નંબર વન, કુલી નંબર વન, સાજન ચલે સસુરાલ, હસીના માન જાયેગી જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. બન્નેની જોડી એટલી સુપરહિટ હતી કે એમને ચિચી- લોલોના નામે બોલાવવામાં આવતા હતા.

કરિશ્મા કપૂર એ હિરોઇનમાંથી એક છે જેમને પોતાના સમયમાં સૌથી સુપરહિટ રહી ચૂકેલા એક્ટર સાથે કામ કર્યું. સલમાન ખાનથી લઈને શાહરુખ અને આમિર ખાન સુધી તો સની દેઓલ, અક્ષય કુમાર, જેકી શ્રોફ, ગોવિંદા તેમજ અજય દેવગન સાથે કામ કર્યું.

કરિશ્માએ દિલ્લીના મોટા બિઝનેસમેન સંજય કપૂર સાથર લગ્ન કર્યા હતા. એમના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા પણ થોડા સમય પછી એમના સંબંધમાં તિરાડ પડી ગઈ. કરિશ્માએ લગ્ન પછી સંજય પર એમને પૈસા માટે હેરાન કરવા અને મરવાનો આરોપ લગાવ્યો હતો. એવામાં થોડા વર્ષો પછી એમના લગ્ન તૂટી ગયા. આ લગ્નથી એમને બે બાળકો છે સમાયરા અને કિયાન.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ડેબ્યુના દિવસોમાં કરિશ્મા કપૂર દેખાતી હતી સાવ આવી, મેકઓવર પછી બદલાયો લુક, જોઇ લો તસવીરોમાં તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો