પૂજામાં તેલનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો મળશે ખાસ ફળ, આ રીતે કરો ઉપયોગ

તેલનો સંબંધ ખાસ કરીને શનિદેવ સાથે ખાસ રહ્યો છે. તેલનો ઉપયોગ જીવનમાં મોટું યોગદાન આપે છે. તેલના અનેક ફાયદા છે તો અનેક નુકસાન પણ છે. તો જાણો તેલનો પૂજામાં કરાતો ઉપયોગ અને કઈ રીતે ઉપયોગ કરવાથી યોગ્ય ફળ અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ મળે છે તે વિશે પણ.

ચમેલીનું તેલ

image source

દર મંગળવાર કે શનિવારે સિંદૂર અને ચમેલીનું તેલ હનુમાનજીને અર્પિત કરી દેવું જોઈએ. હનુમાનજીની સામે નિયમિત રીતે દીવો અને અગરબત્તી કરી લેવાથી ફાયદો થાય છે. હાર ફૂલ પણ ચઢાવવા જોઈએ. હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવવામાં આવતો નથી. પરંતુ આ તેલ તેમના શરીર પર લગાવવામાં આવે છે. આમ કરવાથી તમારી તમામ પ્રકારની મનોકામનાઓ પૂરી થાય છે.

સરસિયાનું તેલ

એક વાટકીમાં સરસિયાનું તેલ લો અને તેમાં તમારો પડછાયો જુઓ. તેને શનિવારના દિવસે સાંજે શનિદેવના મંદિરમાં મૂકી આવો. આ સિવાય તમે અલગથી પણ શનિદેવને તેલ ચઢાવી શકો છો. આ ઉપાયથી તમે શનિદેવની કૃપા મેળવી શકો છો.

તલનું તેલ

image source

41 દિવસ સુધી સતત તલના તેલનો દીવો પીપળાના ઝાડની નીચે કરવાથી અસાધ્યા રોગમાં લાભ મળે છે. આ સાથે દર્દી સ્વસ્થ થઈ જાય છે. સાધનાઓ અને સિદ્ધિઓને મેળવવા માટે પીપળાની નીચે દીવો કરવાનું વિધાન છે.

સુખ શાંતિ માટે

પરિવારની સુખ અને શાંતિ જળવાઈ રહે તે માટે કોઈ પણ આશ્રમમાં થોડો લોટ અને સરસિયાના તેલનું દાન કરવાથી શુભફળ મળે છે.

શારીરિક તકલીફ દૂર કરવા

image source

શનિવારે તમે સવા કિલો બટાકા અને રીંગણનું શાક સરસિયાના તેલમાં બનાવો. સાથે એટલી જ પૂરી પણ સરસિયાના તેલમાં બનાવીને દિવ્યાંગ અને ગરીબ લોકોમાં વહેંચી દો. આમ 3 શનિવાર સુધી કરશો તો તમારા શારિરિક કષ્ટ દૂર થઈ જશે.

ધન અને સમૃદ્ધિ મેળવવા માટે

Remedies: जान लें पूजा में तेल के इस्तेमाल का सही तरीका, तभी मिलेगा फल
image source

કાચી ધાણીના તેલનો દીવો કરો અને તેમાં લવિંગ ઉમેરો. હનુમાનજીની આરતી આ દીપકથી કરો અને સાથે તેનાથી અનિષ્ટમાં રાહત મળે છે અને ધન પણ મળે છે.

0 Response to "પૂજામાં તેલનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો મળશે ખાસ ફળ, આ રીતે કરો ઉપયોગ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel