અજીબ શોખ ધરાવતી આ મહિલા, કબરો સાથે તસવીરો લે છે, આટલા લાખથી પણ વધારે કલેક્શન તો થઈ ગયું

માણસની પોતાની અલગ ઓળખાણ હોય છે. દરેક વ્યક્તિમાં કોઈક અલગ ટેલેન્ટ છૂપાયેલું હોય છે તેવી જ રીતે દરેકના શોખ પણ અલગ અલગ હોય છે. એવું કહેવાય છે કે શોખ એ મોટી વસ્તુ છે. લોકો પોતાનાં શોખ પૂરા કરવા કઈક અને કઈક અવનવું કરતાં રહેતા હોય છે.

image source

ઘણાં એવા શોખ હોય છે કે જેમાં વ્યક્તિને જીવનું જોખમ હોય છે છતાં પણ તેઓ ડર્યા વગર પોતાના શોખ પૂરા કરતાં જોવા મળે છે. હાલમાં એક મહિલાનાં વિચિત્ર શોખની ચર્ચાઓ થઈ રહી છે. તેનાં આ અજીબ શોખની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.

મળતી માહિતી મુજબ એક મહિલાને કબરો સાથે ફોટા લેવાનો શોખીન છે. આ કિસ્સો સામે આવ્યો છે ઇંગ્લેન્ડથી. નોર્થ વોલ્શમમાં રહેતી લૌઉ કોકર નામની મહિલા છેલ્લાં 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી કબરો સાથે ફોટા ક્લિક કરી રહી છે. માત્ર એટલું જ નહીં તે કબરો સાથેની માહિતી પણ એકઠી કરે છે અને શીટમાં લખે છે.

image source

આ રીતે તેણે આજ સુધીમાં 700થી પણ વધુ કબ્રસ્તાનોની મુલાકાત લીધી છે. તેની હાલ ઉંમર 48 વર્ષ છે. લૌઉ કોકરે અત્યાર સુધીમાં ચર્ચયાર્ડમાં પણ 220,000થી વધુ ફોટાઓ ત્યાંના કબ્રસ્તાન અને સ્મારકો સાથે પાડ્યા છે.

અત્યારે પણ તે દરરોજ કોઈ નવા કબ્રસ્તાનમાં જાય છે અને તે કહે છે કે તે આ કામમાં હજુ 70 ટકા પ્રોજેકટ જ પૂરું કરી શકે છે. તે આવું કેમ કરી રહી છે તે વિશે વાત કરીએ તો લૌઉ કોકર અને તેની માતા એન્જેલા બંને કબ્રસ્તાન સાફ કરે છે જેથી તેમના પર લખેલું નામ અને માહિતી સ્પષ્ટ દેખાય શકે.

image source

આ કરવા પાછળનો હેતુ એ છે કે તે કબ્રસ્તાનનાં ફોટોગ્રાફ્સ ક્લિક કરે છે અને તેને ‘અન્સે સ્ટ રી વેબસાઇટ, ફાઈન્ડ માય પોસ્ટ પર અપલોડ કરે છે. જેની સહાયથી તેમના શહેર ઉત્તર વોલ્શમના લોકો માટે તેમના પૂર્વજોની કબરો શોધવાનું સરળ રહે છે. તેનાં વાયરલ થયેલાં ફોટોમાં જોઈ શકાય છે કે તેણે કબરની આસપાસની જગ્યા પહેલા સાફ કરી છે અને પછી તે કબર કોની છે તે વિશેની માહિતી સ્પષ્તાપૂર્વક વાંચી શકાય તે રીતે ફોટાઓ પાડ્યાં છે.

આ વિશે તેણે કહ્યું હતું કે તેને આ શોખ 12 વર્ષ પહેલાં જાગ્યો હતો અને તે પછીથી તે આ કામ કરી રહી છે. જાણવા મળ્યું છે કે લૌઉ કોકર સુપર માર્કેટમાં શિફ્ટ મેનેજર તરીકે કામ કરે છે. જ્યારે તેને આ વિચિત્ર શોખ જાગ્યો ત્યારે તેણે તેનું ફેમિલી ટ્રી શોધવાની શરૂઆત કરી હતી.

image source

તે કહે છે જો તમને પણ આવો કોઈ વિચિત્ર શોખ છે તો તેને બહાર આવવા દો, અંદર ન રાખો. હાલમાં તેનાં આ અજીબ શોખની ચર્ચા થઈ રહી છે. તેણે કબરો સાથે પડેલાં અનેક ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. લોકો અનેક કોમેન્ટ પણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "અજીબ શોખ ધરાવતી આ મહિલા, કબરો સાથે તસવીરો લે છે, આટલા લાખથી પણ વધારે કલેક્શન તો થઈ ગયું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel