શું સાચે જ આદિત્ય નારાયણ ટૂંક સમયમાં થોડી દેશે ઈન્ડિયન આઈડલનું હોસ્ટિંગ?
ઇન્ડિયન આઇડલની 12મી સિઝન ખૂબ જ ચર્ચામાં રહી છે. જેમ જેમ શોનો ગ્રાન્ડ ફિનાલે નજીક આવી રહ્યો છે ત્યારથી જ એની સાથે જોડાયેલી દરેક નાની મોટી ખબર પર લોકોની નજર રહે છે. તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટે આ સિઝનને વિજેતા મળી જશે. આ દરમિયાન એક મોટી ખબર સામે આવી રહી છે. શોના હોસ્ટ આદિત્ય નારાયણે કહ્યું છે કે એ વર્ષ 2022 પછી હોસ્ટિંગ નહિ કરે. હોસ્ટ તરીકે આ વર્ષ એમનું છેલ્લું વર્ષ હશે. તો ચાલો તમને જણાવી દઈએ એ પાછળનું કારણ.

એક વાતચીત દરમિયાન આદિત્ય નારાયણે કહ્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે એમને મોટી જવાબદારીઓ સંભાળવી જોઈએ અને આગળ વધવું જોઈએ. આદિત્ય આગળ કહે છે કે ટીવી પર હોસ્ટ તરીકે 2022 મારુ છેલ્લું વર્ષ હશે. હું એ પછી હોસ્ટિંગ નહિ કરું હવે કંઈક મોટું કરવાનો સમય આવી ગયો છે. મેં પોતાની જાતને અમુક વચનો આપ્યા છે જે આવનારા મહિનાઓમાં પુરા કરવાના છે જો હું આ શો હમણાં વચ્ચે જ છોડી દઈશ તો એવું થશે જાણે મેં મધદરિયે જ કોઈ જહાજને છોડી દીધું.

જ્યારે આદિત્યને પૂછવામાં આવ્યું કે હવે એ આગળ શું કરશે તો એના પર એમને કહ્યું કે હું આવતા વર્ષે ટીવીથી બ્રેક લઈશ. એકસાથે ઘણી બધી વસ્તુઓ કરવી સારી તો લાગે છે પણ એ ખૂબ જ થકવી દે તેવું હોય છે. હું ખુશ છું કે 14 વર્ષોમાં હું ટીવીનો ભાગ છું અને એમાં કામ કરીને ખૂબ જ સારું લાગ્યું પણ હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. જ્યારે મેં ટીવી ઓર કામ કરવાનું શરૂ કર્યું હતું તો હું ખૂબ જ નાનો હતો અને જ્યારે આવતા વર્ષ સુધી હું એને છોડી દઈશ તો એક બાપ બની જઈશ. ટીવી ઇન્ડસ્ટ્રીએ મને નામ, શોહરત અને સફળતા ઘણું બધું આપ્યું છે.

આદિત્ય આગળ કહે છે કે એના કારણે જ હું મુંબઈમાં મારુ ઘર બનાવી શક્યો, કાર ખરીદી અને સારી જિંદગી જીવી રહ્યો છું. એવું નથી કે હું ટીવી પર કામ કરવાનું છોડી દઈશ પણ હું બીજું કઈક કરીશ. એક હોસ્ટ તરીકે મારી બાજી ખતમ થવાની છે. હવે સીટ પર બેસવાનો ટાઈમ આવી ગયો છે.
આદિત્ય નારાયણે એ પણ કહ્યું કે એ હોસ્ટિંગ છોડવાના પોતાના નિર્ણય જલ્દી જ ઇન્ડિયન આઇડલમાં પણ શેર કરશે જેથી એ પછી લોકો એમને શોના હોસ્ટ કરવા માટે અપ્રોચ ન કરે. આદિત્યએ કહ્યું કે હું દર વર્ષે લોકોને કહું છું કે હું હવે વધુ હોસ્ટિંહ નથી કરવા માંગતો પણ અમુક પ્રોડક્શન હાઉસ મને મારુ મન બદલવા માટે મનાવી લે છે. મારી પાસે હજી ચાર બીજા રિયાલિટી શો છે. જો હું અનાઉન્સ નહિ કરું તો મને આમ જ ઓફર મળતા રહેશે. મને હોસ્ટિંગ સાથે પ્રેમ છે પણ હવે મારે કાંઈક મોટું વિચારવું પડશે.

આદિત્ય નારાયણ ઇન્ડિયન આઇડલને લઈને ખૂબ જ સક્રિય રહે છે અને એની સાથે જોડાયેલી જાણકારી આપતા રહે છે. હાલમાં જ એમને એક વિડીયો શેર કર્યો હતો જેમાં એ શોના 70માં એપિસોડનું શૂટિંગ કરી રહ્યા હતા વીડિયોની સાથે સાથે આદિત્યએ જણાવ્યું કે આ રિકોર્ડ તોડ છે કે ઇન્ડિયન આઇડલ સૌથી લાંબો ચાલનારો રિયાલિટી શો બની ગયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "શું સાચે જ આદિત્ય નારાયણ ટૂંક સમયમાં થોડી દેશે ઈન્ડિયન આઈડલનું હોસ્ટિંગ?"
ટિપ્પણી પોસ્ટ કરો