મિની લોકડાઉનને લઈ રૂપાણી સરકારની નવી ગાઈડલાઈન, રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો, વોટર પાર્ક્સ-સ્વિમિંગ પૂલ ખૂલશે
છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો આવી રહ્યો છે. લગભગ 40 અંદર નવા કેસ આવી રહ્યા છે. ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં આવી ગઇ હોય એવું પણ કહીએ તો ખોટું ન પડે. કારણ કે રાજ્યમાં કોરોના મહામારીને કારણે લાદવામાં આવેલા નિયંત્રણોમાં તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી રહી છે અને દિવસે ને દિવસે ગુજરાત ફરી ધમધમી રહ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ જોઈ વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.
હાલમાં રાજ્યમાં રિકવરી રેટ લગભગ 98.70 ટકાએ પહોંચી ગયો છે. ત્યાં જ હવે કોરોના વાયરસની ત્રીજી સંભવિત લહેરને પણ નકારી શકાય નહીં તેવામાં ગુજરાત સરકારે 8 મનપામાં રાત્રિ કર્ફ્યૂની અવધી લંબાવાઈ છે. જ્યારે વોટરપાર્ક્સ અને સ્વિમિંગ પૂલ 20 જુલાઈથી ખોલી શકાશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે.
ગુજરાતના 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કર્ફયુ રાત્રે 10થી સવારે 6 સુધી અમલમાં છે. આ રાત્રિ કર્ફ્યૂની મુદત 20 જુલાઇ-2021ની સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તેને 31 જુલાઇ-2021 સુધી લંબાવવામાં આવ્યો છે.
હાલમાં ગુજરાત સરકારે જે નવી કોરોના ગાઇડલાઇન જાહેર કરી એ પ્રમાણે રાજ્યની 8 મનપામાં રાત્રિ કર્ફ્યૂનો સમય લંબાવાયો છે. હવે 31 જુલાઈ સુધી 8 મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફ્યૂ રહેશે. ત્યાં જ 20 જુલાઈથી વોટરપાર્ક અને સ્વીમિંગપુલ ખોલી શકાશે. જો કે 60% ક્ષમતા સાથે વોટરપાર્ક અને સ્વીમિંગ પુલ ખુલશે.
આ સાથે જ 100% ક્ષમતા સાથે ખાનગી, પબ્લિક ટ્રાન્સ્પોર્ટેશન શરૂ થશે. હાલમાં કોરોના મહામારીની બીજી લહેર હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઠંડી પડી ગઈ છે, પરંતુ તેવામાં કોરોનાની થર્ડ વેવને લઈને રાજ્ય સરકાર દ્વારા આગમચેતી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
જો કે એક એ વાત પણ જાણી લઈએ કે વોટર પાર્ક્સ અને સ્વિમિંગ પૂલનાના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ તા.31 જુલાઇ-2021 સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. કારણ કે જો એ રસીનો ડોઝ લેશે નહીં તો આવા વોટર પાર્કસ કે પૂલ ચાલુ રાખી શકાશે નહીં એવું કડકાઈ સાથે કહેવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં પ્રાઈવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે પણ 100 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "મિની લોકડાઉનને લઈ રૂપાણી સરકારની નવી ગાઈડલાઈન, રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો, વોટર પાર્ક્સ-સ્વિમિંગ પૂલ ખૂલશે"
ટિપ્પણી પોસ્ટ કરો