બ્લેક ફંગસથી સાજા થયેલા દર્દીઓને શરીરના આ અંગમાં વધી તકલીફ, જાણીને રહો સચેત
વધારે પ્રમાણમાં સ્ટેરોઈડસ આપવામાં આવવાના લીધે કોરોના વાયરસથી સ્વસ્થ થનાર દર્દીઓના લીવરમાં કેટલાક મોટા ફોડકા થઈ રહ્યા છે. લીવરમાં ફોડકા થવા કે પછી પસનું જમા થઈ જવું સામાન્ય રીતે એક પરજીવીના કારણે થાય છે જેને એંટામોઈબા હિસ્ટોલીટિકા તરીકે પણ જાણવામાં આવે છે જે દુષિત ભોજન અને પાણીથી ફેલાઈ છે.

કોરોના વાયરસના દર્દીઓ (Coronavirus Patients) ને આપવામાં આવી રહેલ સ્ટેરોઈડસથી અત્યાર સુધી બ્લેક ફંગસના ખતરાની વાત સામે આવી હતી, પરંતુ હવે એના કારણે નવી સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે. વધારે સ્ટેરોઈડસ આપવાના લીધે કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થનાર દર્દીઓના લિવર (Liver) માં કેટલાક મોટા ફોડકા થઈ રહ્યા છે. ડોક્ટર્સએ આ વાતની જાણકારી આપી છે.
લીવરમાં ફોડકા થવા કે પછી પસનું જમા થઈ જવું સામાન્ય રીતે એક પરજીવીનું કારણ હોય છે. જેને એન્ટા મોઈબા હિસ્ટોલીટિકા તરીકે જાણવામાં આવે છે જે દુષિત ભોજન અને પાણીથી ફેલાય છે.
નવી દિલ્લીની સર ગંગા રામ હોસ્પિટલ ઇન્સ્ટીટયુટ ઓફ લિવર ગૈસ્ટ્રોએન્ટરોલોજી એન્ડ પૈન્ક્રિયાટીકોબિલરી સાઈન્સેઝના ચેરમેન ડૉ. અનીલ અરોડાના જણાવ્યા મુજબ, જે એક વસ્તુ અમને અસામાન્ય લાગી તે આ છે કે, કોરોના વાયરસથી મુક્ત થયાના ૨૨ દિવસ પછી જેઓ પહેલેથી જ અસુરક્ષિત હતા, તેમના લિવર તરફના બંને મોટાભાગોમાં કેટલીક જગ્યાઓ પર પસ ભરાઈ ગયું હતું જેને કાઢવા માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવવું જરૂરી હતું.’
લોકોમાં જોવા મળી કેટલીક અન્ય સમસ્યાઓ.

જો કે, અત્યાર સુધી આ પ્રકારની સમસ્યાના કેટલા કેસ સામે આવી ગયા છે એની કોઈ જાણકારી મળી છે નહી. આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસથી મુક્ત થયેલ દર્દીને ન્યુરો સંબંધી ફરિયાદો પણ કરતા રહે છે. લેન્સેટ જર્નલમાં પ્રકશિત થયેલ તાજેતરના અધ્યયન પરથી જાણવા મળ્યું છે કે, ૩૩% દર્દીઓને ન્યુરોસાઈકેટ્રીક સમસ્યા થઈ રહી છે. એમાં સ્વાદ, ગંધનું જવું, ભ્રમ, ધ્યાન લગાવવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ સામેલ છે.
ત્યાં જ એના થોડાક દિવસ પહેલા કોરોના વાયરસથી સ્વસ્થ થનાર દર્દીઓમાં કેટલીક અન્ય મુશ્કેલીઓ પણ જોવા મળી હતી. આ દર્દીઓમાં સ્વસ્થ થઈ ગયાના ૨૦- ૩૦ દિવસ પછી પેટમાં દુઃખાવો અને મળમાં રક્તસ્ત્રાવની ફરિયાદો જોવા મળી હતી.
આપને જણાવી દઈએ કે, આખા દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી મુક્ત થયેલ દર્દીઓમાં મોટાભાગે બ્લેક ફંગસના કેસ જોવા મળ્યા છે. બ્લેક ફંગસ વિષે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સામાન્ય રીતે કોરોના વાયરસ દરમિયાન દર્દીઓને સ્ટેરોઈડનું વધારે સેવન કરવાથી થાય છે. બ્લેક ફંગસ સંક્રમણ નબળી રોગ પ્રતિરોધક ક્ષમતા ધરાવતા દર્દીઓને થાય છે. કોરોના વાયરસના હુમલાના કારણે નબળા થઈ ગયેલ દર્દીઓમાં આ ફંગલ ઇન્ફેકશન પણ વધે છે. જયારે પહેલા આ બીમારી કિમોથેરાપી, અનિયંત્રિત સુગર, કોઇપણ પ્રકારની ટ્રાન્સપ્લાન્ટ માંથી પસાર થનાર વ્યક્તિઓ અને વૃદ્ધોને વધારે પ્રભાવિત કરતી હતી.
0 Response to "બ્લેક ફંગસથી સાજા થયેલા દર્દીઓને શરીરના આ અંગમાં વધી તકલીફ, જાણીને રહો સચેત"
ટિપ્પણી પોસ્ટ કરો