ઝડપથી વાળનો ગ્રોથ ઈચ્છો છો તો આ રીતે કરો ખાસ ચીજોનો ઉપયોગ, મળશે પરફેક્ટ રીઝલ્ટ
મહિલાઓ હોય કે પુરુષ દરેકને પોતાના વાળના ગ્રોથને લઈને ચિંતા હોય છે. મહિલાઓમાં વાળને લાંબા, કાળા, સિલ્કી અને ગ્રોથ વાળા રાખવાનું મુશ્કેલ બને છે અને ન જાણે તેને માટે તેઓ કેટકેટલા નીતનવા પ્રયોગો કરતી રહે છે. આજે અમે તમારા માટે વાળને ઝડપથી વધારી શકે તેવા હર્બ્સ લાવ્યા છીએ. તે વાળને વધારવાની સાથે સાથે તેની અનેક પ્રકારની અન્ય સમસ્યાઓથી પણ તમને રાહત આપે છે. તો જાણો તમારા વાળના સારા ગ્રોથ માટે અને તેને લાંબા રાખવા માટે તમે કયા હર્બ્સનો સરળતાથી ઉપયોગ કરી શકો છો.
લીમડો
લીમડાનું તેલ વાળમાં લગાવવાથી વાળ ખરવાની સમસ્યા ઘટે છે. આ ખોડાને નિયંત્રિત કરવામાં પણ તમારી મદદ સરળતાથી કરે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. આ વાળને સંક્રમણ અને બળતરાથી બચાવે છે. લીમડાની મદદથી વાળ લાંબા થાય છે અને સાથે તેને નવી મજબૂતી પણ મળતી રહે છે.
આમળા
વિટામિન સીથી ભરપૂર આમળામાં અન્ય એન્ટીઓક્સીડન્ટ ગુણ રહેલા હોય છે. તે કોલેજનના ઉત્પાદનમાં તમારી મદદ કરે છે. એટલું જ નહીં તે વાળને વધારવામાં પણ મદદ કરે છે. આ વાળને મજબૂત અને કાળા કરે છે. તમે આમળાને સૂકવીને મિક્સરમાં તેનો પાવડર બનાવીને પણ રાખી શકો છો. આ પાવડર તમે મહેંદીમાં મિક્સ કરી શકો છો અને નારિયેળ તેલમાં મિક્સ કરીને વાળમાં પણ લગાવી શકો છો. તેનાથી વાળને નવું પોષણ મળે છે અને વાળ સિલ્કી અને હેલ્ધી રહે છે.
અલોવેરા
અલોવેરા સ્કીનની સાથે સાથે હેરકેરમાં પણ મહત્વનું બની રહે છે. અલોવેરામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ ખોડો અને વાળની સમસ્યામાં ફાયદો કરે છે. વાળને પોષણ આપે છે. વાળને વધારવામાં પણ અલોવેરાનો રોલ મહત્વનો રહે છે. તેમાં વિટામિન એ, સી અને ઈ સૌથી વધારે હોય છે. તેમાં વિટામિન બી 12 અને ફોલિક એસિડ પણ મળે છે. જે વાળને ખરતા રોકવામાં મદદ કરે છે.
શિકાકાઈ
શિકાકાઈ વાળને વધારવાનું જ કામ કરે છે તેવું નથી પણ તે વાળ સંબંધિત અનેક સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. આ ડેન્ડ્રફને કંટ્રોલ કરે છે અને સ્કેલ્પને સાફ રાખે છે. શિકાકાઈ પાવડરનો ઉપયોગ તમે શેમ્પૂને બદલે પણ કરી શકો છો. તમને ખ્યાલ હોય તો પહેલાના સમયમાં વાળ ધોવા માટે શિકાકાઈ અને તેના સાબુનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. નારિયેળ તેલમાં શિકાકાઈ પાઉડર મિક્સ કરો અને વાળના મૂળમાં તેને પોષણ અને મજબૂતી મળે તે માટે તેને લગાવી લો તે યોગ્ય છે. તમારા વાળ ઝડપથી વધવા લાગશે.
અરીઠા
અરીઠા વાળને માટે ફાયદારૂપ અને મહત્વનું માનવામાં આવે છે. આ એક જૂનો અને અકસીર ઉપાય છે. અરીઠા સ્કેલ્પને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.વાળને વધારવા માટે તમે અરીઠાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ઉકળતા પાણીમાં અરીઠાને પલાળી લો અને તેના પાણીથી વાળને સાફ કરો. તમારા વાળ ખરતા પણ ધીરે ધીરે બંધ થશે અને સાથે જ તેને નવું પોષણ મળશે અને વાળ વધશે. તમે અરીઠા, શિકાકાઈ અને આમળાના પાવડર એકસરખા પ્રમાણમાં મિક્સ કરીને તેને પલાળીને માથામાં લગાવી શકો છો. આ માસ્ક વાળ માટે ગુણકારી સાબિત થાય છે. તમને મન થાય તો વાળને સ્મૂધ રાખવા માટે તમે તેમાં અલોવેરા જેલ પણ મિક્સ કરી શકો છો.
તો હવેથી તમે પણ વાળની લંબાઈ, ખંજવાળ કે વાળ ખરવા જેવી કોઈ પણ ફરિયાદ અનુભવો છો તો તમે અહીં ઉપર આપેલા ઉપાયોને ઘરે બેઠા સરળતાથી કરી શકો છો. તે તમારા માટે લાભદાયી રહેશે.
0 Response to "ઝડપથી વાળનો ગ્રોથ ઈચ્છો છો તો આ રીતે કરો ખાસ ચીજોનો ઉપયોગ, મળશે પરફેક્ટ રીઝલ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો