પોર્નોગ્રાફી કેસમાં પીડિતાએ સંભળાવી પોતાની આપવીતી, કહ્યું જબરદસ્તી બનાવવામાં આવ્યો શારીરિક સંબંધ, ગહના વિશિષ્ઠ કરાવતી રહી શૂટિંગ
પોર્નોગ્રાફી કેસમાં આરોપી એક્ટ્રેસ અને મોડલ ગહના વશિષ્ઠ ને રોવા ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. બન્ને પર રાજ કુન્દ્રાની સાથે જ પોર્નોગ્રાફી કેસમાં આરોપ લાગ્યા છે. પોલીસના નજીકના સૂત્રોએ બે પીડિતાઓનું બયાન જાહેર કર્યા ચર જેમને આરોપ લગાવ્યો છે કે એમને અશ્લીલ વિડીયો શૂટ કરવા મયે મજબુર કરવામાં આવ્યા હતા. બન્ને છોકરીઓને મડ આઇલેન્ડમાં એક જ બંગલામાં વિડીયો શૂટ કરવાની વાતનો દાવો કર્યો છે.

આ આખા કેસમાં બંને પીડિતાઓએ આખી આપવીતી સંભળાવી છે. એક રિપોર્ટ અનુસાર એક પીડીતાએ જ્યાં રોવા ખાન પર ધમકાવવાનો અને દબાણ કરીને શૂટિંગ કરાવવાનો આરોપ લગાવ્યો છે તો બીજી પીડીતાએ ગહના વશિષ્ઠ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સાથે જ દાવો કર્યો છે કે એમની સાથે ડરાવી ધમકાવીને શરીરિક સંબંધ બાંધવામાં આવ્યો.

બીજી પીડિતાની ઉંમર 20 વર્ષ છે. એ વર્ષ 2016થી હિન્દી અને મરાઠી સીરિયલમાં કામ કરી રહી હતી. એ દરમિયાન એમની અજિત નામના એક છોકરા સાથે મુલાકાત થઈ હતી. અજિત જ હતો જેને 10 જાન્યુઆરી 2021ના રોજ પીડિતાને કાસ્ટિંગ ડાયરેકટર નરેશ અને મિતુલને મળાવી. એક કોંફરન્સ કોલ દરમિયાન નરેશે પીડિતાને એક વેબસિરિઝની ઓફર આપી જે એક કવિનની વાર્તા હતી. એમને જણાવ્યું કે સિરિઝનું શૂટિંગ મડ આઇલેન્ડમાં થઈ રહ્યું છે. સાથે જ કહ્યું કે આ રોલ માટે 10000 રૂપિયા આપવામાં આવશે. પીડીતાએ એની આપવિતીમાં ખુલાસો કર્યો છે કે નરેશે મને મલાડ સ્ટેશન પાસે મળવા માટે કહ્યું એ પછી એ મને માલવાની વિસ્તારના ગ્રીન પાર્ક બંગલામાં લઈ ગયો. ત્યાં નરેશે મને જણાવ્યું કે આ વેબ સિરીઝના નિર્માતા નિર્દેશક ગહના વશિષ્ઠ છે. મારો મેકઅપ કરનારનું નામ ઉમેશ હતું. થોડી વાર પછી ગહના વશિષ્ઠ મારા માટે કપડાં લઈને આવી અને એ કપડાને પહેરીને હું બંગલાના બગીચામાં શૂટિંગ કરવા ગઈ. ત્યાં જ ગહનાએ મને મારા રોલ વિશે સમજાવ્યું અને કહ્યું કે આ વેબ સિરીઝ એક રાજા, એની રાણી અને ત્રણ વેટિયાંની વાર્તા છે.

પીડીતાનો આરોપ છે કે ગહના વશિષ્ઠએ ફરી એને નવા કપડાં પહેરાવ્યા. જ્યારે એને આગળ સહયોગ આપવાની ના પાડી દીધી અને ત્યાંથી જવા માટે અનુરોધ કર્યો તો ગહના વશિષ્ઠએ એને ધમકી આપી. પીડિતા કહે છે કે એમને મને કહ્યું કે એમને સિરીઝની શૂટિંગ માટે 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે અને જો હું જતી રહી તો મારે એમને 10 લાખ રૂપિયા આપવા પડશે. મેં ગહનાને કહ્યું કે મારી પાસે પૈસા નથી. એ પછી આકાશ નામનો યુવક રૂમમાં એન્ટર થયો અને પીડિતાની સાથે શારીરિક સંબંધ બનાવવા લાગ્યો. પીડીતાએ આગળ કહ્યું કે એક વાર જ્યારે શૂટિંગ થઈ ગયું તો મેં ગહનાને કહ્યું કે મને હવે જવા દો અને પછી એને મને ધમકી આપી અને ચેતવણી આપી કે આ શૂટ વિશે કોઈને વાત ન કરું અને ન તો પોલીસ પાસે જાઉં. નહિ તો એનું પરિણામ ગંભીર આવશે.

તમને જણાવી દઈએ કે પોલીસ સૂત્રોએ સુરક્ષા કારણોથી બંને પીડિતાઓના નામ છુપાવ્યા છે. આ બયાનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ગહના વશિષ્ઠ અને રોવા ખાને પીડિતાઓને અશ્લીલ કન્ટેન્ટમાં ભાગ લેવા માટે મજબૂર કરી. ગહના વશિષ્ઠને પણ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સામે હાજર થવાનું છે અને પોર્નોગ્રાફી કેસની ચાલી રહેલી તપાસના પોતાનું બયાન નોંધાવવાનું છે
0 Response to "પોર્નોગ્રાફી કેસમાં પીડિતાએ સંભળાવી પોતાની આપવીતી, કહ્યું જબરદસ્તી બનાવવામાં આવ્યો શારીરિક સંબંધ, ગહના વિશિષ્ઠ કરાવતી રહી શૂટિંગ"
ટિપ્પણી પોસ્ટ કરો