પાર્ટનરને મિસ કરવા સમયે આ એક્ટ્રેસ પણ કરે છે તેમના કપડાનો યૂઝ, જાણો કઈ એક્ટ્રેસ કરી ચૂકી છે આ કામ
આલિયા ભટ્ટની જેમ એક્ટ્રેસ દેખાઈ ચુકી છે પોતાના હમસફરના કપડાં પહેરેલી, તમે ફોટા જોશો તો તમે પણ કહી ઉઠશો awwwww
છેલ્લા કેટલાક મહિનાઓથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને બસ એક જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે એ બંને લગ્ન બંધનમાં ક્યારે બંધાશે. જો કે હજી સુધી કોઈને પણ આ સવાલનો સાચો જવાબ નથી ખબર.
પણ હવે એવું લાગે છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બન્નેને એકબીજાથી અંતર ખટકવા લાગ્યું છે. હાલમાં જ જ્યારે આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે તો ફેન્સ સમજી ગયા કે એમનો ઈશારો કઈ તરફ છે. વાત જાણે એમ છે કે આલિયા ભટ્ટે બ્લેક કલરનું સ્વેટ શર્ટ અને કેપ પહેરીને પોતાનો ફોટો શેર કર્યો હતો. આ સ્વેટશર્ટ અને કેપમાં આપણે સામાન્ય રીતે રણબીર કપૂરને જોતા આવ્યા છે.
આલિયા ભટ્ટે જે ફોટો શેર કર્યો છે એમાં એ ખૂબ જ ઉદાસ લાગી રહી છે. પણ એથી વધુ ધ્યાન આપવા જેવું હતું એ કેપ્સન જે આલિયા ભટ્ટે આ ફોટો શેર કર્યાની સાથે લખ્યું હતું. આલિયા ભટ્ટે કેપ્સનમાં લખ્યું હતું કે જ્યારે તમને એની બહુયાદ આવી રહી હોય અને તમે એની કોઈ વસ્તુ ચોરી લો. અને એ વાતની ખાતરી કરો કે તમે ઘણી બધી સેલ્ફી ક્લિક કરો
.આલિયા ભટ્ટના આ ફોટા પર યુઝર્સ ઘણી કમેન્ટ કરી રહ્યા છે. પણ આ કઈ પહેલો મોકો નહોતો જ્યારે કોઈ અભિનેત્રીએ એના પાર્ટનરના કપડાં પહેર્યા હોય આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ પોતાના પાર્ટનરના કપડાં પહેરી ચુકી છે. તો ચાલો જોઈ લઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં.
અનુષ્કા શર્મા.
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે અનુષ્કા શર્માનું એકવાર અનુષ્કા શર્મા વ્હાઇટ ટીશર્ટ પહેરેલી દેખાઈ હતી એ અગાઉ આ સેમ ટીશર્ટ વિરાટ કોહલીએ પહેરી હતી જેના પર લખેલું હતું.State Of Mind. How sweet!
દીપિકા પાદુકોણ.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ એકવાર ગ્રીન કલરના હાઈ નીક સ્વેટર પહેરેલા દેખાયા હતા જેને જોઈને અંદાજો લગાવવો મુશ્કેલ થઈ ગયો હતો કે આખરે કોને કોના કપડાં ચોરી લીધા છે પણ એ પછી દીપિકા પાદુકોણએ જણાવ્યું હતું કે એને રણવીર સિંહનું એકદમ કુલ લાગતું સ્વેટ શર્ટ ચોરી લીધું છે.
સોનમ કપૂર.
ફેશન કવીન સોનમ કપૂરે એક વાર જાતે કબુલ્યું હતું કે એને આનંદના સોલિડ કલરના શર્ટ પહેરવાનું ખૂબ જ ગમે છે અને એકવાર એમને એમનો વ્હાઇટ શર્ટ પહેર્યો હતો. અને એ પહેરીને એ બોસની જેમ ફરી હતી.
પ્રિયંકા ચોપરા.
સોનમ કપૂરની જેમ પ્રિયંકા ચોપરાએ પણ કબુલ્યું હતું કે એને એના પતિ નોક જોનસન કપડાં પહેરવાનું ખૂબ જ ગમે છે. એકવાર એ એક વ્હાઇટ ટ્રેકશૂટમાં દેખાઈ હતી જે ખરેખર તો નિક જોન્સનો હતો.
કરીના કપૂર ખાન
લોકડાઉન દરમિયાન કરીના કપૂરે એમના પતિ સૈફ અલી ખાનનું શર્ટ પહેરીને ફિલ્મફેર માટે કેટલાક ફોટા પડાવ્યા હતા. આ ફોટા એમને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યા હતા અને સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે હું સૈફને ખૂબ જ પ્રેમ કરું છું કે એમને મને એમનો શર્ટ આપ્યો અને અને આટલા સરસ ફોટા ક્લિક કર્યા.
0 Response to "પાર્ટનરને મિસ કરવા સમયે આ એક્ટ્રેસ પણ કરે છે તેમના કપડાનો યૂઝ, જાણો કઈ એક્ટ્રેસ કરી ચૂકી છે આ કામ"
ટિપ્પણી પોસ્ટ કરો