એક સમયે આ અભિનેત્રી પર ફિદા થઇ ગયા હતા લોકો, અને કરતા હતા એવી ડિમાન્ડ કે…
પહેલી જ ફિલ્મથી તનુશ્રી દત્તાના આશિક બની ગયા હતા ફેન્સ, જાણી લો નાના પાટેકર પર આરોપ લગાવીને હવે શું કરી રહી છે અભિનેત્રી.
બોલીવુડમાં ઘણા સેલેબ્સ એવી રીતે એન્ટ્રી કરે છે જે એમના બોલ્ડ અવતારથી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ જાય છે અને એના કારણે જ એ હંમેશા ચર્ચાનો ભાગ બની જાય છે. પણ થોડા સમય પછી એ અચાનક જ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ જાય છે, એટલું જ નહીં પછી એમને ઓળખવું પણ મુશ્કેલ થઈ જાય છે.

આજે અમે તમને આવી જ એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહયા છે. આજે અમે તમને બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા વિશે જણાવવા જઈ રહ્યા છે જે હાલના સમયમાં ઇન્ડસ્ટ્રીથી ખૂબ જ દૂર છે.
તનુશ્રી દત્તાએ ફિલ્મ આશિક બનાયા આપનેથી બોલીવુડમાં પગ મૂક્યો હતો અને પહેલી ફિલ્મથી જ એ છવાઈ ગઈ હતી. એ પોતાની પહેલી જ ફિલ્મમાં બોલ્ડ સીન્સ આપ્યા પછી સેન્સેશન બની ગઈ હતી. એટલું જ નહીં એમની હોટનેસના લોકો દીવાના થઈ ગયા હતા.

તનુશ્રી દત્તાએ બોલીવુડમાં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યા પછી પગ મૂક્યો હતો. એ પછી તનુશ્રી દત્તા ઢોલ, હોર્ન ઓકે પ્લીઝ જેવી અમુક ફિલ્મોમાં દેખાઈ હતી પણ એ પછી એ ફિલ્મોમાંથી ગાયબ થતી ગઈ.

તનુશ્રી દત્તાની પહેલી ફિલ્મ જેટલી હિટ રહી હતી એ પછી કોઈપણ ફિલ્મ એવો કમાલ ન દેખાડી શકી. ફિલ્મો ફ્લોપ થવાને કારણે એ ડિપ્રેશનમાં જતી રહી હતી અને એમને સંન્યાસી બનવાનો નિર્ણય લઈ લીધો હતો. તનુશ્રી દત્તાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એ જ્યારે ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહી હતી તો એમને ધર્મનો રસ્તો આપનાવી લીધો હતો. એના માટે એ કોઈમ્બટુરમાં બનેલા એક આશ્રમમાં જતી રહી હતી.

ફિલ્મોથી દૂર જતા રહ્યા પછી વર્ષ 2018માં તનુશ્રી દત્તા ફરી એકવાર ચર્ચાનો ભાગ બની ગઈ હતી. એમને એકટર નાના પાટેકર પર મી ટુનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દાની તપાસ પણ કરવામાં આવી હતી પણ કોઈ પુરાવા ન મળવાના કારણે આ કેસને બંધ કરી દેવામાં આવ્યો છે. તનુશ્રી દત્તા પછી ઘણી બૉલીવુડ એક્ટ્રેસ આગળ આવી હતી અને એમને પોતાની આપવીતી કહી હતી.

હાલમાં જ તનુશ્રી દત્તાએ પોતાના ફેન્સને એમના ટ્રાન્સફોર્મેશનથી ચોંકાવી દીધા હતા. એમને લગભગ 18 કિલો વજન ઘટાડી દીધું હતું. તનુશ્રીના ટ્રાન્સફોર્મેશનના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. રિપોર્ટ્સ અનુસાર માનીએ તો તનુશ્રી દત્તા બોલીવુડમાં કમબેક કરવાની તૈયારી કરી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "એક સમયે આ અભિનેત્રી પર ફિદા થઇ ગયા હતા લોકો, અને કરતા હતા એવી ડિમાન્ડ કે…"
ટિપ્પણી પોસ્ટ કરો