પતિની ભૂલના કારણે આ અભિનેત્રીઓ પણ પહેલાથી જ મૂકાઈ છે શરમમાં, જાણો કોના નામ છે સામેલ

પતિ રાજ કુન્દ્રાના કાળા કારનામાના કારણે શિલ્પા શેટ્ટી પણ બદનામ થઈ રહી છે. રાજ કુન્દ્રાને મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે કારણ કે એમની પર પોર્નોગ્રાફીક વિડીયો બનાવવાનો આરોપ છે. એ વિશે લોકો જાત જાતની વાતો પણ કરી રહ્યા છે કે શિલ્પા શેટ્ટીને કદાચ પહેલેથી જ આ વિશે ખબર હશે, શિલ્પા શેટ્ટીએ ફક્ત રૂપિયા જોઈને રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા વગેરે.

image source

શિલ્પા આ મામલા પછી સુપર ડાન્સરના શૂટિંગ માટે પણ નથી ગઈ અને આ સમય એમના માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યો હશે પણ બોલીવુડમાં આ કોઈ પહેલો અવસર નથી જ્યારે કોઈ અભિનેત્રીને પોતાના પતિને કારણે આ પ્રકારની શરમમાં મુકાવવું પડી રહ્યું છે. આ પહેલા પણ દિવ્યાં કુમાર ખોસલા, નિશા રાવલ, સુઝેન ખાન વગેરે અભિનેત્રીઓ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે.

નિશા રાવલ.

image source

થોડા દિવસો પહેલા નિશા રાવલ લોકો માટે ચર્ચાનો વિષય બની ગઈ હતી અને એ પાછળનું કારણ હતું એમના પતિ કરણ મહેરા. એમને પોતાના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરી હતી જેનો એમના પતિએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

દિવ્યા કુમાર ખોસલા.

image source

દિવ્યાં કુમાર ખોસલાને ત્યારે શરમમાં મુકાવવું પડ્યું હતું જ્યારે એમના પતિ અને ટી સિરિઝને માલિક ભૂષણ કુમાર પર એક મોડલે બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જો કે ભૂષણ કુમારે આ આરોપોને ખોટા ઠેરવ્યા હતા અને એમના ચરિત્ર પર ડાઘ લગાવવાનો આરોપ લગાવી દીધો હતો.

સુઝેન ખાન..

image source

સુઝેન ખાનને પણ ઋત્વિક રોશનના કારણે એક સમયે ઘણું બધું કહેવામાં આવ્યું. ઋત્વિક રોશનનું નામ લગ્નના ઘણા વર્ષો પછી બાર્બરા મોદી અને કંગના રનૌત સાથે જોડાયું હતું. આ બધા મુદ્દા પછી ઋત્વિક રોશન અને સુઝેન ખાન અલગ થઈ ગયા અને અભિનેત્રી હવે પોતાના અલગ ઘરમાં રહે છે. ઋત્વિક રોશન અને સુઝેન ખાનના બે દીકરાઓ છે જે હાલ ઋત્વિક રોશન સાથે રહે છે પણ એ બન્નેનો સારી રીતે ઉછેર કરવા માટે આજે પણ ઋત્વિક અને સુઝેન એકસાથે દેખાય છે.

ઝરીના વહાબ.

image source

ઝરીના વહાબ આદિત્ય પંચોળીની પત્ની છે અને આદિત્ય વિશે એ કઠણ પ્રસિદ્ધ છે કે એ જેટલી ફિલ્મોમાં નથી દેખાયા એનાથી વધુ એ વિવાદોમાં રહ્યા છે. એમના પર બે વાર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. એ કારણે એમની પત્નીને પણ એમની સાથે ઘણા મહેણાં સાંભળવા મળી હતી.

0 Response to "પતિની ભૂલના કારણે આ અભિનેત્રીઓ પણ પહેલાથી જ મૂકાઈ છે શરમમાં, જાણો કોના નામ છે સામેલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel