રહો એલર્ટઃ હવે આ રીતે પણ વેન્ટિલેશન વિનાના રૂમમાં પણ દૂર સુધી ફેલાય છે કોરોના વાયરસ
દેશ અને દુનિયામાં કોરોના વાયરસની બીજી લહેર શાંત થઈ છે જેના કારણે થોડી રાહત મળી રહી છે. પરંતુ સાથે જ કોરોનાની ત્રીજી લહેરને લઈને ચિંતા વધી રહી છે. એક તરફ કોરોનાનો વેરિઅન્ટ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ માથું ઉંચકી રહ્યો છે ત્યારે ફરીથી સ્વાસ્થ્ય અધિકારીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસને લઈને અત્યાર સુધીમાં અનેક સ્ટડી કરવામાં આવ્યા છે અને દુનિયામાં લગભગ 7 વેક્સીન પણ તેને માટે કામ કરી રહી છે. હાલમાં વેક્સીનેશન કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે.

અનેક સ્ટડીમાં અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે પણ આ વાયરસના સ્વરૂપને સમજવામાં તે મદદ કરે છે. ભારતમાં હાલમાં એક સ્ટડી કરાયો છે. તેમાં એ જાણવાનો પ્રયાસ કરાયો છે કે કોરોના હવાની મદદથી ફેલાય છે કે નહીં. સ્ટડીમાં કહેવાયું છે કે કોરોના હવાની મદદથી ફેલાઈ શકે છે પણ સાથે જો રૂમમાં વેન્ટિલેશન સારું હોય તો આ ખતરો ઓછો રહે છે.

સ્ટડીના આધારે જે રૂમમાં વેન્ટિલેશન સારું રહેતુ નથી ત્યાં કોરોના હવાની મદદથી દૂર સુધી ટ્રાવેલ કરી શકે છે. સ્ટડીમાં એમ પણ કહેવાયું છે કે નેચરલ એન્વાયરમેન્ટ કંડીશનમાં કોરોના વાયરસ દૂર સુધી ટ્રાવેલ કરતો નથી. પણ જો દર્દી લક્ષણો વિનાના હોય તો તેમને આ ખતરો ઓછો કે વધારે પણ હોઈ શકે છે.

સ્ટડીમાં કહેવાયું છે કે સૌથી વધારે અને કોરોના ઈન્ડોર ટ્રાન્સમિશન પર ધ્યાન આપવામાં આવ્યું છે. જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કે બંધ રૂમમાં કોરોના હવાની મદદથી ફેલાઈ શકે છે કે નહીં. સ્ટડીમાં 2 પાસા પર ફોકસ કરાયું છે. પહેલું એ કે જો રૂમમાં બારીઓને ખોલી દેવામાં આવે તો કોરોના ટ્રાન્સમિશનને ઓછું કરી શકાય છે. ફક્ત વેન્ટિલેશન પર ધ્યાન આપવાથી ખતરાને અડધો ઘટાડી શકાય છે.
શું આવ્યું પરિણામ

સ્ટડીમાં બીડા પાસાને લઈને વાત કરીએ બંધ રૂમમાં કોરોના ફેલાવવાનો ખતરો ક્યારે વધારે હોઈ શકે છે. કહેવાયું છે કે જો બંધ રૂમમાં કોરોના દર્દી છે તો હવાની મદદથી પણ અન્ય વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે. સાથે કોરોના અને બિન કોરોના, આઈસીયૂ અને નોન આઈસીયૂ રૂમની હવાના સેમ્પલ લેવાયા અને તેનો ટેસ્ટ કરાયો છે. આ સિવાય બંધ રૂમમાં રહેતા કોરોના દર્દી પર પણ પ્રયોગ કરાયો છે. આ ટેસ્ટની મદદથી જાણવા મળ્યું છે કે જો કોરોના દર્દી બંધ રૂમમાં છે તો હવાની મદદથી અન્ય વ્યક્તિના સંક્રમિત થવાના ચાન્સ વધારે રહે છે. પણ જો રૂમમાં વેન્ટિલેશનને સારું રાખવામાં આવે છે તો તેના ખતરાને ઘટાડી શકાય છે.
0 Response to "રહો એલર્ટઃ હવે આ રીતે પણ વેન્ટિલેશન વિનાના રૂમમાં પણ દૂર સુધી ફેલાય છે કોરોના વાયરસ"
ટિપ્પણી પોસ્ટ કરો