આ મહિનાથી એટીએમનો ચાર્જ વધ્યો, રૂપિયા કાઢવાનું પડશે મોંઘુ, જાણો શું છે નિયમ

ખિસ્સું ઢીલું કરવા માટે રહેજો તૈયાર, આ મહિનામાં ATM માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર આપવાનો રહેશે આટલો વધારે કીમત.

મોંઘવારીનો માર સહન કરી રહેલ સામાન્ય નાગરિકને હજી વધારે એક ઝાટકો લાગવાનો છે. આવનાર કેટલાક દિવસોમાં ATM માંથી પૈસા ઉપાડવા પણ મોંઘા થશે. હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)દ્વારા ATM ટ્રાન્જેકશન ચાર્જ વધારી દેવામાં આવ્યા છે. ફાઈનાન્શિયલ ટ્રાન્જેકશન ઈન્ટરચેંજ ફીસ ૧૫ રૂપિયાથી વધારીને ૧૭ રૂપિયા કરી દેવામાં આવી છે અને નોન ફાઈનાન્શિયલ ટ્રાન્જેકશનની ફીસ ૫ રૂપિયાથી વધારીને ૬ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આ નવા રેટ તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૧થી લાગુ થવા જઈ રહ્યા છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ ઈન્ટરચેંજ ફીસ એવી બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના માધ્યમથી વેપારીઓ પાસેથી વસુલવામાં આવનાર શુલ્ક છે.

image source

ATM માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા.

તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી ATM માંથી પૈસા ઉપાડવા પહેલાની તુલનાએ મોંઘુ થઈ જશે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી વધારે ATM ટ્રાન્જેકશન કરવા પર ૨૧ રૂપિયા સુધીનું શુલ્ક આપવું પડશે. RBIના નિયમો મુજબ, બેંક પોતાના ગ્રાહકો પાસેથી મહિનાના ૫ ટ્રાન્જેકશન પર કોઈ ચાર્જ લઈ શકશે નહી. એના કરતા વધારે ટ્રાન્જેકશન કરનાર ગ્રાહકોને ૨૦ રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડે છે. અન્ય બેંકોના ATM ઉપયોગ કરનાર ગ્રાહકોને મેટ્રો સીટીમાં ત્રણ ટ્રાન્જેકશન અને નોન મેટ્રો સીટીમાં ૫ ટ્રાન્જેકશન માટે કોઈ ચાર્જ આપવો પડશે નહી.

image source

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લાગુ કરવામાં આવેલ નોટીફીકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ATMની લેવડદેવડ માટે ઇન્ટરચેંજ ચાર્જમાં ફેરફાર ઓગસ્ટ, ૨૦૧૨માં કરવામાં આવ્યા હતા. જયારે ગ્રાહકો દ્વારા આપવામાં આવેલ ચાર્જ છેલ્લી વાર વર્ષ ૨૦૧૪માં સંશોધિત કરવામાં આવ્યા છે. આ મુજબ આ ચાર્જીસના ફેરફાર થયાને ઘણો સમય પસાર થઈ ગયો છે.

SBI બેસિક સેવિંગ્સ બેંક ડીપોઝીટ (BSBD) ખાતાધારકો માટે નવા સર્વિસ ચાર્જને તા. ૧ જુલાઈ, ૨૦૨૧થી લાગુ કરી દેવામાં આવ્યા છે. બેંક દ્વારા ATM માંથી પૈસા ઉપાડવા, ચેકબુક, મની ટ્રાન્સફર અને નોન ફાઈનાન્શિયલ ટ્રાન્જેકશન પર સર્વિસ ચાર્જ વધારવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો, જેને હવે રીઝર્વ બેંક દ્વારા દેશની તમામ બેંકો માટે લાગુ કરી દેવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે સામાન્ય નાગરિકોને હવે મોંઘવારીનો હજી એક વધારાના ઝાટકા માટે તૈયાર રહેવાની જરૂરિયાત છે. ખાસ કરીને ATM માંથી જયારે ૫ વાર કરતા વધારે પૈસા ઉપાડવામાં આવે છે.

Related Posts

0 Response to "આ મહિનાથી એટીએમનો ચાર્જ વધ્યો, રૂપિયા કાઢવાનું પડશે મોંઘુ, જાણો શું છે નિયમ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel