બાળકની માતા બનવા મહિલાએ જે કર્યું તે જાણીને તમને લાગશે નવાઈ, જુઓ કેવી રહી સફર
કહેવાય છે ને કે કોશિશ કરનારાની ક્યારેય હાર થતી નથી અને લહેરોથી ડરનારાની નૌકા પાર નથી થતી. આ વાત એનીના જીવનમાં ભરપૂર રીતે સાકાર થતી જોવા મળે છે. એનીએ કોલેજના પહેલા વર્ષમાં હતી ત્યારે જ લગ્ન કરી લીધા હતા અને લગ્ન પછી જીવનના સફરમાં તે એક બાળકની માતા બની. પરંતુ નસીબને ખબર નહીં શું મંજૂર હતું કે એનીના આ લગ્ન લાંબો સમય ટક્યા નહીં અને પછી તે અલગ થઈ. પોતાની અને બાળકની બંનેની જવાબદારી એની પર આવીચૂકી હતી.
પતિથી અલગ થયા બાદ તે તેના માતા પિતા પાસે આવી અને તેઓએ પણ તેને સાથે રાખવાની ના પાડી. આ સમયે તેણે તેના દાદીના ઘરે સહારો મેળવ્યો. આ સમયે તેની પાસે કોઈ કામ ન હતું. થોડી ઘણી આવક થાય તે માટે એનીએ લીંબુ પાણી વેચવાનું શરૂ કર્યું અને પોતાનો નાનો મોટો ખર્ચ કાઢી લેતી. પણ આ પૂરતું ન હતું. પણ એનીનું સપનું અલગ અને મોટું હતું. તેણે પોલિસને માટે ફોર્મ ભર્યા અને લીંબુ પાણી વેચવાની સાથે જ તે હવે સબ ઇન્સ્પેક્ટર પણ બની છે.

પોતાના દીકરાના પાલન માટે તેણએ સિંગલ મધર તરીકે આગળ વધવાનું નક્કી કર્યું અને અનેક પ્રકારના કામ પણ કર્યા. તે એક બેંકમાં સેલ્સપર્સન અને સાથે પોલિસી સેલરનું કામ પણ કરી ચૂકી હતી. તે કેરળના વર્કલા શહેરના મેદાનમાં લીંબુ પાણી વેચવા લાગી. અનેક વર્ષો બાદ એની એ જગ્યાએ સબ ઈન્સ્પેક્ટર બનીને પરત આવી. એનીએ આજે પોતાના જીવનને પહેલાથી વધારે સારું બનાવી દીધું છે અને સાથે અન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત પણ બની છે. તો જાણો એનીના જીવનની 5 મુખ્ય વાતો વિશે પણ.
એનીએ એકલી માતાના રૂપમાં રહેવા માટે એક પરમેનન્ટ જગ્યા શોધવામાં મુશ્કેલી અનુભવી હતી. તે ભાડાના ઘરની શોઘમાં સતત અહીં તહીં ભટકી રહી હતી. એટલું જ નહીં તે પોતાને અસામાજિક તત્વોથી બચાવવા અને લોકોની નજરથી બચવા માટે તેણે વાળ પણ નાના કરાવી લીધા હતા.

તેના સંઘર્ષને જોઈને એક સંબંધીએ તેને પોલીસ અધિકારીના પદ માટે અરજી કરવાનું સૂચન કર્યું અને પરીક્ષા માટે તેને પૈસા ઉધાર આપ્યા. એનીએ પરીક્ષા પાસ કરી અને 2016માં પોલીસ અધિકારી બની.
3 વર્ષના સમયમાં તેણે સબ ઈન્સ્પેક્ટરના પદની પરીક્ષા પણ પાસ કરી અને સાથે 18 મહિનાની તાલીમ બાદ 26 જૂનના વર્કલા પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનરી સબ ઈન્સ્પેક્ટરના રૂપમાં ફરજ બજાવવા લાગીય
એક વાતચીતમાં એનીએ કહ્યું કે તેને આઈપીએસ ઓફિસર બનીને તેના પિતાનું સપનું પૂરું કરવું હતું. તેણે મહેનત કરી અને અભ્યાસ પણ કર્યો પણ નોકરી મેળવવું તેનું લક્ષ્ય હતું. જીવનમાં પરિસ્થિતિ પર આંસુ સારીને બેસી રહેવાનો કોઈ ફાયદો નથી તે એની જાણતી હતી. પોતાની છલાંગ પોતે લગાવવાની રહે છે, જ્યાં સુધી હાર નથી મળતી ત્યાં સુધી આપણે નક્કી ન કરી લેવું કે આપણે હારી ગયા છીએ.

એનીએ દરેક મુશ્કેલીઓ હોવા છતાં સફળતાની મહાન ઉંચાઈઓને પાર કરી છે. આ સિવાય અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. એનીએ કહ્યું કે મેં આ લક્ષ્ય અન્ય દરેક બાધાઓની સાથે પાર પાડ્યું છે. મને જોઈને અન્ય મહિલાઓને આનંદ થાય છે અને સાથે તેઓ પણ પોતાના પગ પર ઊભા રહેવા માટે પ્રેરણા મેળવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "બાળકની માતા બનવા મહિલાએ જે કર્યું તે જાણીને તમને લાગશે નવાઈ, જુઓ કેવી રહી સફર"
ટિપ્પણી પોસ્ટ કરો