આખરે કરીના કપૂર ખાનના નાના દીકરાનો ફોટો આવી જ ગયો સોશિયલ મીડિયા પર, પણ તો ય ફેન્સના હાથે આવી નિરાશા
કરીના કપૂર ખાને થોડા મહિના પહેલા જ એક દીકરાને જન્મ આપ્યો છે. એક્ટ્રેસના બીજા દીકરાની ઝલક જોવા માટે ફેન્સ પણ હંમેશા બેકરાર રહ્યા છે. જો કે હાલમાં જ કરીનાના નાના દીકરાનું નામ કનફર્મ કરવામાં આવ્યું છે. કરીના અને સૈફ અલી ખાનના નાના દીકરાનું નામ જેહ છે. આજે ઇદના અવસર પર સારા અલી ખાને પોતાના સૌથી નાના ભાઈનો એક ખાસ ફોટો શેર કર્યો છે

સારા અલી ખાને બુધવારે ઇદના અવસર પર એક ફેમીલી ફોટો શેર કર્યો છે. આ ફોટામાં સારાની સાથે એમના પિતા સૈફ અલી ખાન, ભાઈ ઇબ્રાહિમ અલી ખાન અને તૈમુર દેખાઈ રહ્યા છે.

સારા અલી ખાન દ્વારા શેર કરવામાં આવેલા ફોટાની ખાસિયત એ છે કે સારાના ખોળામાં એમનો સૌથી નાનો ભાઇ દેખાઈ રહ્યો છે. હા સારા અલી ખાનના ખોળામાં કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના નાના દીકરા જેહ દેખાઈ રહ્યા છે. પણ આ વખતે પણ કરીના કપૂર ખાનના દીકરાને ફિલ્ટરની મદદથી ચહેરાને ઢાંકી દેવામાં આવ્યો છે.

સારા અલી ખાને ફોટો શેર કરતા ફેન્સને ઇદની શુભકામનાઓ પાઠવી છે. સારા અલી ખાને ઇદની શુભકામનાઓ આપતા કેપશનમાં લખ્યું છે કે ઈદ મુબારક, અલ્લાહ બધાને શાંતિ, ખુશહાલી અને સકારાત્મકતા આપે. આપના બધા માટે સારા દિવસોની આશા છે.
સારા અલી ખાને જે રીતે જેહનો ચહેરો છુપાવ્યો છે એનાથી ફેન્સ સોશિયલ મીડિયા પર જાત જાતના સવાલ કરી રહ્યા છે. આમ તો આ કોઈ પહેલો અવસર નથી જ્યારે કરીના કપૂર ખાનના દીકરા જેહ અલી ખાનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર સામે આવ્યો હોય અને એમાં એનો ચહેરો ઢાંકી દેવામાં આવ્યો હોય.
હંમેશની જેમ જ કરીના કપૂર ખાનના ફેન્સને જેહનો ન જોઈ શકવાના કારણે નિરાશા જ હાથમાં આવી છે. હાલમાં જ છોટે નવાબનું નામ રિવિલ કરી દેવામાં આવ્યું છે. જ્યારે સારા અલી ખાનના બાળપણનો ફોટો પણ સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો હતો. તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાન આ વખતે પોતાના બીજા દીકરાને મીડિયાથી એકદમ દૂર રાખ્યો છે. જ્યારે મોટા દીકરા તૈમુર અલી ખાનને એક્ટ્રેસે શરૂથી જ મીડિયાથી રૂબરૂ કરવી દીધા હતા.
0 Response to "આખરે કરીના કપૂર ખાનના નાના દીકરાનો ફોટો આવી જ ગયો સોશિયલ મીડિયા પર, પણ તો ય ફેન્સના હાથે આવી નિરાશા"
ટિપ્પણી પોસ્ટ કરો