જાણો ભૂતોના અસ્તિત્વ અંગે મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને શું કહ્યું હતું
ભૂતનું અસ્તિત્વમાં છે કે નહીં તે અંગે હંમેશા વિવાદ ચાલતો રહ્યો છે. જો તમે પણ ભૂત પ્રેતમાં વિશ્વાસ રાખો છો, તો પછી તમે આવું કરવાવાળા એકલા નથી. તમને જણાવી દઈએ કે વિશ્વની ઘણી સંસ્કૃતિઓમાં લોકો આત્માઓ અને મૃત્યુની સાથે અન્ય દુનિયામાં રહેતા લોકો પર ભરોશો રાખે છે. જો કે, ભૂત પર વિશ્વાસ કરવો એ વિશ્વની સૌથી વધુ માનવામાં આવતી પેરાનોર્મલ પ્રવૃત્તિઓમાંની એક છે. દરરોજ હજારો લોકો ભૂતની વાર્તાઓ વાંચે છે અને તેના બનેલી મૂવીઝ જુએ છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે ભૂતોના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે વિજ્ઞાન શું માને છે?

વર્ષ 2019માં કરાયેલા એક સર્વેમાં એ વાત સામે આવી છે કે અમેરિકામાં 46 ટકા લોકો ભૂત પર વિશ્વાસ કરે છે. તે જ સમયે, આ સર્વેક્ષણના 7 ટકા લોકોએ માન્યું હતું કે તેઓ વેમ્પાયર્સમાં પણ માને છે. ચાલો તમને જણાવી દઈએ કે દરેક ધર્મ અને સાહિત્યમાં ભૂતની કથાઓ જોવા મળે છે. ઘણા લોકો પેરાનોર્મલ વસ્તુઓમાં વિશ્વાસ કરે છે અને મૃત્યુ પછીના જીવનમાં વિશ્વાસ કરે છે. તેઓ મૃત્યુની નજીક પાછા આવવાના અને મૃત લોકોના આત્મા સાથે વાત કરવાના તેમના અનુભવો શેર કરે છે. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવી નામાંકિત યુનિવર્સિટીઓમાં ભૂત ક્લબ બનેલી છે.

ભૂત અને આત્માઓનો અભ્યાસ કરવા માટે 1882માં સોસાયટી ફોર ફિજિકલ રિચર્સની રચના કરવામાં આવી હતી. ઈલેનોર સિડવિક નામની સ્ત્રી આ સોસાયટીની પ્રમુખ અને ઈન્વેસ્ટર હતી. સિડવિકને અસલી પીમેલ ઘોસ્ટબસ્ટર કહેવામાં આવતી. અમેરિકામાં 1800ના દાયકાના અંતમાં, ભૂત પર ઘણું સંશોધન અને કાર્ય કરવામાં આવ્યું. પરંતુ પાછળથી તે બહાર આવ્યું હતું કે તેના મુખ્ય તપાસનીશ હેરી હોડિની એક ફ્રોડ છે.

આમ તો વૈજ્ઞાનિક ધોરણે ભૂત પર સંશોધન કરવું મુશ્કેલ બને છે. કારણ કે આ પ્રકારની પ્રવૃત્તિમાં વિચિત્ર અને અણધારી ઘટનાઓ બને છે. ઉદાહરણ તરીકે, દરવાજા જાતે ખુલી જવો અને બંધ થઈ જવો, કોઈ મૃત સંબંધીને જોવો, ચાવી ગાયબ થઈ જવી, રસ્તા પર પડછાયાઓ દેખાવો વગેરે. વર્ષ 2016માં સમાજશાસ્ત્રીઓ ડેનિસ અને મિશેલ વાસ્કુલે ભૂત પર એક બુક લખી હતી જેનું નામ હતું, Ghostly Encounters: The Hauntings of Everyday Life. આ પુસ્તકમાં ભૂત પર ઘણા લોકોના અનુભવો વિશેની વાર્તાઓ હતી. આ પુસ્તકમાં એવું બહાર આવ્યું છે કે ઘણા લોકોને ખાતરી હોતી નથી કે તેઓએ ખરેખર ભૂત જોયું છે. કારણ કે જે પ્રકારની વસ્તુઓ તેઓએ જોઇ છે તે પરંપરાગત ભૂતની તસવીરો સાથે મેળ ખાતી નથી.

મોટાભાગના લોકો એમ પણ માનતા હતા કે તેઓએ એવી વસ્તુઓ અને ઘટનાઓ અનુભવી છે જેની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. લોકો ભૂતને પોતાની રીતે નામ આપે છે, જેમ કે પોલ્ટરર્જિસ્ટ્સ એટલે કે અર્થ ડરતો ભૂતો, રેસીડ્યૂલ હોટિંગ્સ જેનો અર્થ છે અવશિષ્ટ ભૂત, ઈન્ટેલિજેંટ સ્પિરિટ્સ એટલે કે બુદ્ધિશાળી આત્માઓ અને પીપુલ એટલે કે પડછાયા જેવા દેખાતા ભૂત. આ નામો સાંભળ્યા પછી, એવું લાગે છે કે માણસોએ ભૂતની ઘણી પ્રજાતિઓ પણ બનાવી છે. ભૂતનાં આ નામ જુદા જુદા વ્યક્તિ પ્રમાણે બદલાતા રહે છે.

વિજ્ઞાન મુજબ, જ્યારે આપણે ભૂત વિશે વિચારીએ છીએ, ત્યારે આપણા મગજમાં સૌથી પહેલી વાત આવે છે કે તે પદાર્થ છે કે નહીં? શું તેઓ જાતે જ દરવાજા ખોલી અથવા બંધ કરી શકે છે? શું ભૂત એક ઓરડામાંથી બીજા ઓરડમાં કંઈક ફેંકી શકે છે? ભૂતને લગતી આ બાબતોને લઈને ઘણા વિવાદો છે. જો આપણે ભૌતિકશાસ્ત્રના સૂત્રથી તાર્કિક રીતે જોઈએ, તો પછી સવાલ ઉભો થાય છે કે જો ભૂત માનવ આત્મા છે, તો તે કપડાંમાં કેમ દેખાય છે? શા માટે તેમના હાથમાં લાકડીઓ, ટોપીઓ અને કપડાં છે?

ભૂતને પકડવા અથવા મારવા વાળા એટલે કે હંટર્સ કેટલાય પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ભૂત અને આત્માઓની હાજરી શોધવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરે છે. અત્યાધુનિક મશીનોનો ઉપયોગ ભૂતને જોવા માટે અને તેમની હાજરી તપાસવા માટે કરવામાં આવે છે. આ મશીનોમાં સૌથી સામાન્ય છે ગિગર કાઉન્ટર્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ ડિટેક્ટર્સ, આયન ડિટેક્ટર્સ, ઇન્ફ્રારેડ કેમેરા અને સેંસેટિવ માઇક્રોફોન. પરંતુ આજદિન સુધી ભૂતોને આમાંથી કોઈ પણ સાધનનો ઉપયોગ કરીને ભૂતને પકડવામાં આવ્યુ નથી અથવા જોવામાં આવ્યું નથી. સદીઓથી, એવું માનવામાં આવે છે કે ભૂતની હાજરીમાં આગની જ્વાળાઓ વાદળી થઈ જાય છે. પરંતુ એલપીજી ગેસ મોટે ભાગે બ્લુ લાઈટ બહાર કાઢે છે, તો શું ભૂત સિલિન્ડરમાંથી બહાર આવે છે અથવા ભૂત તમારા રસોડામાં રહે છે?

આજના સમયમાં, વૈજ્ઞાનિકો માને છે કે હાલમાં એવી કોઈ તકનીક નથી, જેમાં ભૂતની હાજરી અથવા તેનું કદ, વર્તન શોધી શકાય. પરંતુ સવાલ એ પણ ઉભો થાય છે કે લોકોને હંમેશા ફોટોગ્રાફ્સ અથવા વીડિયોમાં બેક ગ્રાઉન્ડમાં ભાગતા, હસતા અને ડરતા ભૂત કેવી રીતે દેખાય જાય છે? જો ત્યાં ભૂત હોય, તો પણ વિજ્ઞાનીઓને તેમની તપાસ માટે મજબૂત પુરાવાની જરૂર છે, જે અત્યારે નથી.

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ભૂતોના અસ્તિત્વ પર આધુનિક ભૌતિકશાસ્ત્રનો સિદ્ધાંત પણ આપ્યો, જેને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે. આ નિયમ મુજબ ઉર્જા ન તો બનાવી શકાય છે ન તો નાશ કરી શકાય છે. તે ફક્ત તેનું સ્વરૂપ બદલી શકે છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે શરીરમાંથી બહાર નીકળતી ઉર્જાનું શું થાય છે? શું શરીરમાંથી બહાર નીકળતી ઉર્જા તેના સ્વરૂપમાં ફેરફાર કરે છે? શું મૃત્યુ પછી શરીરની શક્તિ સમાપ્ત થાય છે અથવા તે બીજે ક્યાંક ચાલી જાય છે?

જો કે, તમારે આલ્બર્ટ આઈન્સ્ટાઇનની કોઈપણ જટિલ સિદ્ધાંતોમાં ડૂબવાની જરૂર નથી. જવાબ એકદમ સરળ છે. તમારા શરીરના મૃત્યુ પછી, તેની ઉર્જા બહાર આવે છે અને આસપાસના વાતાવરણમાં ભળી જાય છે. શરીર તે પ્રાણીઓનો ખોરાક બની જાય છે જેઓ તેમને ખાવા માંગે છે. કારણ કે મોટાભાગના જીવોના શરીરને મૃત્યુ પછી એમ જ છોડી દેવામાં આવે છે. આવા શરીર કિડા-મકોડા, મૃત શરીર ખાનારા જીવો અને છોડ- ઝાડ માટેનું ભોજન બને છે.

તમને જણાવી દઈએ કે આવી કોઈ શારીરિક ઉર્જા નથી, જે મૃત્યુ પછી પણ શરીરમાં રહે. કોઈ ભૂત પકડનાર, તાંત્રિક કે ભૂતનો શિકારી તેને જોઈ શકતો નથી અને રોકી શકતો નથી. આવા લોકો પોતાને અલૌકિક માને છે અને એવું કામ કરે છે જેમકે તેઓએ કોઈ ભૂત જોયું હોય અથવા પકડ્યું હોય. કારણ કે શરીરમાંથી નીકળતી ઉર્જા આ બ્રહ્માંડમાં એટલી નાની અને ઓછી હોય છે કે તે પકડાતી નથી. આપણા વાતાવરણમાં આવી ઉર્જાની કમી નથી.

ભૂત ખરેખર શું છે તે વિશે વૈજ્ઞાનિક રૂપે હજી સુધી કંઈપણ શોધી શકાયું નથી. આના માટે નિયંત્રિત વાતાવરણમાં પ્રયોગ કરવાની જરૂર છે. પરંતુ તે લોકોની મદદની જરૂર નથી જેઓ પોતાને ઘોસ્ટ હન્ટર, તાંત્રિક કહીને લોકોને મૂર્ખ બનાવે છે. ભૂત વિશે અત્યાર સુધી કંઈપણ જાણતા ન હોવા પાછળ બે કારણો હોઈ શકે છે, પહેલું એ છે કે ભૂતનું અસ્તિત્વ નથી. આ લોકોના મગજની વાત છે. બીજું ભૂત છે પરંતુ આપણી પાસે વૈજ્ઞાનિક પદ્ધતિઓ નથી, જે તેમના અસ્તિત્વની પુષ્ટિ કરી શકે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "જાણો ભૂતોના અસ્તિત્વ અંગે મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને શું કહ્યું હતું"
ટિપ્પણી પોસ્ટ કરો