દિલ્હી હાઇકોર્ટમાં પ્રાઇવસી પોલિસી અંગે WhatsAppએ આપ્યો એવો જવાબ કે કરોડો ગ્રાહકોના ધબકારા વધી ગયાં!
વોટ્સએપ પ્રાઈવર્સી પોલીસીને લઈને સતત સવાલ ઉઠતા રહે છે. શુક્રવારે, દિલ્હી હાઈકોર્ટે વોટ્સએપ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તમારા પર આરોપ છે કે તમારી ગોપનીયતા નીતિ યુરોપ માટે અલગ છે અને ભારત માટે અલગ છે. આ જ સવાલ તમને પૂછવામાં આવી રહ્યો છે. શું તમે આ સવાલનો જવાબ ક્યાંય આપ્યો છે? શું આ પિટિશનમાં ક્યાંય કહ્યું છે? કોર્ટે કહ્યું કે આ એક અડચણ છે. તમે શું ક્યાંય એવું કહ્યું છે કે બંને વચ્ચે કોઈ ફરક નથી?

આનો જવાબ આપતા વોટ્સએપએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે ડેટા પ્રોટેક્શન બિલ લાગુ થાય ત્યાં સુધી તે નવી ગોપનીયતા નીતિ અપનાવવા માટે યુઝરોને દબાણ કરશે નહીં અને આ નીતિને સ્થગિત કરી દેવામાં આવશે અને સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવશે પછી જ અમલમાં મૂકવામાં આવશે.
વ્હોટ્સએપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, અમે આ નીતિ પર સ્ટે આપવાની આપમેળે સંમતિ આપી છે. અમે લોકોને તે સ્વીકારવા દબાણ નહીં કરીએ. સાલ્વેએ કહ્યું કે WhatsApp તેના યુઝરોને અપડેટ્સનો વિકલ્પ બતાવશે. આ તરફ કોર્ટે કહ્યું કે તેનો અમલ અટકી ગયો હોવા છતાં પોલીસી હજી અસ્તિત્વમાં છે.

વોટ્સએપ વતી સાલ્વેએ કહ્યું કે પહેલા સંસદને પર્સનલ પ્રોટેકશન બિલ રજૂ કરવાની છૂટ આપવામાં આવે. જો તે મને મારી નીતિની મંજૂરી આપે છે, તો હું ભારતમાં કામ કરીશ, નહીં તો હું મારી દુકાન બંધ કરીશ. પરંતુ જ્યાં સુધી સંસદ કાયદો નહીં બનાવે ત્યાં સુધી તેના પર દબાણ કેમ મૂકવામાં આવી રહ્યું છે.
કોર્ટે કહ્યું, “તમે તેનો અમલ કરી શકશો નહીં પરંતુ નીતિ હજી પણ અસ્તિત્વમાં છે અને તે કોઈ પણ દિવસ પાછી આવી શકે છે.” સામે સાલ્વેએ કહ્યું હતું કે જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ કાયદાનું સ્વરૂપ લે નહીં ત્યાં સુધી કંપની આ નિયમને વળગી રહેશે. તેમણે કહ્યું, ‘વચન આપું છું કે જ્યાં સુધી સંસદ આ અંગે કાયદો નહીં બનાવે ત્યાં સુધી હું કંઈપણ કરીશ નહીં.

પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા કોઈપણ વ્યક્તિના ડેટાના ઉપયોગના નિયમનથી સંબંધિત છે. આ બિલની તપાસ કરતી સંસદની સંયુક્ત સમિતિને તેનો અહેવાલ સુપરત કરવા ચોમાસુ સત્ર સુધીનો સમય આપવામાં આવ્યો છે. ફેસબુક અને તેની સહાયક કંપની વોટ્સએપ દ્વારા વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ અંગે કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) ના તપાસના આદેશને રોકવાનો ઇનકાર કરવા વિરુદ્ધ કોર્ટ ફેસબુક અને તેની સહાયક કંપની વોટ્સએપ દ્વારા અપીલની સુનાવણી કરી રહી છે. ગયા મહિને વોટ્સએપે તપાસ પર વચગાળાના સ્ટેની માંગ સાથે આ એપ્લિકેશન આપી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "દિલ્હી હાઇકોર્ટમાં પ્રાઇવસી પોલિસી અંગે WhatsAppએ આપ્યો એવો જવાબ કે કરોડો ગ્રાહકોના ધબકારા વધી ગયાં!"
ટિપ્પણી પોસ્ટ કરો