આલિશાન ઘર અને કરોડોની સંપત્તિની માલિક છે દેશી ગર્લ, આવી છે લાઇફસ્ટાઇલ.
પ્રિયંકા ચોપરાનું નામ બોલીવુડની એ અભિનેત્રીઓમાં સામેલ છે જેને ઘણી મહેનત કરીને પોતાની અલગ ઓળખ બનાવી છે. જમશેદપુરથી બોલિવુડ અને પછી હોલીવુડ સુધીનો સફર નક્કી કરનારી પ્રિયંકાએ પોતાની સફળતાથી દુનિયાની ઘણી બધી મહિલાઓને આગળ વધવાની પ્રેરણા આપી છે. વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને ભારતનું નામ રોશન કરનારી પ્રિયંકાએ જ્યારે બોલીવુડમાં પગ મૂક્યો તો લોકોએ એમના બાકીની અભિનેત્રીઓની જેમ જ સમજ્યા. એ સમયે કોઈ નહોતું જાણતું કે એક દિવસ પ્રિયંકા સફળતાનું આ સ્થાન મેળવશે જ્યાં પહોંચવા માટે અમુક લોકો ફક્ત કલ્પના કરી શકે છે.
આજે પ્રિયંકા બોલીવુડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંથી એક છે જેમને પોતાની ફિલ્મમાં લેવા માટે નિર્દેશક નિર્માતાઓ પરેશાન રહે છે. તો હોલીવુડમાં પણ પ્રિયંકા મોટું નામ બમિ ચુકી છે. દેશી ગર્લ કહેવાતી પ્રિયંકાએ પોતાના કરિયરમાં ઘણા મહત્વપૂર્ણ એવોર્ડ્સ જીત્યા છે જેમાં નેશનલ અને પાંચ કેટેગરીમાં ફિલ્મફેર એવોર્ડ સામેલ છે. પ્રિયંકા ફિલ્મોમાંથી જબરદસ્ત કમાણી કરે છે અને એ ખૂબ જ મોંઘી વસ્તુઓની શોખીન છે તો ચાલો આજે જાણી લઈએ કે કેટલા કરોડની માલકીન છે પ્રિયંકા ચોપરા અને શું છે એમના મોંઘાદાટ શોખ.
દેશી ગર્લ ખૂબ જ લકઝરીયસ લાઈફ જીવે છે..એક રિપોર્ટ અનુસાર પ્રિયંકા ચોપરા લગભગ 30 મિલિયન ડોલર એટલે કે 225 કરોડ રૂપિયાની માલકીન છે. એક મહિનામાં પ્રિયંકા લગભગ દોઢ કરોડ રૂપોય કમાય છે અને આખા વર્ષમાં એ લગભગ 18 કરોડથી વધુ કમાણી કરી લે છે. પ્રિયંકાનું મુંબઈમાં.જુહુમા એક આલિશાન ઘર છે જેની કિંમત 100 કરોડ રૂપિયા છે. ફક્ત ભારતમાં જ નહીં અમેરિકામાં પણ એ રક શાનદાર બંગલાની માલકીન છે.
આલિશાન બંગલાની સાથે સાથે પ્રિયંકા મોંઘી ગાડીઓની પણ શોખીન છે. એમની પાસે રોલ્સ રોયસ લકઝરી કાર છે જેની કિંમત 2. 5 કરોડ રૂપિયા છે. એની પાસે મર્શિડીઝ બેંજ એસ કલાસ પણ છે અને એની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા ચેમ એ સિવાય પ્રિયંકા પાસે બીએમડબલ્યુ અને પોર્શ જેવી ગાડીઓ પણ છે.
વર્ષ 2018માં ફોર્બ્સ લિસ્ટમાં પ્રિયંકા ચોપરાને 100 સૌથી શક્તિશાળી મહિલાઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી. પ્રિયંકા ફિલ્મો અને એડ ફિલ્મ્સમાંથી જબરજસ્ત કમાણી કરે છે. એમનું એક પ્રોડક્શન હાઉસ છે પર્પલ પેબલ્સ પિકચર્સ જેનાથી પ્રિયંકા કરોડો રૂપિયાની કમાણી કરે છે. પ્રિયંકા ચોપરા એક ફિલ્મ માટે લગભગ 12 15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
પ્રિયંકાએ ન્યુયોર્કમાં આ વર્ષે પોતાનું એક રેસ્ટોરેન્ટ ખોલ્યું છે જ્યાં ભારતીય વ્યંજનો પીરસવામાં આવે કે. એ બે વાર ખુદ એના રેસ્ટોરેન્ટમાં જઈ ચુકી છે અને સ્વાદિષ્ટ ભોજનનો આંનદ લઈ ચુકી છે. ફિલ્મોની વાત કરીએ તો પ્રિયંકા હોલીવુડ ફિલ્મોમાં ખૂબ જ એક્ટિવ છે અને ઘણા પ્રોજેક્ટ્સનો ભાગ બની ચૂકી છે. બહુ જલ્દી પ્રિયંકા મેટ્રિક્સની સિરીઝમાં પણ દેખાશે.
0 Response to "આલિશાન ઘર અને કરોડોની સંપત્તિની માલિક છે દેશી ગર્લ, આવી છે લાઇફસ્ટાઇલ."
ટિપ્પણી પોસ્ટ કરો