દીકરી શ્વેતા નંદા સહિત અમિતાભ બચ્ચન પહોંચ્યા હોસ્પિટલમાં, અભિષેક બચ્ચન છે એડમિટ.
રક્ષાબંધન પર હિન્દી સિનેમાના સ્ટાર્સે પણ પોતાના ભાઈ બહેન સાથે સરસ સેલિબ્રેશન કર્યું. પણ બચ્ચન પરિવાર માટે આ તહેવાર એટલો સુખદાયક ન રહ્યો. જાણકારી અનુસાર અભિષેક બચ્ચનને ઇજા થવાના કારણે એ હોસ્પિટલમાં એડમિટ છે અને એમને જોવા માટે એમની બહેન શ્વેતા નંદા અને પિતા અમિતાભ બચ્ચન રવિવારે સાંજે હોસ્પિટલમાં પહોંચ્યા.બચ્ચન પરિવારના સૂત્રો અનુસાર અભિષેક બચ્ચનને પોતાની નવી ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજા પહોંચી છે. જો કે ઇજા ગંભીર નથી પણ તો ય ડોકટરોએ એમને આરામ કરવાની સલાહ આપી છે. ગયા અઠવાડિયે જ અભિષેકે એમના કરિયરની બીજી ફિલ્મ તેરા જાદુ ચલ ગયાના 21 વર્ષ પુરા થવાના અવસર પર એક નવી ફિલ્મનું શુટીંગ શરૂ કર્યું છે. આ ફિલ્મ તમિલ થ્રિલર ઑથ્થા સેરુપપુ સાઈઝ 7ની હિન્દી રિમેક તરીકે બની રહી છે.

અને એના શૂટિંગ માટે અભિષેક બચ્ચન ગયા અઠવાડિયે ચેન્નઈમાં હતા. આ ફિલ્મની હિન્દી રિમેકમાં અભિષેક બચ્ચન એ જ પાત્ર ભજવવા જઈ રહ્યા છે જે મૂળ ફિલ્મમાં પાર્થિપને કર્યું હતું. પાર્થિપનએ મૂળ ફિલ્મમાં લીડ રોલ કરણ સિવાય એને લખી અને નિર્દેશિત પણ કરી છે. ફિલ્મના નિર્માતા પણ પાર્થિપન જ હતા. હવે એની હિન્દી રિમેકમાં અભિનય કરવા સિવાય અભિષેક બચ્ચન પણ એના પ્રોડ્યુસર જાતે જ બન્યા છે.

અભિષેક બચ્ચન જ્યારે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં પહોંચયક તો પ્રત્યક્ષદર્શીયો અનુસાર એમના એક હાથમાં પાટા બાંધેલા હતા અને એમને એમના હાથને ગળામાં રાખેલા પટ્ટાના સહારે ટેકવેલો હતો. જો કે અભિષેક બચ્ચનના ચહેરા પર કોઈ પ્રકારની પીડા કે તકલીફના ભાવ નહોતા દેખાયા પણ માનવામાં આવે છે કે એમની ઇજા ફિલ્મની શૂટિંગ કરવા દરમિયાન થઈ હતી. એ વિશે બચ્ચન પરિવારે કોઈ પ્રકારનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ હજી સુધી સામે નથી આવ્યું.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન બન્ને હાલના દિવસોમાં પોતામાં કરીયરને નવેસરથી સુધારવાના પ્રયત્નમાં લાગેલા છે. અભિષેક બચ્ચન અનુરાગ કશ્યપની ફિલ્મ મનમરજીયાથી પોતાના કરિયરની સેકન્ડ ઇનિંગ્સ શરૂ કરી છે. એમની એક્ટિંગને લોકોએ એ પછી લુડો અને ધ બિગ બુલમાં પણ પસંદ કરી છે. 45 વર્ષના થઈ ચૂકેલા અભિષેક બચ્ચન હવે બહુ સિલેકટેડ ફિલ્મો જ કરી રહ્યા છે અને એવી ફિલ્મો કરી રહ્યા છે જેમાં ગ્લેમર હોય કે ન હોય પણ અભિનેતા તરીકે એમને કંઈક કરવા જરૂર મળે.એમની આવનારી ઓછા માં ઓછી બે હિન્દી ફિલ્મો બોબ બીસ્વાસ્ અને દસવી આ જ પ્રકારની ફિલ્મો છે.

તો ઐશ્વર્યા રાય બચ્ચન પણ ચર્ચિત નિર્દેશક મનીરતન્મની ફિલ્મ પોન્નીયીન સેલવનનું પોતાનું બાકીનું કામ શરૂ કરી ચુકી છે. દક્ષિણ ભારતમાં ફિલ્મનું લાબું શિડયુલ પૂરું કર્યા પછી હાલમાં જ ફિલ્મમેકર્સે ફિલ્મનું ઘણું બધું શૂટિંગ બૂંદેલખંડ વિસ્તારમાં શરૂ કર્યું હતું. આ શિડયુલમાં ઐશ્વર્યા બચ્ચન પણ સામેલ થઈ. જણાવવામાં આવે છે કે એ દરમિયાન ઓરછાના કિલ્લા અને અન્ય વિસ્તારમાં ફિલ્મના અમુક મહત્વપૂર્ણ દ્રશ્ય શૂટ કરવામાં આવ્યા છે.
0 Response to "દીકરી શ્વેતા નંદા સહિત અમિતાભ બચ્ચન પહોંચ્યા હોસ્પિટલમાં, અભિષેક બચ્ચન છે એડમિટ."
ટિપ્પણી પોસ્ટ કરો