ભુજ ફિલ્મમાં ભલા મોરી રામા..ગીતનો વિરોધ કરી રહ્યા છે અરવિંદ વેગડા, કહ્યું…

અજય દેવગણની ફિલ્મ ભુજ રિલીઝ થતા પહેલા વિવાદમાં આવી છે. આ ફિલ્મના એક ગીતને લઈને આ વિરોધ સામે આવ્યો છે. આ વખતે અજય દેવગણની ફિલ્મના મેકર્સ વિરુદ્ધ ગુજરાતી લોક ગાયક અરવિંદ વેગડા મેદાને ઉતર્યા છે. તેમણે એક ગીતને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે ભુજ ફિલ્મ ગુજરાતના કચ્છમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં ભાઈ ભાઈ ભલામોરી રામા… ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે અરવિંદ વેગડાનું કહેવું છે કે ફિલ્મ ભુજ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મમાં ગુજરાતી ગીતકારોને જાણ કર્યા વિના અને તેમને ક્રેડિટ આપ્યા વિના આ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મામલે ભાઈ ભાઈ ગીત ફેમ અરવિંદ વેગડાએ ટી-સિરીઝ સામે રોષ વ્યકત કર્યો છે.

image source

ગુજરાતી લોક ગાયક અરવિંદ વેગડાનું કહેવું છે કે’ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ ફિલ્મના નિર્માતાઓએ ભલા મોરી રામા ગીતનો ઉપયોગ કરવા બદલ ભવાઈ લોક થિયેટર અને નાયક સમુદાયને ગીતનો ઉપયોગ કરવા બદલ શ્રેય આપવો જોઈએ. અરવિંદ વેગડાનું કહેવું છે કે આ ગીતની કડીનો ઉપયોગ ફિલ્મ મેકર્સે તેની જાણ બહાર કર્યો છે અને તેની ક્રેડિટ પણ આપવામાં આવી નથી. આ કારણે અરવિંદ વેગડા હવે ભુજ ફિલ્મના મેકર્સ અને ટી સીરિઝ સામે લાલઘુમ થયા છે અને લડી લેવાની વાત કરી છે.

image source

અરવિંદ વેગતાએ ગીત વિશે કહ્યું હતું કે ભાઇ ભાઇ – ભલા મોરી રામ ગીત 13 મી સદીના ગુજરાતનું એક નાટક સ્વરૂપ છે જે લુપ્ત થઇ ગયું હતું અને તેમણે વર્ષ 2011 માં સંશોધન કર્યા બાદ તેને ફરીથી લોકપ્રિય બનાવવામાં મદદ કરી હતી અને તેને ફરી એક અલગ ટચ સાથે લોન્ચ કર્યું હતું. જે લોકોને ગમ્યું છે અને તે વિશ્વભરમાં લોકપ્રિય થયું. આ ગીત પછી અરવિંદ વેગડાની લોકપ્રિયતા પણ વધી હતી.

image source

અરવિંદ વેગડાના જણાવ્યાનુસાર કોઈ પણ ફિલ્મ નિર્માતાએ તેમને ક્રેડિટ આપ્યા વિના આ ગીતનો ઉપયોગ કર્યો હોય તે પ્રથમ વખત નથી બન્યું. આ પહેલા સંજય લીલા ભણસાલીએ ‘રામ લીલા’માં તેનો ઉપયોગ કર્યો હતો. ત્યારે પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો પણ ત્યારે વધારે કંઈ કરી શકાયું નહીં પરંતુ જે ભૂતકાળમાં થયું તે ભવિષ્યમાં નહીં થાય તે માટે તેઓ અવાજ ઉઠાવવાનું ચાલું રાખશે.

image source

અરવિંદ વેગડાનું એવું પણ કહેવું છે કે, જૂના પરંપરાગત વારસાનો પણ જો ફિલ્મોમાં ઉપયોગ કરવામાં આવે તો તેમને યોગ્ય શ્રેય મળવો જોઈએ અને આવું નહીં થાય ત્યાં સુધી તેઓ તેનો વિરોધ ચાલુ રાખશે. તેમણે ઉમેર્યું હતું કે ભવાઈનું ફોર્મેટ મનોરંજક છે પરંતુ તેની સાથે એક મેસેજ પણ જોડાયેલો હોય છે. હવે આ ગીત રિલીઝ થયું છે તે તેઓ જાણવા ઈચ્છે છે કે ફિલ્મમાં તેનો ઉપયોગ કયા સંદર્ભમાં થાય છે.

0 Response to "ભુજ ફિલ્મમાં ભલા મોરી રામા..ગીતનો વિરોધ કરી રહ્યા છે અરવિંદ વેગડા, કહ્યું…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel