આ વર્ષે નથી ભદ્ર કાળ, જાણો ભાઈને રાખડી બાંધવાનું શૂભ મૂહુર્ત
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. બહેનો આ દિવસે ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. આ પછી, તે તેના ભાઈની આરતી ઉતારે છે અને તિલક કરે છે અને રક્ષણનું વચન લે છે. આ વર્ષે રાખીનો તહેવાર 22 ઓગસ્ટ, રવિવારે છે. આ વર્ષે પૂર્ણિમાની તારીખ 21મી ઓગસ્ટની સાંજથી શરૂ થશે અને 22મી ઓગસ્ટે સૂર્યોદય સમયે પૂર્ણિમા હશે.

શાસ્ત્રોમાં ભદ્રા રહિત સમયગાળામાં જ રાખડી બાંધવાની પરંપરા છે. ભદ્ર રહિત સમયગાળામાં રાખડી બાંધવાથી, સૌભાગ્યમાં વધારો થાય છે. આ વખતે રક્ષાબંધન પર કોઈ ભદ્રા કાલ નથી. હિન્દુ કેલેન્ડર મુજબ, ભદ્રાને તે અશુભ સમયગાળો માનવામાં આવે છે જેમાં કોઈ પણ શુભ કાર્ય પર પ્રતિબંધ છે.

નોંધનિય છે કે, આ વર્ષે તિથિ, નક્ષત્રના વિચિત્ર સંયોગ છે જેના પગલે જનોઈ બદલવાને મુદ્દે લોકોમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે. નોંધનિય છે કે, શનિવારે નાળીયેરી અને વ્રતની પૂનમ તો બીજી તરઉ સૂર્યોદય તિથિમાં રવિવારે રક્ષાબંધનની ઉજવણી કરવાનો મત જ્યોતિષી, બ્રાહ્મણ સમુદાયના અગ્રણીઓ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે બ્રાહ્મણોના મત પ્રમાણે, દર વર્ષે શ્રાવણી ર્પૂણિમાએ જનોઈ બદલવાની ક્રિયા, રાખડી બાંધવાના મૂહુર્ત માટે નક્ષત્ર, તિથિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષે સામાન્યપણે બ્રાહ્મણો શ્રાવણી ર્પૂણિમાના સવર્ણ નક્ષત્રમાં જનોઈ બદલે છે, જો કે, આ વર્ષે સવર્ણ નક્ષત્ર શનિવારે રાત્રિએ 8.23 વાગ્યે જ પૂરૃ થતું હોવાના કારણે જનોઈ બદલવા મુદ્દે મતભેદ સામે આવી રહ્યો છે. નોંધનિય છે કે, વ્રતની પૂનમ પાળનારાઓએ શનિવારે અને અન્યોએ રવિવારે જનોઈ બદલવી જોઇએ એવો મત જ્યોતિષીઓ આ વર્ષે આપી રહ્યા છે.

તો બીજી તરફ કેટલાક જ્યોતિષાચાર્યોના મતે, શનિવારે સાંજે 07.02 વાગ્યાથી રવિવારે સાંજે 05.33 વાગ્યા સુધી ર્પૂણિમા છે. તો બીજી તરફ જનરલ પંચાગમાં સાહિત્ય પૂજન, રક્ષાબંધન, શુક્લ, શ્રાવણી ર્પૂણિમા રવિવારે હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, જનોઈ બદલવા માટે મહત્વનું એવું સવર્ણ નક્ષત્ર શનિવારે રાત્રિએ 08.23 વાગ્યે પૂરૃ થઇ જાય છે. નોંધનિય છે કે, વ્રતની ર્પૂણિમા અને નાળીયેરી ર્પૂણિમા શનિવારે જ છે. તમને જણાવી દઈએ કે, આવા સંજોગોમાં જે લોકો વ્રતની પૂનમ પાળે છે, ચંદ્રદર્શનની ક્રિયા કરે છે તેઓએ શનિવારે જનોઈ બદલવી જોઇએ. જ્યારે અન્ય લોકોએ રવિવારે રક્ષાબંધન નિમિત્તે જનોઈ બદલવી જોઇએ તેવુ જ્યોતિષાચાર્યો કરી રહ્યા છે.
રાખડી બાંધવાનો સમય

આ વર્ષે ભદ્રકાલ ન હોવાથી, તમે દિવસભર ગમે ત્યારે રાખડી બાંધી શકો છો. સૌથી શુભ સમય બપોરે 12 થી 12:30 સુધી જણાવવામાં આવી રહ્યો છે. આમ તો, તમે સવારે 5 થી સાંજના 5:30 વાગ્યા સુધી ગમે ત્યારે રાખડી બાંધી શકો છો.
રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ

રાજસૂય યજ્ઞ વખતે દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને રક્ષા દોરા તરીકે પોતાના પાલવનો ટુકડો બાંધી દીધો હતો. ત્યારથી બહેનો દ્વારા ભાઈને રાખડી બાંધવાની પરંપરા શરૂ થઈ. બ્રાહ્મણો તેમના યજમાનોને રાખડી બાંધીને તેમની મંગલકામના કરવામાં આવે છે. આ દિવસે વેદપતિ બ્રાહ્મણો યજુર્વેદના પાઠનો પ્રારંભ કરે છે. તેથી, આ દિવસે શિક્ષણ શરૂ કરવું સારું માનવામાં આવે છે.

રક્ષાબંધનનો તહેવાર કેવી રીતે ઉજવવો
થાળીમાં રોલી, ચંદન, અક્ષથ, દહીં, રક્ષાસૂત્ર અને દહીં મૂકો.
તેમજ ઘીનો દીવો રાખવો, જેનાથી ભાઈની આરતી કરવી જોઈએ.
સૌ પ્રથમ રક્ષાસૂત્ર અને પૂજાની થાળી ભગવાનને અર્પણ કરો.
આ પછી, ભાઈને ઉત્તર કે પૂર્વ દિશા તરફ બેસાડો.
પહેલા ભાઈને તિલક લગાવો, પછી રાખડી બાંધો અને આરતી કરો.
આ પછી, ભાઈને મીઠાઈ ખવડાવીને શુભ કામના કરો.
રક્ષાસૂત્ર બાંધતી વખતે ભાઈ અને બહેનનું માથું ખુલ્લું ન હોવું જોઈએ.
0 Response to "આ વર્ષે નથી ભદ્ર કાળ, જાણો ભાઈને રાખડી બાંધવાનું શૂભ મૂહુર્ત"
ટિપ્પણી પોસ્ટ કરો