ભારતી સિંહ જેવો જ છે એમની બહેનનો ચહેરો, બસ આટલો જ છે ફરક, જોઈને તમે પણ કરી જશો કમાલ
ભારતની જાણીતી કોમેડિયન ભારતી સિંહને કોણ ન ઓળખતું હોય. આજના સમયમાં ભારતી કોઈ ઓળખાણની મહોતાજ નથી. થોડા સમય પહેલા જ ભારતી સિંહે પોતાના બોયફ્રેન્ડ હર્ષ લીંબચીયા સાથે સાત ફેરા લીધા છે. એમના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.
ભારતી સિંહને આપણે ઘણા કોમેડી શોમાં જોઈ ચુક્યા છે. પોતાના નટખટ અંદાજથી એ દરેકને હસવા પર મજબુર કરી દે છે. મોટાભાગના લોકો ભારતી સિંહની બહેન વિશે નથી જાણતા. જે વ્યક્તિ જાણે છે એ ફક્ત એમનું નામ જ જાણે છે ક્યારેય એમને જોયા નથી. પણ આજે અમે તમને ભારતી સિંહની બહેનનો ફોટો પણ જણાવીશું અને એમના વિશે પણ જણાવીશું.
ભારતી સિંહની બહેનનું નામ પિંકી છે જે બહુ ઓછા લોકો જાણે છે. ભારતીની માતા કમલા સિંહને બે દીકરીઓ અને એક દીકરો છે. પિંકી ભારતીની મોટી બહેન છે. બન્ને બહેનો પંજાબમાં જ મોટી થઈ છે.
જ્યારે બન્ને બહેનો સાથે રહેતી હતી તો લોકો માટે એમનામાં ફરક કરવો ખૂબ જ મુશ્કેલ હતું. ભારતીની બહેન પિંકી ચહેરાથી બિલકુલ ભારતી જેવી જ દેખાય છે. બન્ને બહેનોની શરીરની બનાવટ, કદ એક જેવા જ છે.
જ્યારે ભારતી અને પિંકી ખૂબ જ નાના હતા ત્યારે એમના પિતાનું નિધન થઈ ગયું હતું. પિતાના નિધન પછી બન્ને બહેનો એકબીજાનો સહારો બની હતી.
પિન્કીએ મોટી બહેનની ફરજ બજાવતા એમને પોતાની દીકરીની જેમ પ્રેમ કર્યો છે. ભારતી સિંહની બહેનના લગ્ન થઈ ચૂક્યા છે. પિન્કીને એક દીકરી પણ છે ને દેખાવમાં ભારતીના નાના પેકેટ જેવી લાગે છે.
પિંકી ભારતી કરતા એકદમ અલગ છે. એ મીડિયાની લાઈમલાઈટથી દૂર જ રહે છે. પણ થોડા સમય પહેલા જ લોકોનું ધ્યાન ભારતીની બહેન પિંકી તરફ ગયું. હવે દરેક વ્યક્તિ ભારતીની બહેન વિશે જાણવા માટે ઉત્સુક છે.
પિંકી ભલે લાઈમલાઈટથી દૂર રહે છે પણ સોશિયલ મીડિયા પર થોડી એક્ટિવ છે. ઘણીવાર બન્ને બહેનો ઇન્સ્ટાગ્રામ પર એકસાથે ફોટા શેર કરે છે.
સોશિયલ મીડિયા પર જ્યારે ભારતી સિંહ અને એમની બહેનનો ફોટો વાયરલ થયો હતો તો લોકોને લાગતું હતું કે બન્ને જોડિયા બહેનો છે. પણ અસલમાં એવું નથી.
જો કે એ બન્નેની ઓળખ કરવાનો એક સૌથી સરળ રસ્તો છે તલ. હા તમે તલની મદદથી ભારતી સિંહ અને એમની બહેન પિન્કીને ઓળખી શકો છો.
ભારતી સિંહની બહેન પિન્કીના ડાબા ગાલ પર એક તલ છે. પણ ભારતીના ગાલ પર કોઈ તલ નથી.
0 Response to "ભારતી સિંહ જેવો જ છે એમની બહેનનો ચહેરો, બસ આટલો જ છે ફરક, જોઈને તમે પણ કરી જશો કમાલ"
ટિપ્પણી પોસ્ટ કરો