બિગ બોસ ઓટીટીમાં આ વસ્તુઓ છે મિસિંગ, નથી દેખાઈ રહી ટીવીની સંસ્કારી વહુઓ
દેશના સૌથી મોટા કોન્ટ્રોવરશિયલ શો બિગ બોસ ઓટીટીની શરૂઆત થઈ ચૂકી છે. કરણ જોહરની મેજબાનીમાં શરૂ થયેલા આ શોમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. મેકર્સે સિઝન 15માં ઓટીટીનો તડકો લગાવ્યો છે. ઘણા બધા ટ્વીસ્ટ એન્ડ ટર્નને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. એમાંથી સૌથી મોટા બે ફેરફાર છે શોને ઓટીટી પર 6 અઠવાડિયા માટે શિફ્ટ કરવું અને સલમાન ખાનનું ન હોવું. એ બધા સિવાય પણ શોના ફોર્મેટ, થીમ સાથે જોડાયેલી ઘણી વાતો છે જે બિગ બોસ ઓટીટી જોયા પછી બિગ બોસમાં ફેન્સ મિસ કરશે. ચાલો જાણી લઈએ એ વિશે.

બિગ બોસ ઓટીટીને જોયા પછી જે સૌથી વધુ મિસ થઈ રહ્યા છે એ છે સલમાન ખાન. પોતાના મનગમતા હોસ્ટ દબંગ ખાન વગર ફેન્સને સિઝન 14માં કઈ ખાસ મજા નથી આવી રહી. ઓટીટી પર શો શિફ્ટ કર્યા પછી હોસ્ટ પણ ચેન્જ, આ બન્ને ફેરફાર ફેન્સને એકસાથે પચી નથી રહ્યા. સલમાન ખાન વગર ફેન્સ માટે કોઈ બિગ બોસ નથી. દર્શકો માટે રાહતની વાત એ છે કે 6 અઠવાડિયા પછી સલમાન ખાન ધમાકેદાર એન્ટ્રી કરશે. અને જો એવું ન થાય તો કદાચ બિગ બોસ લવર્સ સિઝન 15 જોવાનું પણ પસંદ ન કરે.

આ વખતે શોને યુથ બેઝડ શો બનાવવાની કોશિશ કરવામાં આવી છે એટલે જ તો શોમાં યંગ જનરેશન જોવા મળી રહી છે. બધા એક ગ્રુપના કન્ટેસ્ટન્ટ છે. કોઈ સિનિયર ખિલાડી શોમાં નથી. ક્યારેક ક્યારેક બિગ બોસ ઓટીટી સપ્લીટ્સવીલા અને બીજા યુથ બેઝડ રિયાલિટી શો જેવી ફિલ આપે છે. એમ પણ ઓટીટી આવવાના કારણે શોમાં કોઈ સેન્સરશીપ નથી. ખુલ્લેઆમ કન્ટેસ્ટન્ટ ગાળો બોલી રહ્યા છે.

દર વર્ષે એવું હોય છે કે શોમાં ટીવી શો સાથે જોડાયેલો એક મોટો સ્ટાર આવે છે.જેના ઊંચા ફેન ફોલોઇંગથી શોને ફાયદો થાય છે. આ વખતે પણ ટીવી ટાઉનના કલાકારો રિધિમાં પંડિત, ઉર્ફી જાવેદ, જિશાન ખાન, રાકેશ બાપટ જેવા કલાકારો શોમાં દેખાઈ રહ્યા છે. પણ એ ટીવી વર્લ્ડનું મોટું નામ નથી. બોલીવુડમાંથી શમિતા શેટ્ટી આવી છે પણ એમને લઈને પણ ફેન્સમાં કઈ ખાસ ઉત્સવ નથી. શમિતા એકવાર શોમાં આવી ચૂકી છે ત્યારે પણ શમિતાને ખાસ પસંદ ન્હોતી કરવામાં આવી.

એક હતી સિઝન 13 જ્યાં એક નહિ બે સંસ્કારી વહુઓની એન્ટ્રી થઈ હતી. દેવલીના ભટ્ટાચારજી અને રશ્મિ દેસાઈ. સિઝન 11માં શિલ્પા શિંદે અને હિના ખાન આવી હતી સિઝન 14માં રુબીના દિલેક અને જેસ્મીન ભસીન આવી હતી. બન્ને જ કલર્સ અને ટીવીનું મોટું નામ છે. પણ બિગ બોસ ઓટીટીમાં ટીવીની સંસ્કારી વહુઓને નથી લેવામાં આવી જે એક સારી એવી ફેન ફોલોઇંગ સાથે શોમાં જોડાય.

આ પહેલા બિગ બોસ સીઝનના લોન્ચ થતા જ સોશિયલ મીડિયા પર ઘણું બઝ જોવા મળતું હતું..શો અને કન્ટેસ્ટન્ટને લઈને અગત્યના ખુલાસા કરવામાં આવતા હતા. અંદરની વાતો લીક થતી હતી. ફોટા વાયરલ થતા હતા. પણ આ વખતે સિઝન લોન્ચ થઈ ચૂકી છે પણ કોઈ સોશિયલ મીડિયા બઝ નથી. જ્યારે સિઝન 24×7 વુટ પર જોઇ શકાય છે. તો પણ કોઈ બઝ નથી.

ઓટીટી પર બિગ બોસના રિલીઝ થવામાં કારણે ટીવીના ભરોસે રહેનારી ઓડિયન્સ શોથી દુર થઇ ગઇ છે. યંગસ્ટર્સ સરળતાથી એપ પર શો જોઈ શકે છે. પણ એમના સિવાય એ લોકોનું શુ જે ફક્ત ટીવીના ભરોસે રહે છે. જે મોબાઈલ કે ટેક ફ્રેન્ડલી ઓડિયન્સ નથી. એવામાં બિગ બોસ ઓટીટીથી એ દર્શકો દૂર થઈ ગયા છે.
0 Response to "બિગ બોસ ઓટીટીમાં આ વસ્તુઓ છે મિસિંગ, નથી દેખાઈ રહી ટીવીની સંસ્કારી વહુઓ"
ટિપ્પણી પોસ્ટ કરો