બાળકો દેશની ધરોહરને જાણી શકે અને ફરવાની મજા પણ માણી શકે તેવા છે આ ફરવા લાયક સ્થળ
સાતમ આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે. દરેક ઘરમાં સાતમ-આઠમની ઉજવણી કરવાની તૈયારીઓ જોરશોરથી થવા લાગી હશે કારણ કે આ દિવસોમાં તહેવારની રોનક કંઈક ઓર જ હોય છે. આ સાથે જ કેટલાક લોકો એવા હોય છે તે આ તહેવારોની રજામાં ફરવા જવાની મજા માણે છે. જો તમે પણ આ તહેવારની રજામાં 2,3 દિવસ ફરવા જવાનું વિચારતા હોય તો આજે તમને કેટલાક બેસ્ટ ઓપશન વિશે જણાવીએ.

ભારતમાં અનેક ઐતિહાસિક સ્થળ આવેલા છે. જ્યાં વિવિધ ઐતિહાસિક શહેરો અને ઇમારતો આવેલી છે. આ સિવાય દેશમાં આવેલા શાંત અને સુંદર હિલ સ્ટેશનો દરેકના મનને આકર્ષવાનું કામ કરે છે. મનમોહક સ્થળોની સાથે ભારતના આ સ્થળો ઇતિહાસ વિશે પણ માહિતી આપે છે. તમે તમારા બાળકો સાથે આ સ્થળોની મુલાકાત લેવાનું પ્લાનિંગ બનાવી શકો છો. આમ કરવાથી તમારા બાળકો ફરવાના આનંદ સાથે તેમના દેશ અને તેની ધરોહર વિશે માહિતી મેળવી શકે છે.
આગ્રા

આગ્રામાં ઘણા ઐતિહાસિક કિલ્લાઓ અને ઇમારતો આવેલી છે. તમે તમારા બાળકોને ઈતિહાસ વિશે માહિતી આપવા માટે આગ્રાની મુલાકાત લઈ શકો છો. અહીં તમે બાળકોને તાજમહેલ, આગ્રાનો કિલ્લો, જામા મસ્જિદ, પંચ મહેલ વગેરે જેવા ઐતિહાસિક અને જ્ઞાન વધારે તેવા સ્થળોની મુલાકાત લેવા લઈ જઈ શકો છો. અહીં દરેક જગ્યા ખૂબ જ સુંદર હોવાથી બાળક ભારતના ઈતિહાસને જાણી ફરવાનો આનંદ માણી શકે છે.
જિમ કોર્બેટ નેશનલ પાર્ક

જિમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલું છે. તે ભારતના પ્રથમ વન્યજીવન રિઝર્વ પાર્કમાંથી એક માનવામાં આવે છે. અહીં તમે તમારા બાળકોનો પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ સાથે પરિચય કરાવી શકો છો. આવી સ્થિતિમાં બાળકો સાથે ફરવા માટે જિમ કોર્બેટ નેશનલ પાર્ક શ્રેષ્ઠ સ્થળ છે.
દાર્જિલિંગ

દાર્જિલિંગ પશ્ચિમ બંગાળનું એક નાનું પણ સુંદર હિલ સ્ટેશન છે. અહીંના ચાના બગીચાઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં દર વર્ષે દેશ -વિદેશમાંથી લોકો દાર્જિલિંગના ચાના બગીચા જોવા આવે છે. આ સાથે તમે બાળકો સાથે પ્રખ્યાત ટોય ટ્રેનમાં બેસવાનો અને ટાઇગર હિલ જોવાનો આનંદ માણી શકો છો. આ રીતે આનંદ માણવા તમે તમારા બાળકોને દાર્જિલિંગ લઈ જઈ શકો છો. આ સિવાય, અહીંનું શાંત અને હૃદયસ્પર્શી કુદરતી વાતાવરણ પણ તમને ગમશે.
0 Response to "બાળકો દેશની ધરોહરને જાણી શકે અને ફરવાની મજા પણ માણી શકે તેવા છે આ ફરવા લાયક સ્થળ"
ટિપ્પણી પોસ્ટ કરો