મીરા રાજપુતે તૂટલી ઘડિયાળ પહેરી તો લોકોએ સલાહ આપતા કહ્યું….
બોલિવુડ સ્ટાર્સની જિંદગીથી જોડાયેલી દરેક નાનામાં નાની વાત પણ ફેન્સ જાણવા માટે ઉત્સુક રહે છે પછી એ એમની ફેશન સ્ટાઇલ હોય કે પછી એમની સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ. કલાકારોની જેમ જ એમના પાર્ટનરે પણ ખુદને મેઈન્ટેન રાખવું પડે છે અને સાથે જ ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. હાલમાં જ શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતની સાથે કંઈક એવું થયું કે એ પછી એ સોશિયલ મીડિયા પર પોતાની ચોખવટ કરતી દેખાઈ.

શાહિદ કપૂરની જેમ એમની પત્ની મીરા રાજપૂત પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. એવામાં એ સોશિયલ મીડિયા પર જે પણ પોસ્ટ કરે છે એ લોકોની નજરોમાં આવી જાય છે વાત જાણે એમ છે મીરા રાજપુતે એક પોસ્ટ શેર કરી હતી જેમાં એમની તૂટેલી ઘડિયાળ દેખાઈ રહી છે. ફેન્સ દ્વારા એમના વીડિયોમાં એમની તૂટેલી ઘડિયાળને જોયા પછી અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી રહી છે. એટલે સુધી કે લોકોએ એ સોશિયલ મીડિયા પર એમને નવી ઘડિયાળ લેવાની સલાહ પણ આપી દીધી.

સતત ટ્રોલ થયા પછી મીરા રાજપૂત પોતાના બચાવમાં સામે આવી. એમને પોતાની તૂટેલી ઘડિયાળ પર એક લાંબી પહોળી નોટ શેર કરી. એમને કહ્યું કે એમની ઘડિયાળ તૂટી ગયા છતાં કામ કરે છે. મીરાંએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે લોકોનું ધ્યાન મારી ઘડિયાળ પર ખૂબ જ જઈ રહ્યું છે. મારી ઘડિયાળ ખૂબ જ પોઝિટિવ છે એ તૂટ્યા પછી પણ કામ કરે છે. દર વખતે એની સ્ટ્રીપ બદલવાથી એ નવા લુકમાં આવી જાય છે.

મીરા રાજપુતે એમને નવી ઘડિયાળ લેવાની સલાહ આપતા લોકોને જવાન આપતા એટલે સુધી કહી દીધું કે એ પોતાની ઘડિયાળને ડંપ નથી કરી રહી. એટલે લોકો પણ એના પર વધુ ધ્યાન ન આપે. તમને જણાવી દઈએ કે મીરા રાજપૂત ભલે ફિલ્મ જગતનો ભાગ ન હોય તેમ છતાં શાહિદ કપૂરની પત્ની ઘણી બ્રાન્ડસ પ્રમોશન કરતી દેખાય છે.

મીરા રાજપુતને બોલીવુડમાં ભલે શાહિદ કપૂરની પત્ની તરીકે ઓળખવામાં આવતી હોય પણ એમને પોતાના પતિથી અલગ સોશિયલ મીડિયા પર પોતાની એક અલગ અને ખાસ ઓળખ બનાવી છે. એ એમના ફક્ત સ્ટાઈલિશ લુકથી જ નહીં પણ ફેન્સની બાબતમાં પણ મોટી મોટી અભિનેત્રીઓને માત આપે છે. એમના સોશિયલ મીડિયા પર 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

મીરા રાજપૂત અને શાહિદ કપૂરે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. એ બન્નેને બે બાળકો છે જેમના નામ મિશા અને ઝૈન છે. શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે અરેન્જ મેરેજ કર્યા હતા. શાહિદ અને મીરા વચ્ચે સારું એવો પ્રેમ જોવા મળે છે.ઘણીવાર એવી ખબર પણ આવી હતી કે મીરા રાજપૂત બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે પણ એમને હંમેશા એ વાતનો ઇનકાર કરતા કહ્યું છે કે એ પોતાના અંગત જીવનમાં ખૂબ જ ખુશ છે.
0 Response to "મીરા રાજપુતે તૂટલી ઘડિયાળ પહેરી તો લોકોએ સલાહ આપતા કહ્યું…."
ટિપ્પણી પોસ્ટ કરો