રક્ષાબંધન પર માત્ર ભાઈને જ નહીં આ દેવોને પણ બાંધવી રાખડી
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 22 ઓગસ્ટ 2021 ના રોજ ઉજવવામાં આવશે. ભાઈઓ અને બહેનો માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. ખાસ વાત એ છે કે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા કાલ નહીં હોય. આ કારણે બહેનો દિવસભર ભાઇઓને રાખડી બાંધી શકે છે.
હિન્દુ કેલેન્ડર મુજબ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ પર ઉજવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે પૂર્ણિમા 21 ઓગસ્ટ 2021 ના રોજ સાંજે 06:10 વાગ્યા થી 22 ઓગસ્ટ 2021 ના રોજ સાંજે 05:01 વાગ્યા સુધી રહેશે.

આ વખતે દિવસ દરમિયાન કોઈ ભદ્રા કાલ નહીં હોય. પંચાંગ અનુસાર ભદ્રા કાલનો સમય 23 ઓગસ્ટ 2021 ના રોજ સવારે 05:34 થી 06.12 સુધીનો રહેશે. જ્યારે રવિવારે રાખડી બાંધવાનો શુભ સમય સવારે 06:15 થી 10:35 સુધીનો રહેશે.
આ ખાસ દિવસે બહેન ભાઈને તો રાખડી બાંધે જ છે પરંતુ આ સાથે છેલ્લા ઘણા સમયથી ચલણ શરુ થયું છે કે લોકો તેમના પાલતુ પ્રાણી, વૃક્ષો અને છોડને પણ રાખડી બાંધે છે. સાથે જ કેટલાક લોકો રક્ષાબંધનના દિવસે ભગવાનને રાખડી પણ બાંધે છે. એવું માનવામાં આવે છે કે આ ખાસ દિવસે ભગવાનને રાખડી બાંધવાથી પરિવારની બધી સમસ્યા દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ કયા ભગવાનને કેવી રાખડી બાંધવી જોઈએ.
ભગવાન ગણેશ

ગણેશજી પ્રથમ પૂજનીય દેવતા છે. ભગવાન ગણેશને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે તેમને લાલ રંગની રાખડી બાંધવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સાથે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
ભગવાન શિવ

શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. રક્ષાબંધનનો તહેવાર આ મહિનાની પૂનમના દિવસે જ આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવને રાખડી બાંધવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શિવજીને વાદળી રંગની રાખડી બાંધવી.
ભગવાન વિષ્ણુ
રક્ષાબંધનના દિવસ ભગવાન વિષ્ણુને હળદરનું તિલક કરી પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ શાંતિ વધે છે અને ઈચ્છિત વરદાન પ્રાપ્ત થાય છે.
હનુમાન જી

રક્ષાબંધનના દિવસે હનુમાનજીએ લાલ રંગની રાખડી બાંધવી જોઈએ. માન્યતા છે કે રાખડી બાંધવાથી કુંડળીમાં મંગળની અશુભ અસર ઓછી થાય છે અને શક્તિ-બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
શ્રી કૃષ્ણ

ભગવાન કૃષ્ણ દ્રૌપદીને પોતાની બહેન માનતા હતા અને તેમની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. એટલે જ જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે દ્રૌપદીનું રક્ષણ તેમણે કર્યું હતું. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને રાખડી બાંધવાથી તે દરેક પરિસ્થિતિમાં તમારું રક્ષણ કરે છે. શ્રીકૃષ્ણને લીલા રંગની રાખડી બાંધવી જોઈએ.
0 Response to "રક્ષાબંધન પર માત્ર ભાઈને જ નહીં આ દેવોને પણ બાંધવી રાખડી"
ટિપ્પણી પોસ્ટ કરો