ઘરમાં પૈસાની કમી નસીબના કારણે નહીં, પરંતુ આ વસ્તુ દોષના કરીને હોય શકે છે.
જો તમને એવી ફરિયાદ હોય કે સખત મહેનત કર્યા પછી પણ તમારી પાસે પૈસા નથી અને તમારું પાકીટ હંમેશા ખાલી રહે છે, તો તમારે ચોક્કસપણે તમારા ઘરની વાસ્તુ ખામીઓ જોવી જોઈએ. જાણો કઈ વાસ્તુ ખામીને કારણે હંમેશા પૈસાની અછત રહે છે.

એવું કહેવાય છે કે જીવનમાં પૈસા કમાવાની કળા, તેને ખર્ચ કરવાની અને તેને બચાવવાની કળા હંમેશા પહેલા શીખવી જોઈએ. આપણા જીવનમાં ઘણી વખત એવું બને છે કે આપણે સખત મહેનત કરીએ છીએ અને પૈસા કમાઈએ છીએ પરંતુ પૈસા આપણા ઘરમાં ક્યારેય ટકતા નથી. આપણું પાકીટ ભરાઈ ત્યાં જ ખાલી થઈ જાય છે. શું તમે જાણો છો કે પૈસાની અછતનું કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. જી હા, ઘરની અંદર આવા ઘણા વાસ્તુ દોષો છે, જેના કારણે ઘરમાં લાખ પ્રયત્નો કરવા છતાં પૈસા ટકતા નથી અને જીવનમાં હંમેશા ગરીબી જ રહે છે. આ વસ્તુ દોષના કારણે હોય શકે છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે, કે આ વસ્તુ દોષ ઘરમાં ક્યાં હોય શકે છે. તો ચાલો આ વિશે અમે તમને વિગતવાર જણાવીએ.

– ઘર બનાવતી વખતે ક્યારેય પૂર્વ દિશામાં ઉંચી દીવાલ ન બાંધવી જોઈએ. આ ઘરની અંદર સૂર્યપ્રકાશના પ્રવેશને અવરોધે છે અને ઘરના લોકોને સંપત્તિ અને સ્વાસ્થ્યનું નુકસાન કરે છે.
– ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાને ક્યારેય ગંદો ન રાખવો જોઈએ, નહીં તો માતા લક્ષ્મી પરેશાન થઈ જાય છે. જો તમે ઈચ્છો છો કે ધનની દેવીના આશીર્વાદ તમારા પર રહે, તો ઈશાન ખૂણામાં ભગવાન વિષ્ણુના પગ દબાવતા માતા લક્ષ્મીજીનો ફોટો રાખો અને તેમની પૂજા કરો.
– ઘરમાં જે જગ્યાએ પૈસા રાખવામાં આવે છે તેની નજીક સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ. વાસ્તુમાં તેને ગંભીર ખામી માનવામાં આવે છે, જેના કારણે ધનની દેવી માતા લક્ષ્મીજી ગુસ્સે થઈ જાય છે અને ઘર છોડીને જાય છે.

– જો તમારા ઘરમાં બાથરૂમ અને શૌચાલયના દરવાજા ઘણીવાર ખુલ્લા હોય છે, તો જાણી લો કે તેનાથી ગંભીર વાસ્તુ ખામીઓ સર્જાય છે, જે તમારા પૈસા પર અસર કરે છે.
– પાણીને પણ દેવી લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઘરના કોઈપણ નળ અથવા પાઇપમાંથી પાણી ટપકતું રહેવું ન જોઇએ, નહીં તો તમારા પૈસા ધીમે ધીમે પાણીની જેમ ઘરની બહાર જાય છે.
– જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઘરમાં હંમેશા રહે, તો તમારા ઘરમાં કાંટાવાળા અથવા દૂધવાળા છોડ ભૂલથી પણ ન ઉગાડો. ઝેરી છોડ પણ ઘરની અંદર ન લગાવવા જોઈએ.

– બેડરૂમમાં બિનજરૂરી વસ્તુઓ એકત્રિત ન કરવી જોઈએ. પથારીમાંથી અરીસો ન દેખાવો જોઈએ. અધ્યયનના ખુરશી-ટેબલ પર પુસ્તકો અને લખવાની સામગ્રી સિવાય બિનજરૂરી ચીજો ન રાખશો. વાંચવાની જગ્યા સાફ રાખો. દવાઓ કોઈપણ જગ્યા પર ખુલ્લામાં વેરવિખેર ન રાખો, તે તમારું આરોગ્ય ખરાબ રાખી શકે છે.
– પૈસાને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે, તમારું વોલેટ અથવા કબાટની દિશા દક્ષિણ-પશ્ચિમમાં રાખો પરંતુ ધ્યાનમાં રાખો કે આલમારીનો દરવાજો દક્ષિણ દિશામાં ન ખોલવા જોઈએ. યોગ્ય દિશા પણ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવી શકે છે. તેથી પેહલા દરેક ચીજ યોગ્ય દિશામાં રાખો.
– પૈસાની ઉણપ દૂર કરવા માટે ગુરુવારે પૈસા રાખવાની જગ્યાએ સાત હળદર ગાંઠ રાખો. તેને મૂકતા પહેલા હળદર બૃહસ્પતિ દેવની સામે રાખો. તે પછી તેને તિજોરીમાં રાખો. આ કરવાથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની ઉણપ રહેશે નહીં.

– દરરોજ સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને ભગવાનની પૂજા કરો. ત્યારબાદ એવું વિચારો કે આજે ધન લાભ થવાનો જ છે. આ માટે ઘરની સફાઈ કરીને ઘરનું વાતાવરણ સુગંધિત વાતાવરણ બનાવો.
0 Response to "ઘરમાં પૈસાની કમી નસીબના કારણે નહીં, પરંતુ આ વસ્તુ દોષના કરીને હોય શકે છે."
ટિપ્પણી પોસ્ટ કરો