આ અભિનેત્રીએ કર્યા નીરજ ચોપરાના વખાણ, કહ્યું કંઇક આવું કે છક થઈ જશો તમે.
ટોકિયો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતીયોને ગર્વ અપાવનાર નીરજ ચોપરાના ફેન્સમાં બૉલીવુડ સેલેબ્સ પણ સામેલ છે. સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ નીરજ ચોપરાની વાહ વાહ થઈ રહી છે.જ્યારથી નિરજે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ત્યારથી એમની જીતની ચર્ચા થઈ રહી છે.
કિયારા થઈ નીરજ પર ફિદા.

ઇન્ડિયાની લગભગ દરેક છોકરી આજે નિરજની દિવાની થઈ રહી છે તો હવે કિયારા આડવાણીએ કહ્યું છે એમના પોતાના ક્રશ. વાત જાણે એમ છે કે કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેરશાહ હાલના દિવસોમાં ઘણા ચર્ચામાં છે. કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી ઘણા ટીવી શો પર પણ ફિલ્મનું પ્રમોશન કરવા પહોચી હતી.

દેશભક્તિથી ભરેલી ફિલ્મને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. પ્રમોશન દરમિયાન જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે કિયારાને નીરજ ચોપરા વિશે પૂછવામાં આવ્યું તો એક્ટ્રેસ કિયારા આડવાણીએ કહ્યું હતું કે નીરજ ચોપરા ફક્ત નેશનલ ક્રશ જ નથી પણ એમની જીત પછી એ તો આખી દુનિયાના ક્રશ બની ગયા છે. તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે નીરજ સાચા શેરશાહ છે જેમને દેશનું નામ રોશન કર્યું છે.
આ એક્ટર્સ કરે મારી બાયોપિક
વર્ષ 2018માં જ્યારે નીરજ ચોપરા આટલા ફેમસ નહોતા એ સમયે એમને એક વેબ પોર્ટલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ ઇન્ટરવ્યૂ દરમિયાન એમને ઈચ્છા વ્યક્ત કરી હતી કે જો ભવિષ્યમાં ક્યારેય પણ એમની બાયોપિક બોલીવુડમાં બને છે તો એને અક્ષય કુમાર કે રણદીપ હુડામાંથી ગમે તે એકને નિવા માંગશે.
એમના કહેવા અનુસાર એ ખૂબ સારું થશે કે એમની બાયોપિક બને અને એમાં આ બન્નેમાંથી કોઈ એક અભિનેતા એમના રોલમાં દેખાય. જ્યારે આ વિશે અક્ષય કુમારને પૂછવામાં આવ્યું તો એમને હસતા હસતા કહ્યું કે મને લાગે છે કે એ ગુડ લુકિંગ હેન્ડસમ મેન છે. જો મારી બાયોપિક બને તો એમાં એ જ લીડ રોલ કરે.

તમને જણાવી દઈએ કે નીરજ ચોપરાની આ જીત પર અક્ષય કુમારે ટ્વીટ કરીને એમને શુભકામનાઓ આપી હતી. આ ટ્વીટમાં એમને લખ્યું હતું કે આ પહેલા સ્થાન પર ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપરાને ઇતિહાસ રચવા માટે હાર્દિક શુભકામનાઓ. તમે એક અરબ ખુશીના આંસુ માટે જવાબદાર છો વેલ ડન નીરજ ચોપરા.
0 Response to "આ અભિનેત્રીએ કર્યા નીરજ ચોપરાના વખાણ, કહ્યું કંઇક આવું કે છક થઈ જશો તમે."
ટિપ્પણી પોસ્ટ કરો