ગામડા કરતા શહેરોમાં બાળકોના અપહરણ અને ગુમ થવાના કેસમાં ચોંકાવનારો વધારો
સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં બાળકો હવે અસુરક્ષિત બની રહ્યા છે. રાજ્યમાં બાળકો ગુમ થવાના કેસ હવે ધીમેને ધીમે વધી રહ્યા છે. ખાસ કરીને મેગા સીટીમાં બાળકોની તસ્કરીના કેસ વધી રહ્યા છે. જે વાલીઓ માટે ચિંતાનો વિષય છે. તમને જણાવી દઈએ કે હાલમાં ગુજરાતમાં બાળકો માટે સુરત શહેર સૌથી વધુ અસુરક્ષિત માનવામા આવે છે. તમને જણાવી દઈએ કે, બાળકોના અપહરણ મામલે ડાયમંડ નગરી સુરત પહેલા નંબરે આવે છે. આ માહિતી સામે આવી છે પોલીસ સ્ટેળનમાં નોંધાતી ફરિયાદોના આધારે, તમને જણાવી દઈએ કે હજુ પણ રાજ્યના 2402 બાળકો એવા છે કે જેની ભાળ રાજ્યભરની પોલીસ મેળવી શકી નથી. જે રાજ્ય સરકાર અને વાલીઓ માટે ચિંતાનો વિષય છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2007 થી 2021 સુધીમાં 50 હજાર જેટલા બાળકો રાજ્યભરમાંથી ગુમ થયા છે. જેમાથી 2402 બાળકોનો ક્યાં છે તેની કોઈને ખબર નથી અને તેમાં પણ સુરત શહેર સૌથી વધુ અગ્રેસર છે. કારણ કે આખા રાજ્યમાં બાળકોના અપહરણમાં સુરત પહેલા નંબર પર આવે છે. તમને જણાવી દઈએ કે બાળકોના અપહરણમાં સુરત સિવાય અમદાવાદ, રાજકોટ, વડોદરા અને પાટનગર ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ગ્રામ્ય વિસ્તારો કે જેને પછાત અને અવિક્સિત કહેવાય છે તે બાળકોની સુરક્ષા મામલે પ્રથમ નંબરે છે. જે એક સારી નિશાની છે.

તમને જણાવી દઈએ કે, બાળકોના અપહરણ અને ગુમ થવાના આ આંકડા જોઈ તમને પણ હાશકારો અનુભવાયો હશે કે બાળકો માટે ગામડાઓમાં વધુ સુરક્ષિત છે. તમને જણાવી દઈએ કે આવા ગુમ થયેલા કે અપહરણ થયેલા બાળકોને શોધી લેવા ગુજરાત પોલીસ દ્વારા દર 2 મહિને એક સ્પેશ્યિલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. નોંધનિય છે કે, ઓપરેશન મુસ્કાન હેઠળ ચાલતી આ ડ્રાઈવ વર્ષ 2018થી શરૂ કરવામાં આવી હતી. અને સામે આવેલી વિગતો અનુસાર પોલીસને આમા સફળતા પણ મળી છે. જોકે ચિંતાનો વિષય એ છે કે હજુ પણ 2402 બાળકો એવા છે જેનો રાજ્યભરની પોલીસ અને હ્યુમન ટ્રાફિકિંગ અટકાવવા માટે બનાવાયેલી ટીમો પણ કોઈ માહિતી મેળવી શકી નથી. જેને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે.

ગુજરાતમના પ્રમુખ શહેરોની સ્થિતી
શહેર ગુમ બાળકો કોઈ ભાળ નથી
ગાંધીનગર 1771 81
સુરત શહેર 9355 714
રાજકોટ શહેર 1976 64
અમદાવાદ શહેર 7169 233
વડોદરા શહેર 2316 714
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની સ્થિતી

ગ્રામ્ય વિસ્તાર ગુમ બાળકો કોઈ ભાળ નથી
તાપી 211 7
ડાંગ – આહવા 51 2
નર્મદા 240 13
દ્વારકા 315 12
પોરબંદર 311 16
નોંધનિય છે કે, સમગ્ર ગુજરાતમાથી ગુમ અને અપહરણ થયેલા બાળકોને સોધી કાઢવામાં રાજ્ય પોલીસને 95 ટકા સફળતા મળી છે. પરંતુ હજી 2402 બાળકો એવા છે જેની કોઈ માહિતી સામે આવી નથી. એટલે કે તમામ સુવિધા હોવા છતા 5 ટકા બાળકો ગુજરાતના ગુમ છે જેને શોધવા માટે ગુજરાત પોલીસ વિભાગ મહેનત કરી રહ્યો છે.
0 Response to "ગામડા કરતા શહેરોમાં બાળકોના અપહરણ અને ગુમ થવાના કેસમાં ચોંકાવનારો વધારો"
ટિપ્પણી પોસ્ટ કરો