માઈગ્રેનના દુખાવાથી આરામ આપશે આ ઘરગથ્થુ ઉપચાર
માઈગ્રેનનો દુખાવો અસહ્ય હોય છે. જે વ્યક્તિને આ દુખાવો હોય છે તેના માટે માઈગ્રેનના દુખાવાનો સમય પસાર કરવો ખુબ જ કષ્ટકારી હોય છે. માઈગ્રેન એવી સમસ્યા છે કે જેમાં વ્યક્તિને ન માત્ર માથું દુખે છે પરંતુ આ માથાના દુખાવાના કારણે ધૂંધળી દ્રષ્ટિ, ઉલટી, સુગંધની ક્ષમતા ઘટી જવી, અવાજ અને પ્રકાશથી સમસ્યા થવી જેવી તકલીફો પણ થાય છે.

માઈગ્રેનનો દુખાવો ઘણી વાર કલાકો સુધી રહે છે અને કેટલાક કેસમાં તો વ્યક્તિને ઠીક થતાં એક કરતાં વધુ દિવસોનો સમય લાગે છે. માઈગ્રેનના દુખાવામાં અલગ-અલગ દવાઓ આપવામાં આવે છે જે દુખાવાથી આરામ આપે છે. પરંતુ કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ છે કે જેની મદદથી તમે માઈગ્રેનના દુખાવાથી રાહત મેળવી શકો છો. તો ચાલો જાણીએ આવા ઘરગથ્થુ ઉપચાર વિશે.
તજ
તજ નો નાનકડો ટુકડો પણ માઈગ્રેનના અસહ્ય દુખાવાથી રાહત આપી શકે છે. તજને પાણીમાં પલાળી રાખી તેની પેસ્ટ બનાવી લેવી અને તેને માથા પર લગાવો. ૩૦ મિનીટ બાદ હુફાળા પાણીથી તેને ધોઈ લો. આ ઉપાયથી તમને માઈગ્રેનના દુખાવાથી તુરંત રાહત મળી શકે છે.
આદુ

આદુ પણ માઈગ્રેનના દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે. જ્યારે પણ માઈગ્રેનથી માથાનો દુખાવો થાય ત્યારે આદુનો એક નાનો ટુકડો મોઢામાં રાખવો અને તેને થોડી થોડી વારે ચસવું. તમે દુખાવા સમયે આદુવાળી ચા પણ પી શકો છો.
લવિંગ
લવિંગમાં દુખાવાને દૂર કરવાના ગુણ હોય છે. માઈગ્રેનના દુખાવાને સમયે લવિંગને ગરમ કરી એક કપડામાં બાંધી તેને સૂંઘવાથી રાહત થાય છે. દુખાવા સમયે તમે લવિંગના તેલથી માથા પર માલિશ પણ કરી શકો છો.
બરફનો શેક

માઇગ્રેન ના કારણે માથું દુખે ત્યારે બરફના ટુકડાને કપડામાં બાંધી માથા પર તેનાથી શેક કરવો જોઈએ. આમ કરવાથી માથાના દુખાવાથી રાહત મળે છે.
પાણી
જેને માઈગ્રેનની સમસ્યા હોય તેણે શરીરમાં પાણીની માત્રા સંતુલિત રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો શરીરમાં પાણીની ઊણપ હોય તો માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે તેથી દિવસ દરમ્યાન યોગ્ય પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ.
0 Response to "માઈગ્રેનના દુખાવાથી આરામ આપશે આ ઘરગથ્થુ ઉપચાર"
ટિપ્પણી પોસ્ટ કરો