જીવનશૈલીમાં આજથી જ કરો આ ફેરફાર, વજન ઘટશે અને વધશે ઉંમર
વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને અનિયમિત આહાર ને કારણે મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. દરેક વ્યક્તિ વધેલા વજન ને ઘટાડવા માટે તેમના સ્તરનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. ઘણા લોકો સખત ડાયેટનું પાલન કરે છે. કેટલાક કલાકો સુધી જીમમાં વર્કઆઉટ કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને, તમે વધેલા વજનને ઘટાડી શકો છો. હા, વધેલા વજનને ઘટાડવા માટે તમારે તમારી લાઇફસ્ટાઇલમાં આ ફેરફારો કરવા જોઈએ. આ ફેરફારો કરવાથી તમારા પેટમાં સંગ્રહિત ચરબી ઝડપથી ઘટશે. ચાલો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણીએ.
ગરમ પાણી પીવું

જો તમારી મેટાબોલિઝમ રાતના સમય દરમિયાન ધીમો પડી જાય છે, તો પછી સવારે યોગ્ય શરૂઆત કરો. તેના માટે સવારે એક થી બે ગ્લાસ ગરમ પાણી પીવો. ગરમ પાણી તમારા પાચન ની સાથે ટોક્સિક પદાર્થ ને બહાર કાઢવામાં મદદ કરે છે. હકીકતમાં ગરમ પાણી શરીર ના ફેટ સેલ્સ ને બર્ન કરવામાં મદદ કરે છે. તે પાચન તંત્ર ને સુધારવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત તે ભૂખ ને પણ શાંત રાખે છે. કેલરી ની માત્રાને નિયંત્રિત કરવા માટે ભોજનના ત્રીસ મિનિટ પહેલા ગરમ પાણી પીવો.
સનબાથ

એક અભ્યાસ મુજબ સૂર્યના કિરણો વજન ઘટાડવામાં મદદ કરે છે. આ અભ્યાસ જર્નલ સાઇટીફિક રિપોર્ટમાં પ્રકાશિત થયો હતો. આ અભ્યાસ મુજબ સનબાથ લેવાથી શરીરમાં વિટામિન ડી ની માત્રા વધે છે, વિટામિન ડી હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
નિયમિત વર્કઆઉટ કરો
દરરોજ સવારે ઉઠો અને વીસ થી પચીસ મિનિટ માટે વર્કઆઉટ કરો. તે ફક્ત તમારા મેટાબોલિઝ્મ ને બૂસ્ટ નહીં કરે, પરંતુ તમારો દિવસ પણ સારી રીતે શરૂ થશે. સુધારેલ મેટાબોલિઝ્મ ઝડપી વજન ઘટાડવામાં મદદ કરે છે.
પોષ્ટિક ખોરાક લો

નિયમિત રીતે વર્કઆઉટ જ નહીં, પણ વજન ઓછું કરવા માટે યોગ્ય ખાવાનું ખૂબ જ જરૂરી છે. સીડીસી (રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો) અનુસાર નિયમિત ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તમારા ડાયટમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો. તમારી ડાયટ ફાઇબર, મિનરલ્સ, વિટામિન્સ અને પ્રોટીન થી ભરપૂર હોવી જોઇએ.
ઠંડા પાણીથી કરો સ્નાન :
ઠંડા પાણી થી સ્નાન કરવાથી હંમેશા સારું ન લાગે. પરંતુ કેટલીક સ્ટડી મુજબ તે શરીરમાં ફ્રોઝન એડીપોઝ ટિશ્યૂ ને એક્ટિવેટ કરે છે, જેના કારણે વ્હાઇટ ફેટી ટિશ્યૂ બર્ન થાય છે. ઘણા અભ્યાસોમાં દાવો કરવામાં આવ્યો છે કે સવારે ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરની ચરબી બર્ન થઇ જાય છે, અને મેટાબોલિઝ્મ રેટ વધે છે.
0 Response to "જીવનશૈલીમાં આજથી જ કરો આ ફેરફાર, વજન ઘટશે અને વધશે ઉંમર"
ટિપ્પણી પોસ્ટ કરો