દીકરા વિયાન રાજ કુન્દ્રા સાથે બાપ્પાને ઘરે લાવી શિલ્પા શેટ્ટી, માનતા પછી 11 વર્ષથી કરી રહી છે સ્થાપના

શિલ્પા શેટ્ટી કુન્દ્રા દર વર્ષે ગણેશ ચર્તુર્થી ધૂમધામથી સેલિબ્રેટ કરે છે. આ વખતે રાજ કુન્દ્રાના જેલમાં હોવાના કારણે એમનો પરિવાર ખૂબ જ તણાવમાંથી પસાર થઈ રહ્યો છે. એવામાં સમયમાં શિલ્પા શેટ્ટીએ ગણેશ ચતુર્થી મિસ ન કરવાનો નિર્ણય કર્યો છે.

image source

શિલ્પા શેટ્ટી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પાને એમના ઘરે લાવી છે. ગણપતિ બાપ્પા બધા વિધ્નોને હરી લે છે. એવામાં શિલ્પા શેટ્ટીની પણ એ પ્રાર્થના હશે કે બાપ્પા એમની મુશ્કેલીઓ ઓછી કરી અને પરિવારમાં ખુશીઓ લઈને આવે.

ગણપતિ બાપ્પાને ઘરે લાવતા શિલ્પા શેટ્ટીના ફોટા સામે આવ્યા છે. શિલ્પા શેટ્ટીની જિંદગીમાં જેટલી પણ ઉથલ પાથલ કેમ ન ચાલી રહી હોય એક્ટ્રેસના ચહેરા પર સ્માઈલ જ દેખાય ચેમ શિલ્પા શેટ્ટી ફોટામાં પહેલાની જેમ જ બાપ્પાને ઘરે લાવતા એક્સાઇટેડ દેખાઈ રહી છે.

image soucre

વાયરલ થઇ રહેલા વીડિયોમાં શિલ્પા કોવિડ-૧૯ના દરેક પ્રોટોકોલને અનુસરી રહેલી જોવા મળે છે. તેણે મોઢાંપર માસ્ક પેર્યું છે. તે ગણપતિજીની મૂર્તિ ઘરમાં લાવતી જોવા મળી રહી છે.

10 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી છે. શિલ્પા શેટ્ટી લાલબાગ ગણપતિ બાપ્પાની મૂર્તિ લેવા પહોચી. ફેસ્ટિવ શૂટમાં શિલ્પા શેટ્ટી સ્ટનિંગ લાગી રહી હતી. એ દરમિયાન શિલ્પા શેટ્ટીએ પેપરાજીને પોઝ પણ આપ્યા.

image soucre

દર વર્ષે શિલ્પા શેટ્ટીની સાથે ગણપતિ બાપ્પાને ઘરે લાવતા અને અલવીદા કરતી વખતે રાજ કુન્દ્રા હાજર રહેતા હતા. પણ આ વખતે રાજ કુન્દ્રાની ગેરહાજરીમાં શિલ્પા શેટ્ટી બધી જવાબદારીઓ નિભાવતા દેખાઈ રહી છે.

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ છે. આ કેસ અંગે હાલ રાજ કુન્દ્રા જેલના સળિયાની પાછળ છે. રાજ કુન્દ્રા પર ઘણા ગંભીર આરોપ લાગ્યા છે. શિલ્પા શેટ્ટીને પણ રાજ કુન્દ્રા બાબતે પોલીસે પૂછપરછ કરી હતી.

image soucre

શિલ્પા શેટ્ટીને પોલીસે ક્લીન ચિટ આપી છે. પોલીસની સામે શિલ્પા શેટ્ટીએ એમના પતિ રાજ કુન્દ્રાનો સાથ આપ્યો હતો. એક્ટ્રેસે રાજ કુન્દ્રાનો પક્સ લેતા કહ્યું હતું કે એ એરોટિક મૂવીઝ બનાવતા હતા પોર્ન નહિ.

image soucre

રાજ કુન્દ્રાના અરેસ્ટ થયા પછીથી શિલ્પા શેટ્ટીએ ખુદને લો પ્રોફાઈલ રાખેલી છે. શિલ્પા શેટ્ટી 3 સપ્તાહ સુધી રિયાલિટી શો સુપર ડાન્સર 4માંથી બ્રેક લીધો હતો. હવે એ વર્ક મોડમાં પરત આવી ચૂકી છે અને સતત કામ કરી રહી છે.

0 Response to "દીકરા વિયાન રાજ કુન્દ્રા સાથે બાપ્પાને ઘરે લાવી શિલ્પા શેટ્ટી, માનતા પછી 11 વર્ષથી કરી રહી છે સ્થાપના"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel