15 કિલો વજન ઘટાડીને કોમેડિયન ભારતી સિંહે બધાને ચોંકાવી દીધા, કહ્યું કે હવે અસ્થમા અને ડાયાબીટીસ પણ છે કન્ટ્રોલ.

કોમેડિયન ભારતી સિંહને આજે કોઈ પરિચયની જરૂર નથી. એમને ઇન્ડસ્ટ્રીમાં કેટલા સંઘર્ષ પછી જગ્યા બનાવી છે એનાથી હર કોઈ વાકેફ છે. ભારતી સિંહ લોકોને ક્ષણવારમાં હસાવવાનો દમ રાખે છે. હાલમાં જ ભારતી સિંહે વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા છે. વાત જાણે એમ છે કે ભારતી સિંહે ખાણીપીણીની લઈને ખૂબ જ કડકાઈ રાખી અને પોતાને સંપૂર્ણપણે ટ્રાન્સફોર્મ કરી લીધી છે. એક અંગત મીડિયા વેબસાઈટને એમને એમની સ્ટોરી વિસ્તારપૂર્વક શેર કરી છે.

image source

એમને જણાવ્યું કે મેં મારા વજનને 91 કિલોમાંથી 76 કિલો કરી લીધું છે. હું પણ હેરાન છું કે મેં આટલું વજન ઘટાડી લીધું છે. પણ હું ખુશ છું કે હવે હું સ્વસ્થ અને ફિટ મહેસુસ કરી રહી છું. હવે શ્વાસ નથી ચડતો અને હળવું હળવું ફિલ થાય છે.

image soucre

ભારતી સિંહ આગળ કહે છે કે મારું ડાયાબીટીસ અને અસ્થમા પણ કંટ્રોલમાં આવી ગયું છે. હું સાંજે સાત વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કઈ નથી ખાતી. હું 12 વાગ્યા પછી ખાઉં છું. મેં 30 32 વર્ષ ઘણું બધું ખાધું છે અને એ પછી એક વર્ષ મારી બોડીને ટાઈમ આપ્યો તો બધું એક્સેપટ કર્યું.

image soucre

સાથે જ ભારતી સિંહે કહ્યું કે હવે જ્યારે એ ખુદને સ્ક્રીન પર જોવે છે તો એને ખૂબ જ સારું મહેસુસ થાય છે. તમને જણાવી દઈએ કે હાલ ભારતી સિંહ ધ કપિલ શર્મા શો અને ડાન્સ દિવાને 3માં દેખાઈ રહી છે. ભારતી સિંહે એ પણ જણાવ્યું છે કે પતિ હર્ષ એમની ડાયટ અને જમવાનું કન્ટ્રોલ કરવાથી ખુશ નહોતા. એ એમના પેટ સાથે રમતા હતા અને વારંવાર એ જ કહેતા હતા કે આખરે કેમ એ બહારનું ખાવાનું નથી ખાઈ રહી.

image soucre

તમને જણાવી દઈએ કે ભારતી સિંહ અને હર્ષ લીંબચીયાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા હર્ષ લીંબચીયા અને ભારતી સિંહે એકબીજાને લગભગ 7 વર્ષ સુધી ડેટ કર્યા હતા. હર્ષ લીંબચીયા અને ભારતી સિંહની પહેલી મુલાકાત રિયાલિટી શો કોમેડી સર્કસ દરમિયાન થઈ હતી. એ દરમિયાન બન્નેની પહેલા મિત્રતા થઈ અને પછી જલ્દી જ આ દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ. આ શોમાં ભારતી સિંહ એક કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થઈ હતી જ્યાં શોમાં હર્ષ સ્ક્રીપ્ટ રાઇટર હતા.

image soucre

હાલના દિવસોમાં ભારતી સિંહ એમના પતિ હર્ષ લીંબચીયા સાથે ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાને 3 હોસ્ટ કરી રહી છે. આ શોમાં માધુરી દીક્ષિત જજ તરીકે દેખાઈ રહી છે. વાત જાણે એમ છે કે શોને પહેલા હોસ્ટ રાઘવ જુયાલના કોરોના પોઝિટિવ થયા પછી જ ભારતી સિંહ અને હર્ષ લીંબચીયા હોસ્ટ તરીકે દેખાઈ રહ્યા છે. જો કે રાઘવ શોમાં પરત ફર્યો છતાં બન્ને હજી પણ શોનો ભાગ છે.

0 Response to "15 કિલો વજન ઘટાડીને કોમેડિયન ભારતી સિંહે બધાને ચોંકાવી દીધા, કહ્યું કે હવે અસ્થમા અને ડાયાબીટીસ પણ છે કન્ટ્રોલ."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel