નેહા અને હની સિંહના સોન્ગ કાંટા લગા ઈન્ટરનેટ પર છવાઈ ગયું, 18 કલાકમાં 1 કરોડથી વધુ લોકોએ સાંભળ્યું

સિંગર નેહા કક્કર, ટોની કક્કર અને યો યો હની સિંહે બુધવારે એમનું પાર્ટી ટ્રેક કાંટા લગા સોન્ગ રિલીઝ કર્યું હતું. ત્રણેય સિંગર્સને વિશ્વાસ હતો કે બધા મ્યુઝિક લવર્સને આ ગીત ચોક્કસ ગમશે જ, જે સાચું પણ પડ્યું અને રીલીઝની સાથે જ આ ગીત ટોપ ટ્રેંડમાં સામેલ છે. થોડાક જ કલાકમાં એને એક કરોડથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે.

ફૂલ ઓન પાર્ટી સોન્ગ છે કાંટા લગા.

नेहा कक्कड़, हनी सिंह के सॉन्ग Kanta Laga ने मचाई धूम, 18 घंटे में व्यूज 1 करोड़ के पार
image source

જ્યારે આ ગીતના રિલીઝ થવાની વાત સામે આવી હતી તો સૌને લાગ્યું કે આ જુના ગીતનું જ નોર્મલ રીક્રિએટ વર્ઝન છે. પણ ગીત સાંભળવા પર એકદમ નવી રીતે સામે આવે છે. આ ફૂલ ઓન પાર્ટી સોન્ગ છે. જેમાં યો યો હની સિંહનું રેપ અને જબરદસ્ત મ્યુઝિક દિલ જીતી લે છે. આ ગીતને અત્યાર સુધી 1 કરોડ 18 લાખથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે. જોઈ લો આ વિડીયો.

નેહા કક્કરને છે આ આશા.

image source

નેહા કકકરે કહ્યું કે મેં પહેલા પણ ટોની અને યો યો હની સિંહ સાથે સોન્ગ ગાયું છે. કાંટા લગા માટે એક સંઘે કામ કરીને ખૂબ જ મજા આવી. આ બન્ને કલાકારો સાથે ગાઉ એક પાર્ટી સમાન હતું અને હવે જ્યારે એ રિલીઝ થઈ ગયું છે તો આશા છે કે એને પણ અન્ય ગીતોની જેમ ખૂબ જ પ્રેમ મળશે.

શુ કહ્યું હની સિંહે.

image source

તો યો યો હની સિંહ કહે છે કે આ એ સહયોગ છે જેના વિશે હું ખૂબ જ ઉત્સાહિત હતો અને મને ખુશી છે કે એ હવે રિલીઝ થઈ ગયું છે..પાર્ટી ચાલુ રહે અને મને આશા છે કે કાંટા લગાના માધ્યમથી શ્રોતાઓ પાસે કંઈક એવું છે જેનો એ આનંદ લઈ શકે છે.

image source

મિહિર ગુલાટી દ્વારા નિર્દેશિત ગીત અંશુલ ગર્ગના લેબલ દેશી મ્યુઝિક ફેકટરી હેઠળ રજૂ કરવામાં આવ્યું છે. અંશુલ કહે છે કે કાંટા લગા માટે શ્રોતાઓ આતુરતાથી રાહ જોવું એ હૃદયસ્પર્શી છે. અમે આ ગીતને દુનિયા ભરમાં નેહા કક્કર, ટોની કક્કર અને યો યો હની સિંહના બધા ફેન્સને સમર્પિત કરીએ છીએ. આ ગીતને એક સાથે રાખવું આખી ટીમ માટે એક રોમાંચક અનુભવ હતોણે અમે ખુશ છીએ કે આ રિલીઝ થઈ ગયું છે.

Related Posts

0 Response to "નેહા અને હની સિંહના સોન્ગ કાંટા લગા ઈન્ટરનેટ પર છવાઈ ગયું, 18 કલાકમાં 1 કરોડથી વધુ લોકોએ સાંભળ્યું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel