હાશ, હવે કાગળિયાની કડાકૂટમાંથી છુટકારો, સીમકાર્ડ સંબંધી ડોક્યુમેન્ટ હવે ડિજિટલ ફોર્મેટમાં પણ માન્ય રહેશે
આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણા ફોન માટે નવું સિમ કાર્ડ લેવાનું થાય કે આપણા પોસ્ટપેડ મોબાઈલ નંબરને પ્રિપેડ મોબાઈલ નંબરમાં કે પ્રિપેડ મોબાઈલ નંબરને પોસ્ટપેડ મોબાઈલ નંબરમાં કન્વર્ટ કરવાનું થાય ત્યારે આપણે જે તે સિમ પ્રોવાઇડરની સ્થાનિક બ્રાન્ચ કે સ્ટોલ પર જઈને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ આપવાના રહે છે. અને આ કાર્યવાહી બાદ જ આપણું સિમ કાર્ડ ચાલુ થાય છે.
પરંતુ હવે નવા કનેક્શન લેવા પર કે તમારા પ્રિપેડ નંબરને પોસ્ટપેડ કે પોસ્ટપેડ નંબરને પ્રિપેડ નંબરમાં કન્વર્ટ કરવાં અંતે ફિઝિકલ ફોર્મ ભરવાની જરૂર નહીં પડે. ટેલિકોમ કંપનીઓ હવે આ કામ ડિજિટલ માધ્યમથી કરી શકશે. કેબિનેટ બેઠકમાં સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
હવેથી જો તમે કોઈ નવો મોબાઈલ નંબર લેવા ઇચ્છતા હોય કે ટેલિકોમ કનેક્શન લેવા ઇચ્છતા હોય તો તમારી KYC પૂર્ણ રીતે ડિજિટલ હશે. એટલે કે KYC માટે તમારે કોઈ પ્રકારની કાગળ પરની કાર્યવાહી કરવાની જરૂર નહીં રહે. પોસ્ટપેડ સિમ કાર્ડને પ્રિપેડ સિમ કાર્ડમાં કરાવવા જેવા કામો માટે પણ હવે કોઈ ફોર્મ ભરવાનું નહીં રહે. આ માટે હવે ડિજિટલ KYC જ માન્ય ગણવામાં આવશે. નવા નિયમો અનુસાર તમે સિમ કાર્ડ આપનારી કંપનીની એપ દ્વારા સેલ્ફ KYC કરી શકશો. આ માટે તમારે ફક્ત 1 રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે.

હાલના નિયમો અનુસાર જો કોઈ ગ્રાહક પોતાના પ્રિપેડ મોબાઈલ નંબરને પોસ્ટપેડ મોબાઈલ નંબરમાં કે પોસ્ટપેડ મોબાઈલ નંબરને પ્રિપેડ મોબાઈલ નંબરમાં કન્વર્ટ કરવા સારું યુઝરને દરેક વખતે KYC પ્રોસેસ પુરી કરવાની રહે છે. પરંતુ હવે નવા નિયમો આંસુર આ પ્રિક્રિયા એક જ વખત કરાવવાની રહેશે એટલે કે કે યુઝરે એક જ વખત KYC રજૂ કરવાની રહેશે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે KYC માટે ગ્રાહકો પાસેથી અમુક ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. આમ તો આ કામ જ્યાંથી તમે સિમ કાર્ડ ખરીદો ત્યાં જ કરવાનું હોય છે પણ હવે તમે પોતે જ ઓનલાઇન પ્લેટફોર્મ પર ડોક્યુમેન્ટ અપલોડ કરવા પોતાની KYC કરી લે તો તેને સેલ્ફ KYCબ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા ઓનલાઇન વેબસાઈટ કે એપ દ્વારા પણ કરી શકાય છે.
આ માટે યુઝરે સૌથી પહેલા સિમ પ્રોવાઇડરની એપ ફોનમાં ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ તમારા ફોન દ્વારા રજિસ્ટર કરવું પડશે અને એક અલ્ટરનેટ નંબર પણ આપવાનો રહેશે. જે તમારા ઓળખીતા વ્યક્તિનો નંબર પણ હોઈ શકે છે. આટલું કામ કર્યા બાદ તમારે લોગિન કરવાનું રહેશે. અને તેમાં સેલ્ફ KYC નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જેમાં માંગવામાં આવેલી માહિતી ભરીને તમે KYC ની આ પ્રક્રિયાને પુરી કરી શકો છો.
0 Response to "હાશ, હવે કાગળિયાની કડાકૂટમાંથી છુટકારો, સીમકાર્ડ સંબંધી ડોક્યુમેન્ટ હવે ડિજિટલ ફોર્મેટમાં પણ માન્ય રહેશે"
ટિપ્પણી પોસ્ટ કરો