જાણી લો તહેવારમાં સ્પેશિયલ ટ્રેનના ટાઈમ અને હોલ્ટની વિગત, મુસાફરોને મળશે મોટી રાહત
ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર ભારતીય રેલવે ટ્રેન ના મુસાફરો માટે મોટી ઘોષણા કરી છે. રેલવેના મુસાફરોને ગણેશ ચતુર્થી પર ભારતીય રેલવે વિભાગ તરફથી ભેટ મળી છે. આ ભેટ એવી છે કે રેલવે 261 ગણપતિ સ્પેશ્યલ ટ્રેન ચલાવવા જઈ રહ્યું છે. આ ટ્રેનની સુવિધા યાત્રીઓને આગામી 20 સપ્ટેમ્બર 2021 સુધી મળશે. આ બધી જ ટ્રેન સંપૂર્ણ રીતે રિઝર્વ છે અને તેનું ભાડું પણ ખાસ રાખવામાં આવ્યું છે.

ગણપતિ ઉત્સવ દરમિયાન રેલવે યાત્રીઓની સુવિધા ને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા ગણપતિ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા પાછળ એક કારણ લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવાનું પણ છે. તહેવારની સિઝન દરમિયાન રેલયાત્રા માં ભીડ ઓછી થાય તે માટે યાત્રીઓની સગવડતા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ખાસ ટ્રેન શરૂ કરાઈ છે. સામાન્ય રીતે આ દિવસોમાં ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યામાં વધારો થાય છે. તેવામાં વધારે ટ્રેન ચાલતી હોય તો લોકોને સગવડતા રહે છે.
For the convenience of passengers during Ganapati Festival and to clear the extra rush during the festive season, Indian Railways will run 261 Ganapati Special trains to various destinations.https://t.co/QqIDVLgJKK pic.twitter.com/OOUl62qQYZ
— Ministry of Railways (@RailMinIndia) September 7, 2021
રેલવે વિભાગ દ્વારા જે 261 ગણપતિ સ્પેશ્યલ ટ્રેન દેશના અલગ-અલગ સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે. તેમાં યાત્રીઓની સુવિધા ને ધ્યાનમાં રાખી કેટલાક એસી કોચ પણ જોડવામાં આવ્યા છે. આ ટ્રેનના સમય ટીકીટ બુકિંગ સહિતની વિસ્તૃત જાણકારી https://ift.tt/1StdyAM પરથી મેળવી શકાય છે. આ ટ્રેનમાં મુસાફરી એવા યાત્રી જ કરી શકશે જેમની પાસે યાત્રા કરવા માટે કન્ફર્મ ટિકિટ હશે. કારણ કે આ ટ્રેનમાં વેઇટિંગ ટિકિટ ની કોઈ જોગવાઈ નથી. આ નિયમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે ટ્રેનમાં વધારે પ્રમાણમાં ભીડ ન થાય.

રેલ્વ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે યાત્રીઓએ મુસાફરી દરમિયાન કોરોના પ્રોટોકોલનો ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે કોરોના સંબંધિત તમામ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. 261 સ્ટેશન ટ્રેનમાં સેન્ટ્રલ રેલવેની 201, વેસ્ટન રેલ્વેની 42 ટ્રેન, કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ 18 ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની તમામ વિગતો ભારતીય રેલવે દ્વારા વેબસાઇટ પર મુકી દેવામાં આવી છે.
0 Response to "જાણી લો તહેવારમાં સ્પેશિયલ ટ્રેનના ટાઈમ અને હોલ્ટની વિગત, મુસાફરોને મળશે મોટી રાહત"
ટિપ્પણી પોસ્ટ કરો