અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને ગુજરાત પહોંચાડ્યું ડ્રગ્સ, જાણો કચ્છથી કેટલા કરોડનો મળ્યો જથ્થો
પંજાબમાં તો તમે ડ્રગ્સની હેરાફેરીની વાતો ઘણી સાંભળી હશે અને તેના પર ફિલ્મ પણ બની હતી. જો કે હવે આ ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાત સુધી પહોંચી ગયો છે. નોંધનિય છે કે, મુન્દ્રા બંદર વિભાગે સંદીગ્ધ એવા કન્ટેનર્સની તપાસમાં માદક પદાર્થોનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ અંગે ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સને મળેલી બાતમીના આધારે મંગળવારે આ ચારેક જેટલા કન્ટેનર્સની તપાસ કરવાંમાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં ડ્રગ્સ મળી આવ્યું હતું. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે, આંતર રાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિમત 2500 કરોડથી વધુ થાય છે.

તો આ અંગે સામે આવેલા તથ્યો અનુસાર અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને આવેલા પાઉડરના ચાર કન્ટેનરમાં નશીલો પદાર્થ હોવાની DRI ને આશંકા હતી. જ્યારે આ તમામ કન્ટેનરની તપાસ માટે લગભગ 8 જેટલી એજન્સીઓ કામે લાગી હતી. તો બીજી તરફ હવે ફોરેન્સીક વિભાગ પણ આ પાઉડરના જથ્થાની ચકાસણી કરશે.

જો આ ડ્રગ્સ કેફી દ્રવ્ય નીકળ્યું તો મુન્દ્રા બંદર પર આટલો મોટો કેફી દ્રવ્યનો જથ્થો ઝડપાયાની પહેલી ઘટના હશે. જો કે શરૂઆતના એવી માહિતી સામે આવી હતી કે દાણચોરીથી વિદેશી સીગારેટસ લાવવામાં આવી હશે. પરંતુ આ ચાર માના એક કન્ટેનરમાં સંદિગ્ધ પદાર્થ હોવાની આશંકા જતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ત્યાર બાદ મુન્દ્રા બંદર પર આવેલા આ ચારેય કન્ટેનર્સ વિશે DRI બારીકીથી પૂછપરછ કરી હતી.

તો બીજી તરફ મુન્દ્રા બંદર વિભાગ પર સંદીગ્ધ એવા કન્ટેનર્સની તપાસમાં માદક પદાર્થોનો જંગી જથ્થો ઝડપાયો. ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સને મળેલી બાતમીના આધારે મંગળવારે આ ચારેક જેટલા કન્ટેનર્સની તપાસ માટે અટકાવ્યા હતા ત્યાર બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાસ થયો છે. નોંધનિય છે કે આ પહેલા પણ કચ્છમાંથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. જેને લઈને એજન્સીઓ હંમેશા સતર્ક રહેતી હોય છે.

તો બીજી તરફ હવે તમામ એજન્સીઓ આ ડ્રગ્સના તાર ક્યા ક્યા જોડાયેલા છે તેને લઈને તપાસ કરી રહી છે. આ કૌભાંડનો રેલો ઘણા મોટા માથા સુધી ફેલાય તો નવાઈ નહીં. જો કે આ હાલમાં આ અંગે કોઈ વધારે માહિતી સામે આવી નથી. પરંતુ હજારો કરોડના આ ડ્રગ્સની તસ્કરી સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. નોંધનિય છે કે આજનુ યુવાધાન નશામાં પડીને પોતાની જિંદગી બરદાદ કરી રહ્યું છે તેથી તેના પર લગામ કસવી જરૂરી છે.
0 Response to "અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને ગુજરાત પહોંચાડ્યું ડ્રગ્સ, જાણો કચ્છથી કેટલા કરોડનો મળ્યો જથ્થો"
ટિપ્પણી પોસ્ટ કરો