જોર્જીયા ઍન્ડ્રિયાની દેખાય છે ખૂબ જ ફિટ, આ છે ફિટનેસનું રહસ્ય
બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની થોડા થોડા દિવસે ચર્ચામાં રહે છે. જોર્જિયા એક પ્રખ્યાત મોડેલ અને અભિનેત્રી છે. ગ્લેમર વર્લ્ડમાં ફિટનેસ હંમેશા મોટી બાબત રહી છે. જોર્જિયા તેના નિયમિત વર્કઆઉટ્સ અને ટાઈટ સિડયૂલની મદદથી હંમેશા પોતાને ખૂબ જ ફિટ રાખે છે. પણ આખરે એ શું કરે છે કે જેથી તે પોતાની જાતને એટલી ફિટ રાખી શકે? અભિનેત્રીએ તાજેતરમાં જ તેના ફિટ ફિઝિક પાછળના 5 સિક્રેટસ શેર કર્યા છે.

જોર્જિયા સવારે વહેલા ઉઠવાનું પસંદ કરે છે અને પછી સાયકલ ચલાવવા, દોડવા જેવા ઝડપી કાર્ડિયો વર્કઆઉટ કરે છે. કાર્ડિયો વર્કઆઉટ તમારા શરીરમાંથી વધારાની કેલરી બર્ન કરીને માત્ર શરીરની ચરબી ઘટાડે છે પણ તે તમારા ફિગરને મેઈન્ટેન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
સારા કાર્ડિયો વર્કઆઉટ પછી, જોર્જિયા એન્ડ્રીયાની માનસિક શાંતિ માટે મેડિટેશન અને યોગ કરે છે. તે તણાવ વચ્ચે તેમના મનને શાંત રાખવામાં મદદ કરે છે અને તણાવને દૂર રાખે છે. જ્યોર્જિયા ના જીવનમાં યોગ અને મેડિટેશન મહત્વની ભૂમિકા ભજવે છે.

જોર્જિયા શાકાહારી ડાયટ ફોલો કરે છે. ડાયટ ફોલો કરવું પણ એટલું જ જરૂરી છે જેટલું વર્કઆઉટ અને યોગ કરવું મહત્વપૂર્ણ છે. એન્ડ્રીયાની હંમેશા ઇન્સ્ટાગ્રામ પર ફિટનેસ વીડિયો શેર કરીને તેના ચાહકોને તેના ફિટનેસ ગોલ્સ માટે પ સમર્પિત રહેવા માટે મોટીવેટ કરતી રહે છે..
એન્ડ્રિયાની પોતાની જાત સાથે જોડાવા માટે સમય કાઢવાની સલાહ આપે છે. તે તેના મિત્રો અને પરિવાર માટે તેના વ્યસ્ત સિડયૂલમાંથી સમય કાઢે છે અને તેમની સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે કારણ કે તે તેમનાથી દૂર રહે છે. તે તેમને તેમના કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંપૂર્ણ સંતુલન જાળવવામાં મદદ કરે છે.
એન્ડ્રીયાની ધ્યાન રાખે છે કે તેને દરરોજ રાત્રે 7-8 કલાકની ઉંઘ મળે. કારણ કે ખુદને સ્વસ્થ, સુખી અને તણાવમુક્ત રાખવા માટે યોગ્ય ઊંઘ ચક્ર જાળવવું પણ ખૂબ મહત્વનું છે. ઊંઘ લેવી એ શરીર માટે એટલું જ મહત્વનું છે જેટલું કામ કરવું અને સક્રિય રહેવું. એન્ડ્રીયાની એ પોતાની મહેનત અને સમર્પણથી બોલિવૂડમાં પગ મૂક્યો છે. તેણે સાબિત કરી દીધું છે કે બધા સપનાઓ પુરા કરી શકાય છે અને જો કોઈ વ્યક્તિ પોતાના સપના, ધ્યેયો અને ઈચ્છાઓ માટે સતત પ્રયત્ન કરે તો કશું પ્રાપ્ત કરવું અશક્ય નથી
0 Response to "જોર્જીયા ઍન્ડ્રિયાની દેખાય છે ખૂબ જ ફિટ, આ છે ફિટનેસનું રહસ્ય"
ટિપ્પણી પોસ્ટ કરો