વસ્તી નિયંત્રણ માટે અમદાવાદ કોર્પોરેશન લાગુ કર્યો વિચિત્ર નિયમ, ત્રીજા બાળકને લઈને કહ્યું આવું…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના એક વિચિત્ર નિયમને કારણે હાલ ચર્ચામાં છે. આ નિયમ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની વસ્તી નિયંત્રણ કરવા માટે લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ આ નિયમ એટલો વિચિત્ર છે કે લોકોના મુખે તેની ચર્ચા જોરશોરથી થવા લાગી છે. આ નિયમ અનુસાર કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં બે બાળકો સુધી જ કોઈ પણ મહિલાની ડિલિવરી કરવામાં આવશે. એટલે કે જો કોઈ મહિલાને ત્રીજી વખત બાળકનો જન્મ થાય તો તેનો ચાર્જ તેણે ચૂકવવો પડશે એટલે કે તેની ડિલિવરી કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં પણ ફ્રી કરવામાં નહીં આવે.

જો કે આ નિયમ ફક્ત હમણાં લાગુ કરવામાં આવ્યો છે પરંતુ આ ઠરાવ વર્ષો પહેલા રજૂ કરી દેવામાં આવ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકામાં 1987માં આવો ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ તેના પર અમલ કરાયો ન હતો. પરંતુ હવે આ નિયમ લાગુ કરવા માટે ઠરાવને ફરીથી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવનાર છે આ ઠરાવને મંજુરી મળી ગયા પણ શહેરમાં તેને અમલમાં મુકવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકાએ આ ઠરાવ અનુસાર ના નિયમને કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહમાં લાગુ કરવાની યોજના બનાવી છે. આ ઠરાવને મંજૂરી મળી ગયા બાદ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહમાં બે બાળકો સુધીનો ખર્ચ જ હવેથી સરકાર ઉઠાવશે. આ સિવાય ત્રીજો બાળકના જન્મ પર તેનો ખર્ચ પરિવારને આપવો પડશે. ઠરાવને મંજૂરી મળી ગયા બાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી એસ હોસ્પિટલ, એલ જી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં નિયમોની અમલવારી શરૂ થશે.
જો કે ઠરાવ અનુસાર બે બાળક સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે ઉપરાંત બે બાળક પછી જો કોઇ નસબંધી કરાવે તો તેનો ખર્ચ પણ કોર્પોરેશન ચૂકવશે. હવે જોવાનું રહ્યું કે આ અંગે નો નિયમ ક્યારથી અમલમાં આવે છે પરંતુ હાલ તો આ નિયમની ચર્ચા જોરશોરથી રાજ્યભરમાં થવા લાગી છે
0 Response to "વસ્તી નિયંત્રણ માટે અમદાવાદ કોર્પોરેશન લાગુ કર્યો વિચિત્ર નિયમ, ત્રીજા બાળકને લઈને કહ્યું આવું…"
ટિપ્પણી પોસ્ટ કરો