બોલ્ડ અંદાજમાં રિયા ચક્રવર્તીની સોશિયલ મીડિયા પર થઈ એન્ટ્રી, સુશાંતના મોત પછી પહેલીવાર છવાઈ.
બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી હવે એક ચર્ચિત નામ છે. એમના કામથી વધુ વિવાળોના કારણે એમનું નામ ચર્ચામાં રહે છે. સુશાંત સિંહ રાજપૂતના મોત પછી એમને લઈને શુ ન કહેવામાં આવ્યું અને બતાવવામાં આવ્યું, એ કોઈનાથી છુપાયેલું નથી. સુશાંત સિંહના મોત પછીથી રિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બહુ ઓછી દેખાતી હતી પણ હાલમાં જ રિયાએ એમનો એક ફોટો શેર કર્યો છે. એમાં એ બ્રાલેટ પહેરેલી દેખાઈ રહી છે. આ ફોટાના જ્યાં ઘણા લોકો પસંદ કરી રહ્યા છે તો ટ્રોલર્સ કમેન્ટ કરીને એમને નિશાનો બનાવી રહ્યા છે.

રિયા ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ પર એમનો એક મોનોક્રોમ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં એલિયા બ્લેક કલરની બ્રાલેટ સાથે મેચિંગ ટોપ પહેરેલી દેખાઈ રહી છે. સાથે જ રિયાએ કેપ્સનમાં હેસ્ટેગ નારી શક્તિ લખ્યું છે. આ ફોટા પર એમની મિત્ર શિવાની દાંડેકર, અનુષ્કા રંજન અને અનુષ્કા દાંડેકરે પણ કમેન્ટ કરી છે.
સુશાંતના મોત પહેલા રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી પણ એમના મૃત્યુ પછી એ ટ્રોલર્સના નિશાને હતું. સુશાંત ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ મુંબઈમાં પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.હવે લગભગ એક વર્ષ પછી ફરીથી એ સોશિયલ મીડિયા પર એક્ટિવ થતી દેખાઈ રહી છે

હાલમાં જ એમને ફિલ્મ ચહેરેમાં જોવામાં આવી હતી. આ ફિલ્મમાં એમની સાથે અમિતાભ બચ્ચન, અનનું કપૂર, ઇમરાન હાશ્મી, સિદ્ધાંત કપૂર, ધ્રૂતિમાન ચેટરજી અને રઘુવીર યાદવ મહત્વપુર્ણ ભૂમિકામાં હતા. ફિલ્મ બોક્સઓફિસ પર કઈ ખાસ કમાલ ન કરી શકી.પણ વિવાદોના લાંબા સમયલચી એમને કોઈ પડદા પર એક્ટિંગ કરતા જોવામાં આવી.

રિયાએ એમના કરિયરની શરૂઆત વર્ષ 2009માં નાના પડદાના રિયાલિટી શો ટીવીએસ સ્ફુટી ટીન ડીવાથી કરી હતી. એ આ શોની વિજેતા તો ન બની શકી અને રનરઅપ બનીને એમને સંતોષ માનવો પડ્યો.
એ પછી રિયાએ બેન્ડ બાજા બારાત માટે ઓડિશન આપ્યું હતું પણ એમને રિજેક્ટ કરી દેવામાં આવ્યા. આ એ જ ફિલ્મ છે જેમાં અનુષ્કા શર્મા દેખાઈ હતી..રિયા આયુષમાન ખુરાના સાથે મ્યુઝિક આલ્બમ ઓએ હિરીએમાં પણ દેખાઈ ચુકી છે.

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ રિયા ચક્રવર્તી વિવાદમાં છે. વિવાદમાં આવ્યા બાદ એકટ્રેસને બોલિવૂડ ફિલ્મમાં કામ મળવું મુશ્કેલ છે. આથી જ હવે રિયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ શોધી રહી છે. કામની શોધમાં રિયા થોડાં મહિના પહેલાં હૈદરાબાદ ગઈ હતી.
0 Response to "બોલ્ડ અંદાજમાં રિયા ચક્રવર્તીની સોશિયલ મીડિયા પર થઈ એન્ટ્રી, સુશાંતના મોત પછી પહેલીવાર છવાઈ."
ટિપ્પણી પોસ્ટ કરો