માતાની તબિયત નાજુક થતા અક્ષય કુમાર લંડનથી ફર્યો હતો પરત, નિધનના કારણે શોકમાં પરિવાર

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની માતાનું નિધન આજે સવારે થયું છે. અક્ષય કુમારની માતા અરુણા ભાટિયા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ વાતની પુષ્ટી ખુદ અક્ષય કુમારે કરી હતી. અક્ષય કુમારે ટ્વિટર દ્વારા આ સમાચાર તેના ચાહકો સાથે શેર કર્યા હતા. અક્ષય કુમારે પોતાની માતાને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટમાં લખ્યું છે કે તેઓ ખૂબ જ ખરાબ સમયનો સામનો કરી રહ્યા છે.

image soucre

ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની માતા ઘણા લાંબા સમયથી બીમાર હતા અને થોડા દિવસો પહેલા તેને મુંબઈના પવઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વાતની જાણકારી મળતા અક્ષય કુમાર વિદેશમાં ચાલતું તેની ફિલ્મનું શૂટિંગ છોડી મુંબઈ પરત ફર્યો હતો.

અક્ષય કુમાર તેની માતાના નિધન બાદ ખૂબ ભાવુક થયો હતો અને તેણે પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘તે મારા માટે બધું જ હતી અને આજે હું અસહ્ય પીડા અનુભવું છું. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયા આજે સવારે શાંતિથી આ દુનિયા છોડીને મારા પિતા પાસે બીજી દુનિયામાં પહોંચી ગયા છે. હું તમારી પ્રાર્થનાનો આદર કરું છું ઓમ શાંતિ ‘

image soucre

બે દિવસ પહેલા જ અક્ષય કુમારના માતાને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોતાની માતાની સંભાળ રાખવા માટે અક્ષય કુમાર બે દિવસ પહેલા લંડનથી મુંબઈ પરત ફર્યો હતો. જણાવી દઈએ કે અક્ષય કુમાર છેલ્લા કેટલાક અઠવાડિયાથી લંડનમાં તેની આગામી ફિલ્મ ‘સિન્ડ્રેલા’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. પરંતુ તેની માતાની હાલત નાજુક હોવાની વાતની જાણ થતાં જ અક્ષય કુમાર પહેલી ફ્લાઇટ લઈ મુંબઈ પરત ફર્યો. અક્ષય કુમારના માતાએ તેની હાજરીમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. અક્ષય કુમારના માતાના નિધન પર બોલિવૂડ સ્ટાર્સે તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી.

Related Posts

0 Response to "માતાની તબિયત નાજુક થતા અક્ષય કુમાર લંડનથી ફર્યો હતો પરત, નિધનના કારણે શોકમાં પરિવાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel