રીક્ષા ચાલકે બચાવ્યો યુવતીનો જીવ, ટ્રેન નીચે આપઘાત કરવા ગઈ હતી યુવતી
સોમવારે બૈતુલ શહેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર કોસમી સ્થિત રેલવે ફાટક પર એક યુવતી ટ્રેનની સામે આત્મહત્યા કરવા બેઠી હતી. ભોપાલ તરફથી એકદમ ભારે સ્પીડમાં આવતી ટ્રેન વચ્ચે થોડા પગલાનું અંતર હતું અને પછી ફાટક પાસે ઉભેલા ઓટોના ડ્રાઈવરે દોડીને તેને બચાવી લીધી હતી. ભારે મુશ્કેલીથી તેણે યુવતીને રેલવે ટ્રેકથી અલગ કરી. આ ઘટના ઓટોમાં બેઠેલા લોકોએ મોબાઇલ કેમેરામાં કેદ કરી હતી.

આ સમગ્ર ઘટના અંગે ઓટો ચાલક મોહસીન શાહે જણાવ્યું છે કે સવારે 11:15 વાગે એ એની રિક્ષામાં સવારી લઈને પોલીટેક્નિકસ કોલેજ તરફ જઈ રહ્યો હતો. ટ્રેન આવતા પહેલા કોસમીનો રેલવે ગેટ બંધ હોવાના કારણે એ ઓટો લઈને ઉભો રહ્યો હતો. નજીકમાં જ એક યુવતી મોઢા પર સ્કાર્ફ લપેટાયેલી ઉભી હતી અને રડી રહી હતી.

જેવો ટ્રેનનો હોર્ન સંભળાયો કે તરત જ એ યુવતીએ ફોન પર કોઈની સાથે વાત કરી અને તરત જ ફાટક પર લગાવેલા લોખંડના પોલની નીચે થઈને ટ્રેક પર જઈને ઉભી રહી ગઈ. સામેથી ટ્રેન આવી રહી હતી અને રેલવે ટ્રેક પર આમ આ યુવતીને ઉભેલી જોઈએ રીક્ષા ચાલક મોહસીન શાહને સમગ્ર બાબતનો ખ્યાલ આવી ગયો.

મોહસીન શાહ તરત જ એની ઓટોમાંથી ઉતરી ગયો અને દોડીને ગેટની નીચેના પોલ પરથી થઈને રેલવે ટ્રેક પર પહોંચી ગયો. એને યુવતીનો હાથ પકડીને એને ત્યાંથી અલગ કરવાનો પ્રયત્ન કર્યો પણ યુવતી જોર જોરથી રડવા લાગી હતી અને ત્યાંથી નહોતી આવી રહી. મોહસીને એને જોર કરીને ટ્રેકથી અલગ કરી કે તરત જ ખૂબ જ સ્પીડમાં ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ. યુવતીને ઓટો પાસે લાવવામાં આવી અને અન્ય લોકોએ એને એની તકલીફ વિશે પૂછ્યું પણ એ કોઈને કઈ પણ નહોતી જણાવી રહી.
/cloudfront-us-east-1.images.arcpublishing.com/gray/5N4DXHUA6FCGFFCJB3ASPEUNYY.jpg)
એ સમયે રેલવે ફાટક પર હાજર ગાર્ડે એના પરિવાર અંગેની જાણકારી એની પાસેથી લીધી અને એના પરિવારને ત્યાં બોલાવીને આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું. યુવતીના પરિવારના લોકો એને એમની સાથે લઈને ચાલ્યા ગયા.મોહસીને જણાવ્યું કે જો એ સંકોચના કારણે એક મિનિટનું પણ મોડું કરતો તો અનહોની થઈ શકતી હતી. ઓટો ચાલકને ઓટો એમ્બ્યુલન્સ યોજનાનું સંચાલન કરનાર બૈતુલ સાંસ્કૃતિક સેવા સમિતિ દ્વારા જીવન રક્ષક સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યો.
0 Response to "રીક્ષા ચાલકે બચાવ્યો યુવતીનો જીવ, ટ્રેન નીચે આપઘાત કરવા ગઈ હતી યુવતી"
ટિપ્પણી પોસ્ટ કરો