આર્યનના જેલ ગયા બાદ પહેલીવાર જેલમાં મળવા પહોંચ્યો શાહરુખ ખાન

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન હાલ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ફસાયેલો છે. 20 ઓક્ટોબરે આર્યન ખાનની જામીન અરજી પર મુંબઈ સેશંસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેને રદ કરી દેવામાં આવી હતી. આ બાદ આર્યન ખાનને ફરી એકવાર જેલભેગું થવું પડ્યું છે.

image socure

જો કે આજે સવારે ખબર એવી પણ સામે આવી કે જામીન ન મળવાની વાત પર આર્યન ખાન ખૂબ નિરાશ થયો છે તેવામાં આ સ્થિતિમાં દીકરાના સાંત્વના આપવા માટે શાહરુખ ખાન ખુદ તેને મળવા જેલ પહોંચ્યો હતો. મહત્વનું છે કે આર્યન ખાનની ધરપકડ બાદથી પરિવારમાંથી કોઈ તેને જેલમાં મળ્યું નથી પરંતુ ગઈકાલે જામીન અરજી રદ્દ થયા બાદ આજે સવાર સવારમાં જ શાહરુખ ખાન દીકરાને મળવા આર્થક રોડ જેલ પહોંચી ગયો હતો. જાણવા મળતી માહિતી અનુસાર બંને વચ્ચે 15 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી.

શાહરુખ ખાન ગુરુવારે સવારે દીકરાને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. તેણે ગ્રે ટી-શર્ટ અને ચશ્મા પહેર્યા હતા. બંને વચ્ચે 18 મિનિટની મુલાકાત હતી અને જેમાં 15 મિનિટ બંનેએ વાતચીત કરી હતી. જો કે બંનેની વાતચીત દરમિયાન એક કાચની દિવાલ તેમની વચ્ચે હતી. તેમણે ઈંટરકોમ પર વાતચીત કરી હતી. આ મુલાકાત સમયે પણ જેલના અધિકારીઓ હાજર રહ્યા હતા એટલે કે કિંગ ખાન તેના દીકરાને એકલામાં મળી શક્યા ન હતા.

image socure

મહત્વનું છે કે મહારાષ્ટ્રની જેલોમાં કોરોનાના કારણે કેદીઓને તેમના પરિજનોને આમને સામને મળવાની મંજૂરી આપવામાં આવતી ન હતી. તેથી અત્યાર સુધી આર્યન ખાનને તેના પરિવારમાંથી કોઈ મળી શક્યું ન હતું. પરંતુ બુધવારે જ કોરોનાને લઈને લાગુ કરેલો નિયમ દૂર થયો અને ગુરુવારે સવારે શાહરુખ ખાન આર્યનને મળવા પહોંચી ગયો હતો. શાહરુખ ખાનની જેમ આજે અન્ય કેદીઓના પરિજનો પણ જેલ પહોંચ્યા હતા.

image socure

ઉલ્લેખનીય છે કે આ પહેલા શાહરુખ ખાન અને ગૌરી ખાન આર્યનને વીડિયો કોલ મારફતે જોઈ શક્યા હતા. તેમણે એકવાર વીડિયો કોલ પર વાત કરી હતી. છેલ્લા ઘણા સમયથી આર્યન ખાન જેલમાં કેદ છે અને તેને જામીન પણ મળી નથી રહ્યા તે વાતને લઈને શાહરુખ અને ગૌરી ચિંતીત છે. શાહરુખ ખાને આજે આર્યનને મળવા ગયો હતો તેનો વીડિયો પણ વાયરલ થયો છે.

Related Posts

0 Response to "આર્યનના જેલ ગયા બાદ પહેલીવાર જેલમાં મળવા પહોંચ્યો શાહરુખ ખાન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel