બોલીવુડના ખ્યાતનામ વ્યક્તિઓના સંતાન આ ગ્રુપના સભ્ય… ગમે તે સમયે આવી શકે છે એનસીબીનું તેડું

આર્યન ખાનની ધરપકડ બાદ ગુરુવારે જ્યારે એનસીબીએ ચંકી પાંડે ના ઘરે દરોડા કર્યા અને ચંકી પાંડે ની દીકરી તેમજ અભિનેત્રી અનન્ય પાંડેને પૂછપરછ માટે નોટિસ ફટકારી તે ઘડીથી બોલિવુડમાં ખળભળાટ મચી ચૂક્યો છે. અનન્યા પાંડેને એનસીબીએ પૂછપરછ માટે બોલાવતા આર્યન ખાનના સંપર્કમાં રહેલા અન્ય સ્ટાર કિડ્સ પણ ચિંતામાં મુકાયા છે.

image soucre

જાણવા મળતી માહિતી અનુસાર આર્યન ખાન બાદ બોલિવૂડના અન્ય કેટલાક સ્ટાર્સ ના સંતાન જે આર્યન ખાનના સંપર્કમાં હતા તે પણ એનસીનીની રડારમાં છે જેમાં સૌથી પહેલો નંબર અનન્યા પાંડે નો આવ્યો હતો અને તેને પૂછપરછ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ની ઓફિસ બોલાવવામાં આવી હતી. અનન્યા પોતાના પિતા સાથે એનસીબીની ઓફિસ પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આર્યન ખાનના ફોનમાંથી અનન્યા સાથેની ચેટ પણ મળી હતી જે અંગે પૂછપરછ કરવામાં આવી હતી.

image source

આ સિવાય કેટલાક બોલિવૂડ સ્ટાર્સ અને પ્રોડ્યુસરના સંતાન તેમજ સંબંધીઓ પણ એનસીબીની નજરમાં છે. જે નામોની ચર્ચા છે તેમાં એક પ્રોડ્યુસરની દીકરી છે, બીજો વ્યક્તિ એક એક્ટરનો ભત્રીજો છે, આ સિવાય એક જાણીતા અભિનેતાની દીકરી તેમજ એક અભિનેત્રીની બહેન જે આર્યન ખાનના સંપર્કમાં હતી તેને પણ એનસીબીનું તેડું આવી શકે છે. કારણ કે આ તમામ સાથે આર્યન ખાનની વોટસએપ ચેટ મળી આવી છે.

image socure

જોકે આ વોટ્સએપ ગ્રુપમાં ડ્રગ્સ અંગે વાતચીત થઈ હતી કે નહીં તે સ્પષ્ટ થયું નથી. જો કે આર્યન ખાન સાથેની આ ચેટ પણ ઘણી જૂની છે. કારણ કે તે ગ્રુપમાંથી એક વ્યક્તિએ તો દેશ પણ છોડી દીધો છે. ચર્ચા એવી છે કે આ ગ્રુપના સભ્યોને પણ એનસીપી પૂછપરછ માટે બોલાવી શકે છે.

image soucre

આર્યન ખાનની ધરપકડ બાદ બોલિવૂડ એક્ટર કમાલ ખાને એવો દાવો કર્યો હતો કે આ કેસમાં આર્યન ની ધરપકડ બાદ બોલિવૂડના અનેક સ્ટાર્સ ના સંતાનો ભારત છોડવાનું વિચારી રહ્યા છે. તેમનું માનવું છે કે જો આર્યન ખાન સાથે આવું થઈ શકે તો તેમની સાથે પણ થઈ શકે.

0 Response to "બોલીવુડના ખ્યાતનામ વ્યક્તિઓના સંતાન આ ગ્રુપના સભ્ય… ગમે તે સમયે આવી શકે છે એનસીબીનું તેડું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel