વલસાડ શહેરની યોગા શિક્ષીકાનું લિવર સુરતના ઉદ્યોગપતિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યું છે.
વલસાડ શહેરના વણકર સમાજના બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવેલ યોગા શિક્ષીકાના અંગોનું દાન કરવામાં આવતા સુરતના ઉદ્યોગપતિ સહિત અન્ય ૪ વ્યક્તિઓને નવજીવન થયું છે. સુરત શહેરમાં દાનમાં પ્રાપ્ત થયેલ લિવરનું પ્રથમ વાર ટ્રાન્સપ્લાન્ટ સુરત શહેરની પ્રસિદ્ધ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. યોગા ટીચરના લિવરને સુરત શહેરના ઉદ્યોગપતિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હતું.
વલસાડ શહેરના સેગવી વિસ્તારમાં આવેલ માણેક બાગમાં રહેતા રંજન બેન પ્રવિણ ભાઈ ચાવડા (ઉ.વ. ૪૦) યોગા ટીચર હતા. ગત મહીને તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સવારના સમયે રંજન બેન મોપેડ પર પોતાની બેનના ઘરે જવા માટે નીકળ્યા હતા. તે સમયે વલસાડ શહેરના ધરમપુર ચોકડી નજીક આવેલ એસ.ટી. વર્કશોપની સામેની તરફથી આવતા એક અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર મારી દેવામાં આવતા એક્સિડન્ટ નિર્માણ થવા પામ્યો હતો. આ એક્સિડન્ટમાં રંજન બેન ચાવડાને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજા થતા વલસાડ શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં રંજન બેનની સીટી સ્કેન સહિત અન્ય તપાસ કરવા દરમિયાન રંજન બેનના માથાના ભાગે બ્રેઈન હેમરેજ થવાના કારણે મગજના ભાગમાં લોહીના ગઠ્ઠા જામી ગયા, સોજા આવી ગયા અને ફ્રેકચર થઈ ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
રંજન બેન ચાવડાને વધુ સારવાર માટે શહેરની એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એપલ હોસ્પિટલમાં શનિવારના રોજ ડોક્ટર્સ દ્વારા રંજન બેન ચાવડાને બ્રેઈન ડેડ જાહેર કરી દેવામાં આવ્યા હતા. આ વિશેની જાણ ડોક્ટર્સ દ્વારા ડોનેટ લાઈફની ટીમને કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ ડોનેટ લાઈફની ટીમ દ્વારા રંજન બેન ચાવડાના પરિવારના સભ્યોને તેમના અંગોનું દાન કરવાના મહત્વ વિષે સમજાવવામાં આવતા પરિવારના સભ્યો રંજન બેનના અંગોનું દાન કરવા માટે સહમત થઈ ગયા હતા. રંજન બેનની બંને કીડનીનું દાન અમદાવાદ શહેરની ઇન્સ્ટીટયુટ ઓફ કીડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા સ્વીકારવામાં આવ્યું અને રંજન બેનની આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. જયારે લિવરને ટ્રાન્સપ્લાન્ટ માટે સુરત શહેરની કિરણ હોસ્પિટલમાં
સુરતના ઉદ્યોગપતિના શરીરમાં કરી દેવામાં આવ્યું હતું.
નોંધનીય બાબત છે કે, સુરત શહેર અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફની મદદથી ૪૦૬ કીડની, ૧૭૧ લિવર, ૮ પેન્ક્રિયાસ, ૩૬ હ્રદય, ૨૦ ફેફસા અને ૩૦૮ આંખો આમ કુલ મળીને ૯૪૯ અંગો અને ટીસ્યુઓનું દાન પ્રાપ્ત કરીને ૮૭૦ વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિ પ્રદાન કરવામાં આવી છે.
0 Response to "વલસાડ શહેરની યોગા શિક્ષીકાનું લિવર સુરતના ઉદ્યોગપતિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યું છે."
ટિપ્પણી પોસ્ટ કરો