ગીરનાર પર્વત પર આવેલ ગોરખનાથ મંદિરના શિખર પર વીજળી પડવાથી તૂટી ગયું.
જુનાગઢ શહેરમાં ગઈ કાલના રોજ વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો. જેના કારણે વીજળીના કડાકા ભડાકાની સાથે જુનાગઢ શહેરમાં ભારે વરસાદ પડવાની શરુઆત થઈ ગઈ હતી. આવા સમયે ગીરનાર પર્વત પર સ્થિત ભગવાન ગોરખનાથના મંદિર પર વીજળી પડવાથી મંદિરનું શિખર તૂટી ગયું છે.

ગીરનાર પર્વતના શિખર પર સ્થિત ભગવાન ગોરખનાથના મંદિર પર વીજળી પડી જવાથી ગોરખનાથના મંદિરના શિખર સહિત શિખરની આસપાસ આવેલ કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. મંદિરના શિખરની સાથે જ ગીરનાર પર્વતની આસપાસ આવેલ ગ્રામ્ય વિસ્તારમાં પણ વીજળી પડવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે, વીજળી પડવાના કારણે કોઇપણ પ્રકારની જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી.

આપને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી બપોરના સમયે એકાએક વાતાવરણમાં પરિવર્તન જોવા મળી જાય છે અને તેના કારણે વીજળીના કડાકા- ભડાકાની સાથે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. એટલું જ નહી, અમદાવાદ શહેરમાં ભારે તાપ હોવા છતાં પણ વરસાદ વરસી રહ્યો હોવાથી લોકોમાં આશ્ચર્ય પણ જોવા મળી રહ્યું હતું.

ગીરનાર પર્વત પર આવેલ ભગવાન ગોરખનાથ મંદિરના શિખર પર વીજળી પડવાથી મંદિરનું શિખર તૂટી જાય છે. આવી જ ઘટના દ્વારકામાં આવેલ દ્વારકાધીશના મંદિરના શિખર પર વીજળી પડવાથી શિખર ધ્વજ પર રહેલ પાટલીના ભાગે નુકસાન થઈ ગયું હતું. શિખર ધ્વજના પાટલીના ભાગને કુશળ કારીગરોની મદદથી રીપેરીંગ કરી દેવામાં આવ્યું છે. જો કે, જ્યાં સુધી ધ્વજ પાટલીના ભાગનું રીપેરીંગ નહી થઈ જાય ત્યાં સુધી દ્વારકાધીશના મંદિર પર અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી રહી હતી. જયારે હવે દ્વારકાના સ્થાનિક કુશળ કારીગરોની મદદથી સતત ૫ કલાક સુધી મહેનત કર્યા બાદ શિખર ધ્વજના પાટલીના ભાગે ખુબ જ નુકસાન થઈ ગયું હતું.

દ્વારકાધીશના મંદિરના શિખર પર વીજળી પડવાની ઘટનાના કારણે ત્રણ તાંબાની રીંગ પાટલી બેસાડવામાં આવી છે. આ સાથે જ લાઈટિંગ અરેસ્ટર જે વીજળીને કેચપ કરી શકે છે તેને પણ શિખર ધ્વજ પર ફિટ કરી દેવામાં આવે છે. સતત ત્રણ દિવસ સુધી દ્વારકાધીશના મંદિર પર અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવતી હતી. જયારે હવેથી શિખરના ભાગનું રીપેરીંગ થઈ જતા હવે ફરીથી શિખર પર ધજા ચડાવી શકાશે. જેના લીધે હવે દ્વારકાધીશના મંદિર પર પૂર્ણ ધજા જોવા મળી શકશે.
0 Response to "ગીરનાર પર્વત પર આવેલ ગોરખનાથ મંદિરના શિખર પર વીજળી પડવાથી તૂટી ગયું."
ટિપ્પણી પોસ્ટ કરો