રાજકોટ ઇમ્પિરિયલ પેલેસના વાયરલ ન્યૂડ વીડિયો મામલે આવ્યો નવો વળાંક

થોડા દિવસ પહેલા રાજકોટની ઈમ્પીરીયલ પેલેસ હોટેલમાં કથિત ન્યૂડ વીડિયો વાયરલ થયો હોવાની ચર્ચાએ જોર પડ્યું હતું. જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. આ અંગે પોલીસે પણ સઘન તપાસ આદરી હતી. નોંધનિય છે કે, રાજકોટના યાગ્નિક રોડ ઉપર આવેલ હોટલ ઈમ્પીરીયલ પેલેસના છઠ્ઠા માળે રૂમ નંબર 608માં ન્યુડ ડાન્સ કરતી યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. જો કે આખરે તેમની તપાસમાં જાણવા મળ્યું કે, આ કોઈ ડાન્સ પાર્ટી નહિ પરંતુ દિલ્હીના કપલનો અંગત વિડીયો છે. સામે આવેલી વિગતો અનુસાર આ દંપતી 3 દિવસ રાજકોટની હોટેલમાં રોકાયું હતું.

દિલ્હીનું કપલ 3 દિવસ રોકાયું હતુ

image socure

આ ઘટનામાં પોલીસે 7 દિવસના સીસીટીવી અને રજીસ્ટર એન્ટ્રી આધારે તપાસ કરતા મહત્વનો ખુલાસો થયો હતો. જેમાં સામે આવેલી વિગતો અનુસાર આ વિડીયો છઠ્ઠા માળના રૂમમાં દિલ્હીનું કપલ 3 દિવસ રોકાયું હોવાનું અને આ તે જ યુવતીનો ડાન્સ હોવાનું જાણવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે આ કપલ 23થી 25 તારીખ સુધી આ હોટેલમાં રોકાયું હતું.

એ તપાસનો વિષય છે અંદર કોણ હતું

image soucre

જો દિલ્હીના આ કપલ વિશે હજુ કોઈ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત વીડિયો કોણે ઉતાર્યો અને શુક્રવાર રાતનો છે કે શું એ અંગેની દિશામાં પણ તપાસ થઈ રહ્યાનું પોલીસ કહી રહી છે. આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, એ દિવસે હોટલમાં કોણ કોણ રોકાયું હતું તેની સઘળી તપાસ થઈ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હોટલના રૂમમાં ન્યૂડ પાર્ટી થઈ હતી કે કેમ એ તપાસનો વિષય છે અંદર કોણ હતું એની તપાસ ચાલે છે.

શુક્રવારે વધુ એક વીડિયો ફરતો થયો હતો

image socure

જો કે બીજી તરફ શુક્રવારે વધુ એક વીડિયો ફરતો થયો હતો અને તે વીડિયો ઓથેન્ટિક નથી. વાઇરલ વીડિયો અંગે મને વિગત મળી છે એ ઓથેન્ટિક નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમ છતાં અમે આખા અઠવાડિયાના ડેટા લીધા છે, જેમાં 23, 24 કે 25 સપ્ટેમ્બરના રોજનો વીડિયો હોઇ શકે. હજી સુધી વીડિયોનો સોર્સ મળ્યો નથી. આ વીડિયો ફોરેન્સિકમાં મોકલ્યા પછી જ ખબર પડી શકે કે આ વીડિયો ક્યારે બનાવવામાં આવ્યો છે. હાલમાં ઈમ્પીરીયલ પેલેસ હોટેલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

0 Response to "રાજકોટ ઇમ્પિરિયલ પેલેસના વાયરલ ન્યૂડ વીડિયો મામલે આવ્યો નવો વળાંક"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel