વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..
ભગવાન ગણેશ ને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. પછી એ લગ્ન હોય, ગૃહ પ્રવેશ હોય અથવા કોઈ પણ શુભ કામ હોય સૌથી પહેલા ગણપતિજી ની આરધના કરવામાં આવે છે. ઘરમાં વાસ્તુમાં પણ ગણપતિજી ને ખુબ મહત્વના માનવામાં આવે છે. એમની એક પ્રતિમા અથવા ફોટો જ વાસ્તુ દોષોના નિવારણ માંટે સક્ષમ છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કયા દોષોને દુર કરવા માટે ભગવાન ગણેશની પ્રતિમા અથવા ફોટો કેવી રીતે મદદગાર છે. આ રીતે વસ્તુ દોષો દૂર કરવામાં કોઈ પ્રકારની ટોડ-ફોડની જરૂરત રહેતી નથી.
ગણેશની ફોટો મૂર્તિ દૂર કરે કે વાસ્તુદોષ :
ઘરમાં સામાન્ય ઝગડા થયા છે તો સફેદ રંગના ગણપતિની મૂર્તિ અથવા ચિત્ર લગાવવાથી ઘરમાં શુખ-શાંતિ સમૃદ્ધિ આવશે. જો ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની પ્રતિમા અથવા ચિત્ર લાગી હોય તો એની પાછળ ગણેશજીની પ્રતિમા એ રીતે લગાવો કે બંને ગણપતિની પીઠ મળે. એનાથી તમામ વાસ્તુ દોષોનો નાશ થાય છે.
ગણપતિની મૂર્તિ માટે ઘરના બ્રમ્હ સ્થાન એટલે કે કેન્દ્રમાં, ઇશાઇ કોણમાં અથવા પૂર્વ દિશામાં સૌથી શુભ હોય છે. જો એવું સંભવ ન થાય તો ઘર અથવા વર્કપ્લેસ ના કોઈ પણ ભાગમાં મૂર્તિ અથવા ફોટો લગાવી લો અને ધ્યાન રાખો કે મોઢું દક્ષિણ દિશામાં ન હોય.
હંમેશા યાદ રાખો કે ગણપતિની તે પ્રતિમા અથવા ફોટો લગાવો જેમાં મોદક અને મુશક હોય. ઘરમાં બેસેલા ગણપતિ અને કાર્યસ્થળ પર ઉભેલા ગણપતિની મૂર્તિ લગાઓ. એમાં ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે અને કરિયરમાં તરક્કી થતી રહેશે. જો જાતક સર્વે મંગલની કામના કરે છે એમણે સિંદુરી રંગના ગણપતિની આરાધના કરવી જોઈએ. ભૂલથી પણ જગ્યાને ગંદી થતા બચાવવા માટે ગણપતિના ચિત્રનો ઉપયોગ ન કરો. એવું કરવાથી જિંદગીમાં તબાહી આવી શકે છે.
હિંદુ ધર્મમાં લોકપ્રિય ‘સ્વસ્તિક’ નું ચિન્હ ગણેશજીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કોઈ પણ વાસ્તુ દોષ હોય તો તેનું નિવારણ સ્વસ્તિકથી થઈ શકે છે. એટલા માટે તમારે તમારા ઘરના વાસ્તુ દોષ વાળા સ્થાન પર મિશ્રિત સિંદુરથી દીવાલ પર સ્વસ્તિક બનાવવું પડશે.
એવું કરવાથી ઘરના તે સ્થાનનો વાસ્તુ દોષ સમાપ્ત થઈ જશે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. પોતાના ઘરમાં વાસ્તુ દોષથી છુટકારો મેળવવા માટે બેઠા હોય એવા અને ડાબી તરફ વળેલી સૂંઢ વાળા ગણેશજી બિરાજમાન કરો. આ પ્રકારના ગણેશજીને પ્રાથમિકતા આપવા પાછળ પણ એક કારણ છે.
હકીકતમાં જમણી તરફ વળેલી સૂંઢ વાળા ગણેશજી થોડા જિદ્દી સ્વભાવના માનવામાં આવે છે. એવામાં તેમના પૂજા-પાઠ કરવા પણ થોડું મુશ્કેલ કાર્ય થઈ જાય છે. આવા ગણેશજીને પ્રસન્ન કરવા એટલા સરળ નથી હોતા. એટલા માટે ડાબી તરફ સૂંઢ વાળા ગણેશજીને ભક્ત જલ્દી પ્રસન્ન કરીને પોતાના ઘરના વાસ્તુદોષ દૂર કરી શકે છે.
0 Response to "વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો.."
ટિપ્પણી પોસ્ટ કરો