ઘરમાં પુસ્તકોની દિશા પણ બાળકોના માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે, જાણો કેવી રીતે

આપણે પુસ્તકોથી લાભ મેળવી શકીએ છીએ, તેથી પુસ્તકો ઘરમાં ક્યાં રાખવા જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુ અનુસાર પુસ્તકો માટે પણ એક દિશા નિર્ધારિત કરવામાં આવી છે. દરેક વ્યક્તિની બુદ્ધિ માત્ર સારા પુસ્તકો દ્વારા વિકસિત થાય છે. પુસ્તકો આપણને માર્ગદર્શન આપે છે અને આપણું જ્ઞાન વધારે છે. આપણા ઘરનું વાતાવરણ સકારાત્મક કરવા અને આપણા ઘરમાં સારી ઉર્જા જાળવવા માટે ઘરના દરેક સભ્યએ સારી પુસ્તકો વાંચવી જોઈએ. કહેવાય છે કે એક પુસ્તક માનવીનું મન પરિવર્તન કરી શકે છે. આપણે આપણા બાળકોને પણ તેમની અનુસાર પુસ્તકો વાંચવા આપવા જોઈએ, પરંતુ ઘણીવાર એવું બને છે કે બાળકો પુસ્તકો વાંચીને પણ કઈ યાદ રાખી સકતા નથી. આવું શું કામ થાય છે, તે સવાલ પણ તમારા મનમાં આવતો હશે. તો આ સવાલનો જવાબ દિશા છે. તમારા ઘરમાં પુસ્તક રાખવાની દિશા પણ યોગ્ય હોવી જોઈએ.

image source

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો પુસ્તકોને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો વ્યક્તિને અભ્યાસમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તે વ્યક્તિ જીવનમાં સફળતા મેળવી શકે છે. ચાલો તમને જણાવીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પુસ્તકો કઈ દિશામાં રાખવી ફાયદાકારક છે.

ઘરે પુસ્તકો રાખવા માટે યોગ્ય દિશા

image source

– વાસ્તુશાસ્ત્ર અનુસાર, વિદ્યાર્થીનું અભ્યાસ ટેબલ એવી દિશામાં હોવું જોઈએ કે તેનો ચહેરો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. એ પણ ધ્યાનમાં રાખો કે અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીની પીઠ દરવાજા તરફ ન હોવી જોઈએ.

– વાસ્તુશાસ્ત્ર અનુસાર, અભ્યાસ ખંડ હંમેશા ઉત્તર અને પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ, પશ્ચિમ અને પશ્ચિમની મધ્યમાં બનાવવો જોઈએ.

image source

– વાસ્તુશાસ્ત્ર અનુસાર અભ્યાસ રૂમમાં પુસ્તકો ક્યારેય ટેબલ પર ખુલ્લા ન રાખવા જોઈએ. આમ કરવાથી વિદ્યાર્થીમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. સ્ટડી રૂમ બનાવતી વખતે, ધ્યાનમાં રાખો કે પુસ્તક રાખવાના ટેબલમાં દરવાજો જરૂરથી બનાવો.

– વાસ્તુશાસ્ત્ર અનુસાર, પુસ્તકની જગ્યા હંમેશા સ્વચ્છ હોવી જોઈએ, ત્યાં ધૂળ અને માટી હોવાના કારણે અભ્યાસ દરમિયાન અવરોધો આવી શકે છે.

– વાસ્તુશાસ્ત્રમાં, ડ્રોઈંગ રૂમમાં પુસ્તકની છાજલી રાખવી સારી માનવામાં આવે છે, જ્યારે તેને બેડરૂમમાં રાખવાનું ટાળવું જોઈએ. બેડરૂમમાં પુસ્તકો રાખવાથી તમારા વૈવાહિક સંબંધો પર નકારાત્મક અસર પડે છે.

image source

– વાસ્તુશાસ્ત્ર અનુસાર વિદ્યાર્થીએ દક્ષિણ -પૂર્વ કે દક્ષિણ દિશામાં બેસીને અભ્યાસ ન કરવો જોઈએ. આ તમારા અભ્યાસ માટે નુકસાનકારક છે.

Related Posts

0 Response to "ઘરમાં પુસ્તકોની દિશા પણ બાળકોના માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે, જાણો કેવી રીતે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel