સીતાફળનું સેવન કરવાના ફાયદા સાથે થાય છે આ ગેરફાયદા પણ, વાંચો આ લેખ અને જાણો..
ફળો માં એટલા ગુણ ભરેલા હોય છે કે તમારા શરીર ના દરેક અંગ ને ફાયદો મળે છે તેમાંથી એક ફળ છે સીતાફળ. સીતાફળ ના આ ગુણો ના વિશે જાણીને તમે પણ દાંતો તળે આંગળી દબાવી લેશો. આમ તો દરેક ફળ ના પોતાના અલગ અલગ ફાયદા છે, પરંતુ સીતાફળ ના ફાયદા થી શરીર ને સૌથી વધારે લાભ મળે છે. સીતાફળ ને શરીફા પણ કહે છે. તેમાં એટલા ગુણ છે કે શરીર ના દરેક ભાગ ને તેનાથી ફાયદો મળે છે.
સીતાફળ ને શરીફા તરીકે પણ ઓળખવામાં આવે છે. સીતાફળ પોષક તત્વો નો ખજાનો છે. ડાયટમાં સીતાફળ નો સમાવેશ કરવાથી સ્વાસ્થ્ય ને ઘણા ફાયદા થઈ શકે છે. વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપૂર, તે કેન્સર ના જોખમ સામે પણ રક્ષણ આપે છે. તમને જણાવી દઈએ કે સીતાફળમાં વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, મેગ્નેશિયમ, તાંબા અને ફાઇબર ના ગુણધર્મો છે.
સીતાફળ ગર્ભવતી મહિલાઓ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આટલા બધા ફાયદા હોવા છતાં, કેટલાક ગેરફાયદા છે ? સીતાફળ નું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે તેનાથી શું નુકસાન થાય છે.
સીતાફળ ખાવાના ગેરફાયદા :
પાચન :
પાચન ની સમસ્યા હોય તો સીતાફળ નું સેવન કરવાનું ભૂલશો નહીં. સીતાફળમાં ફાઇબર નું પ્રમાણ વધારે હોય છે. સીતાફળ નું વધુ પડતું સેવન કરવાથી પેટમાં દુખાવો, દાંતનો દુખાવો, ગેસ, આંતરડાની જડતા જેવી સમસ્યાઓ થઈ શકે છે. સીતાફળ ની અંદર ફાઇબર ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે, જો તમે એનું વધારે સેવન કરો છો તો તમારા શરીર ની અંદર ફાઇબર નું પ્રમાણ વધતા ઝાડા ગેસ જેવી સમસ્યા થઈ શકે છે.
એલર્જી :
કેટલાક લોકો સીતાફળ ખાઈ ને એલર્જી ની ફરિયાદ કરે છે. સીતાફળ ખાધા પછી જો તમને પણ ખંજવાળ, ફોલ્લીઓ વગેરે થઈ રહી હોય તો તેનું સેવન ટાળો.
ઊલટી :
સીતાફળમાં આયર્ન ભરપૂર હોય છે, જેના કારણે તમારા શરીરમાં આયર્ન વધારે હોવાથી ઊલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
બીજ :
સીતાફળ જેટલું ખાવામાં સ્વાદિષ્ટ અને ફાયદાકારક છે, તેના બીજ પણ એટલા જ ઝેરી છે. તેથી, સીતાફળ ખાતી વખતે, બીજ કાળજીપૂર્વક બહાર કાઢો નહીં તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે છે.
0 Response to "સીતાફળનું સેવન કરવાના ફાયદા સાથે થાય છે આ ગેરફાયદા પણ, વાંચો આ લેખ અને જાણો.."
ટિપ્પણી પોસ્ટ કરો